સુરતમાં ફરી તમામ Record તૂટ્યા, 24 કલાકમાં જ પ્રથમ વખત 2817 કેસ, 21 લોકોએ જીવ ગુમાવ્યો


Updated: April 23, 2021, 10:37 PM IST
સુરતમાં ફરી તમામ Record તૂટ્યા, 24 કલાકમાં જ પ્રથમ વખત 2817 કેસ, 21 લોકોએ જીવ ગુમાવ્યો
પ્રતિકાત્મક તસવીર

આજે 21 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1590 પર પહોંચ્યો છે.

  • Share this:
સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 2817 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 2176 જયારે ગ્રામીણ વિસ્તારમાં 518 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 99800 પર પહોંચી છે, જયારે આજે 21 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1590 પર પહોંચ્યો છે, તેવામાં આજે 1085 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.

સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2817 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 2176 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 77727 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 641 કેસ સાથે દર્દી સંખ્યા 22073 પર પહોંચી છે.આજે કોરોના ની સારવાર દરમિયાન 21 લોકોના મોત થયા છે જેમાં 320 મૃત્યુ જિલ્લાના છે અને 1270 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1590 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 858 જ્યારે જિલ્લામાં આજે 227 દર્દીને રજા આપતા, કુલ 1085 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 78326 જેમાં શહેર વિસ્તારમાં 60926 જયારે ગ્રામ્ય વિસ્તારના 19884 દર્દી છે.

આ પણ વાંચોસુરત : શિક્ષિકાનો 14મા માળેથી કૂદવાનો દર્દનાક Live Video સામે આવ્યો, વીડિયો ઉતારનાર પણ હચમચી ગયો

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 231, વરાછા એ ઝોનમાં 234, વરાછા બી 2 222 , રાંદેર ઝોન 395, કતારગામ ઝોનમાં 279, લીંબાયત ઝોનમાં 217, ઉધના ઝોનમાં 216 અને અથવા ઝોનમાં 382 કેસ નોંધાયા છે.જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોક્રૂરતાની હદ: દીકરાએ માતાની હત્યા કરી, બાદમાં શરીરના 1000 ટુકડા કર્યા, પછી પોતાના કૂતરા સાથે બેસી ખાઈ ગયો જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 90, ઓલપાડ 84, કામરેજ 110, પલસાણા 65, બારડોલી 94, મહુવા 53, માંડવી 77, અને માંગરોળ 66, અને ઉમરપાડા 02 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by: kiran mehta
First published: April 23, 2021, 10:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading