સુરત : સગા દિયરે જ ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી, ચોકાવનારું કારણ આવ્યું સામે


Updated: August 18, 2021, 4:53 PM IST
સુરત : સગા દિયરે જ ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી, ચોકાવનારું કારણ આવ્યું સામે
દીયરે ભાભીની હત્યા કરી

દિયર ગોડાદરા પોલીસ મથકમાં સામેથી હાજર થયો હતો. જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જણાવ્યું હત્યા કરવા પાછળનું કારણ

  • Share this:
સુરત : ગોડાદરા વિસ્તારમાં સગા દિયરે જ પોતાની સગી ભાભીને મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઠંડા કલેજે ભાભીની હત્યા કરી તીક્ષ્ણ હથિયાર સાથે આરોપી દિયર ગોડાદરા પોલીસ મથકમાં સામેથી હાજર થયો હતો. જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ પુછપરછમાં કરિયાણાની દુકાનના ધંધા અને મિલકતમાં ભાગીદારીને લઈ બંને ભાઈઓ વચ્ચે અવારનવાર ઝઘડો ચાલી આવ્યો હતો. હત્યા અગાઉ છેલ્લા ચાર વર્ષથી વતન રહેતી પોતાની પત્નીને સુરત લાવવા માટે આરોપી દિયરે ઘરમાં વાત કરી હતી. જેના કારણે ભાભી અને દિયર વચ્ચે ઝઘડો થતાં રોષે ભરાયેલા દિયરે પંદર જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યાં પોલીસે હત્યારા દિયરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ ચામુંડા રેસિડેન્સી સોસાયટીમાં રહેતા જેઠારામ પટેલ અને હરિરામ પટેલ નામના બંને ભાઈઓ ભાગીદારીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. હરિરામના લગ્ન થઈ ગયા છે અને તેની પત્ની છેલ્લા ચાર વર્ષથી વતનમાં રહે છે. જ્યારે હરિરામ પોતાના ભાઈ જેઠારામ અને ભાભી અઝરા જોડે ચામુંડા સોસાયટીમાં આવેલ મકાનમાં સહપરિવાર જોડે રહે છે. બંને ભાઈઓ વચ્ચે છેલ્લા લાંબા સમયથી ધંધાની ભાગીદારી અને વતનમાં રહેલી મિલકત અંગે ઝઘડો ચાલી આવ્યો હતો. જ્યાં અનેકોવખત બંને વચ્ચે માથાકૂટ પણ થતી હતી.

મંગળવારના રોજ પણ સવારે સાડા છ વાગ્યે આ મામલે બંને ભાઈઓ વચ્ચે ભારે ઝઘડો થયો હતો. એટલું જ નહીં વતન રહેતી પોતાની પત્નીને સુરત લઈ આવવાની વાતે પણ ભાભી અઝરા અને ભાઈ જેઠારામ સાથે ઉગ્ર બોલાચાલ થઈ હતી. જે બાદ રોષે ભરાયેલા જેઠારામે તીક્ષ્ણ હથિયાર વડે પોતાની સગી ભાભીને ઉપરાછાપરી પંદર જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યાં હત્યા બાદ આરોપી જાતે પોલીસ મથકમાં સામેથી હાજર પણ થઈ ગયો હતો. જે જોઈ ગોડાદરા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ પણ વાંચોપત્નીએ પતિ સાથે ક્રૂરતાની હદપાર કરી, પહેલા દવા ખવડાવી બેભાન કર્યો, પછી ખાટલે બાંધી કરંટ આપ્યો

ગોડાદરા પોલીસે આરોપી પાસે રહેલ તીક્ષ્ણ હથિયાર લઈ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ઘટના સ્થળે પોહચી લાશનો કબ્જો મેળવ્યો હતો. જ્યાં લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
Published by: kiran mehta
First published: August 18, 2021, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading