સુરત : લાલબત્તી સમાન કિસ્સો, Bjaj Financeનાં ગ્રાહકોને લોભામણી જાહેરાતો મૂકી છેતર્યા, લાખોની ઠગાઈ


Updated: August 18, 2020, 6:41 PM IST
સુરત : લાલબત્તી સમાન કિસ્સો, Bjaj Financeનાં ગ્રાહકોને લોભામણી જાહેરાતો મૂકી છેતર્યા, લાખોની ઠગાઈ
સાયબર ક્રાઇમમાં ઝડપાયેલાઆરોપીઓનું કારસ્તાન જાણીને ચોંકી જશો

જો તમારે આ પ્રકારના તરકટોથી બચવું હોય તો સાવધાની વરતીવ અનિવાર્ય, જાણો કેવી રીતે કરતા હતા ઠગાઈ અને કેવી રીતે આવ ઠગોથી બચશો

  • Share this:
કોરોના વાયરસને (Coronavirus) લઈ લગાવવામાં આવેલા લોકડાઉન (Lockdown) દરમ્યાન લોકો ઠગાઈનો (Cheating) ભોગ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજો શહેરમાંથી ફેસબુક (Facebook) પર લોભામણી જાહેરાત મૂકી બજાજ ફાઇનાન્સના કસ્ટમર્સ (Bjaja finance) સાથે છેતરપિંડી કરતા હતા. જે ત્રણ ઈસમોને સાયબર ક્રાઈમ (surat cyber crime) પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં લોભામણી જાહેરાતો મૂકી બજાજ ફાઇનાન્સના કસ્ટમર્સ પાસેથી EMI કાર્ડનો નંબર અને OTP મેળવી આનલાઈન ખરીદી કરી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તેઓની ધરપકડ કરી અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તે અંગે પુછપરછ હાથ ધરી છે.

કોરોના વાયરસને લઈ લગાવેલા લોકડાઉનમાં લોકોમાં સોશિયલ મીડિયા (Social media) નો ઉપયોગ વધી ગયો હતો. અને આનો લાભ ઠગબાજો લઈ ઠગાઈ કરી રહ્યા હતા. શહેરમાં FB પર જાહેરાત મૂકી લોકડાઉન દરમિયાન બજાજ ફાઇનાન્સના કસ્ટમર્સ સાથે છેતરપીંડી  કરવામાં આવી રહી હતી. સુરત સાયબર ક્રાઈમમાં 17 માર્ચથી 22 જૂન દરમિયાન 8 નંબર પરથી ફોન કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો :  રાજકોટ : ફિલ્મી ઢબે ઘોડાની રેસ લગાવી જુગાર રમાડતા શખ્સો ઝડપાયા, 11ની ધરપકડ, ચોંકાવનારી કબૂલાત

ઝડપાયેલા શખ્સો પાસેથી મળી આવેલા મોબાઇલ અને અન્ય ચીજો. લોકોની મહેનતના પૈસાને પડાવી લેવાનું કાવતરૂં


જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ આઠ નંબરનો ઉપયોગ કરી આરોપીઓ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફેસબુક પર બજાજ ફાઈનાન્સ કંપનીના EMI કાર્ડ ઉપર પર્સનલ લોન આપવાની લોભમણી જાહેરાત મૂકતા હતા. બજાજ ફાઈનાન્સના કુલ 7 કસ્ટમરોને પર્સનલ લોન આપવાનો વિશ્વાસ આપી તેમની પાસેથી EMI કાર્ડનો નંબર અને OPT મેળવી તેમના કાર્ડ પરથી એમેઝોન અને ફ્લીપકાર્ડમાંથી કુલ 2.46 લાખની ઓનલાઈન ખરીદી કરી છેતરપિંડી આચરી હતી. જે અંગે ફરિયાદ નોંધી હતી.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી બબાભાઈ ઉર્ફે બાબા હજાભાઈ ચૌધરી, મહેશ વલ્લભભાઈ આસોદરીયા અને દિપક ઉર્ફે દિપ ગોકુલભાી ડોબરીયાને શોધી કાઢ્યા હતા. તેમની પૂછપરછમાં બજાજ ફાઈનાન્સના કસ્ટમર્સને ફેસબૂક લોભામણી જાહેરાત આપી છેતરપિંડી આચરતા હોવાની કબૂલાત કરી હતી. ફરિયાદના સાત કસ્ટમર્સ સિવાય અન્ય સાથે પણ છેતરપિંડી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.

પોલીસે ત્રણેય આરોપીઓની એક કરી હતી. ત્યારબાદ કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે કોરોના વાઈરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેથી ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો :  સુરત : 'તું શું ભાઇ બનવાનો, તારી હેસીયત નથી, જો હું પણ છરો રાખું છુ', SMCના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો
Published by: Jay Mishra
First published: August 18, 2020, 6:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading