સુરત : ધનવંતરી રથમાં અચાનક લાગી આગ, ભડભડ બળતી બ્લૂ બસનો Live વીડિયો થયો Viral


Updated: April 18, 2021, 3:34 PM IST
સુરત : ધનવંતરી રથમાં અચાનક લાગી આગ, ભડભડ બળતી બ્લૂ બસનો Live વીડિયો થયો Viral
ધનવંતરી રથમાં અચાનક ફાટી નીકળી આગનો વીડિયો થયો વાયરલ

અમરોલી વિસ્તારની ઘટના, ઘરે ઘરે જઈને ટેસ્ટિંગ કરતી ધનવંતરી રથ માટે ઉપયોગ લેવાતી બ્લૂ બસમાં ભભૂકી ઉઠી આગ, જુઓ વીડિયો

  • Share this:
સુરતમાં કોરોનાના સંક્રરમણને અટકાવવા માટે સતત ટેસ્ટિંગ માટે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોના કોરોના ટેસ્ટિંગ કરવા જતી બસમાં અચાનક આગ (Surat Corona testing Bus fire) લાગી હતી. જોકે જોત જોતામાં બસ ભડભડ સળગવા લાગી હતી અને તેની જ્વાળાઓ ઉઠવા માંડી હતી. આ બસમાં સવાર ટેસ્ટીંગ સ્ટાફનો અકસ્માતમાં ચમત્કારી બચાવ થવા પામ્યો છે પરંતુ બસમાં લાગેલી આગનો લાઇવ વીડિયો (Live Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થવા લાગ્યો છે.

સુરતમાં કોરોના વાયરસના કેસનો વિસ્ફોટ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા સુપર સ્પ્રેડર શોધવા માટે અલગ અલગ વિસ્તારમાં લોકોની સોસાયટી અને ઘરે પહોંચીને કોરોનાનાં ટેસ્ટ કરવા માટે મનપા દ્વારા સુરતના રસ્તા પર દોડતી બૂલ્યુ સીટી બસને ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ત્યારે આજે મનપા કર્મચારી આ બસમાં સવાર થઈને સુરતના અમરોલી વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે  ધન્વંતરી રથ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી બસ અમરોલી  સ્વીટ હોમ રેસીડેન્સી નજીક પહોંચતાની સાથે અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી.

બસમાંથી અચાનક ધુમાડા નીકળતા ડાઇવર દ્વારા બસ થંભાવી બસમાં સવાર સ્ટાફને તાત્કાલિક નીચે ઉતારી પાડવામાં આવ્યો હતો. જોકે હજુ તો બસનો ચાલક કઈ પણ સમજે તે પહેલાં બસ ભડભડ કરીને સળગવા લાગી હતી. જોકે અચાનક બસમાં આગ લાગ્યા બાદ જોતજોતામાં બસ આગની જ્વાળામાં પરિવર્તિત થઇ ગઈ હતી અને જે રીતે બસ સળગવા લાગી હતી તેને લઈને સમગ્ર વિસ્તારમાં એક ડરનાં માહોલ સાથે દોડધામ મચી જવા પામ હતી.

જોકે સ્થાનિક લોકોએ આગની જાણકરી ફાયર વિભાગને આપી અને ફાયર વિભાગ બનાવ વાળી જગ્યા પર પહોંચે તે પહેલાં બસ બળીને ખાક થઇ જવા પામી હતી. જોકે આ ઘટનામાં કોરોના ટેસ્ટિંગ કરવા જતા સ્ટાફનો ચમત્કારી બચાવ થવા પામ્યો હતો.  જોકે આ મામલે ફાયર વિભાગ દ્વારા તપાસ કરતા આગ સોક સર્કિટ લઈને થયું હોવાનું સામે આવ્યું હતું.જોકે, આગની જ્વાળાઓ જોઈને આસપાસમાં નાસભાગ મચી જવા પામી હતી.
Published by: Jay Mishra
First published: April 18, 2021, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading