સુરતઃ બેંકમાં નોકરી માટેની પરીક્ષામાં મિત્રને બેસાડ્યો, ટ્રેનિંગમાં જ ફૂટી ગયો ભાંડો


Updated: August 21, 2021, 4:13 PM IST
સુરતઃ બેંકમાં નોકરી માટેની પરીક્ષામાં મિત્રને બેસાડ્યો, ટ્રેનિંગમાં જ ફૂટી ગયો ભાંડો
પકડાયેલા આરોપીની તસવીર

surat fraud case: સુરતમાં એક યુવકે બેંકની પરીક્ષામાં પોતાનાં મિત્રને બેસાડીને પરીક્ષા તો પાસ કરી પરંતુ બેંકનો ટ્રેનિંગમાં ભાળો ફૂટી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat news) બેંકમાં નોકરી (bank job) માટે લેવામાં આવતી આઈબીપીએસની પરીક્ષામાં (IBPS exam) ડમી વિદ્યાથીની (Dami students) મદદથી ઉતીણ કરી કોલકાત્તા (Kolkata) સ્થિત યુકો બેંકની (UCO Bank) હેડ ઓફિસમાંથી એપોઇન્ટમેન્ટ લેટર (Appointment letter from head office) લઇ અડાજણ સ્થિત ઝોનલ ઓફિસમાં હાજર થવા આવનાર રાજસ્થાની યુવાનનો (Rajsthan boy trainning) ટ્રેનિંગમાં જ ભાંડો ફૂટી ગયો હતો. જેને પગલે યુવાન અને તેના હમવતની સહિત ત્રણ વિરૂધ્ધ અડાજણ પોલીસમાં (Adalaj police) ઠગાઈની ફરિયાદ (fraud complaint) નોંધાય હતી. જેમાં પોલીસે એકની ધરપકડ કરી (Accused arrested) પૂછપરછ હાથ ધરી છે. સાથે જ અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં એક યુવકે બેંકની પરીક્ષામાં પોતાનાં મિત્રને બેસાડીને પરીક્ષા તો પાસ કરી પરંતુ બેંકનો ટ્રેનિંગમાં ભાળો ફૂટી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અડાજણ સ્ટાર બજાર નજીક રિધ્ધી સિધ્ધી શોપર્સમાં આવેલી યુકો બેંકની ઝોનલ ઓફિસના સિનિયર મેનેજર આશિષ અનિલકુમાર નાથએ રૂકમેસ મીના અને મનોજકુમાર રામસહાય મીના સહિત ત્રણ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

તા.26 જુલાઇએ મનોજ કલકત્તા સ્થિત યુકો બેંકની હેડ ઓફિસ દ્વારા આપવામાં આવેલો એપોઇન્ટમેન્ટ લેટર લઇ અડાજણ સ્થિત બેંકની ઝોનલ ઓફિસમાં હાજર થયો હતો. તે દરમિયાન મનોજે આઇબીપીએસ (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેકિંગ પસીનલ સિલેક્શન) દ્વારા લેવામાં આવતી બેકીંગ પરીક્ષાના પ્રમાણપત્રો રજૂ કર્યા હતા.

આ પણ વાંચોઃ-Surat: રાંદેરમાં ઇંડાની લારીવાળાથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ, ધારી ધીરને જોતો, જાહેર શૌચાલયમાં પણ પાછળ ઘુસી જતો

તેને સચિન સ્થિત બ્રાંચમાં ટ્રેનિંગ માટે ફરજ સોંપવામાં આવી હતી. ટ્રેનિંગ અમદાવાદ સ્થિત યુકો ભવન દ્વારા આપવામાં આવી રહી હતી ત્યારે ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સીપલને શંકાસ્પદ વર્તુણક જણાતા તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

જેમાં પોતે આઇબીપીએસની પરીક્ષા ઉતીણ કરી શકે એમ નહીં હોવાથી તેના મિત્ર મિત્ર રૂકમેસ મીનાને જાણ કરી હતી. રૂકમેસે ઓક્ટોબર 2, 200માં લેવાયેલી આઇબીપીએસની પરીક્ષામાં મનોજકુમાર મીનાની જગ્યા પર ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા ઉતીણ કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મનોજની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: August 21, 2021, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading