સુરત : ગોવિંદ ધોળકિયાને લીવર ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું 'નવજીવન,' કિરણને 1 કરોડ, સ્ટાફ વચ્ચે 30 લાખ આપ્યા- Video

News18 Gujarati
Updated: October 11, 2021, 7:47 PM IST
સુરત : ગોવિંદ ધોળકિયાને લીવર ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું 'નવજીવન,' કિરણને 1 કરોડ, સ્ટાફ વચ્ચે 30 લાખ આપ્યા- Video
દાનવીર ગોવિંદભાઈ ધોળકિયાને લીવર ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન બાદ રજા આપવામાં આવી

govind Dholakia Liver Transplant: રામમંદિર માટે 11 કરોડ દાન કરનારા સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું, હૉસ્પિટલના 1500 કર્મચારીને 2,000 રૂપિયા રાજીખુશીથી આપ્યા, ટ્રસ્ટી તરીકે 1 કરોડનું દાન

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના દાનવીર ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને લીવર ટ્રાન્સપ્લાન્ટ (govind Dholakia Liver Transplant) બાદ 'નવજીવન' મળ્યું છે. 72 વર્ષના ઉદ્યોગપતિ જેણે રામ મંદિર માટે તાજેતરમાં જ 11 કરોડનુ (Govind Dholakia Donated 11 Crores for Ram Mandir Nidhi) દાન આપ્યું છે તેમનું લીવર સુરતની જ કિરણ હૉસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થયું છે. સુરતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો આ પ્રથમ કેસ હતો. સુરત શહેરની કિરણ હૉસ્પિટલમાં જ તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો. રવિ મોહન્કાએ આ ઓપરેશન કર્યું હતું. લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ ગોવિંદ ભાઈ ધોળકિયાએ હૉસ્પિટલના પ્રમુખ (Govind Dholakia Donated 1 Crore To Kiran 30 Lakhs To Staff) તરીકે એક કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું છે જ્યારે તમામ 1500 કર્મચારીઓ વચ્ચે 30 લાખ રૂપિયા આપ્યા છે.

આ અંગે હૉસ્પિટલના ટ્રસ્ટી મથુરભાઈ સવાણીએ જણાવ્યું કે અમારી કિરણ હૉસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો વિભાગ શરૂ થયો. ગોવિંદ ભાઈ પોતે પ્રમુખ છે અને પહેલું જ લીવર એમનું ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે તેમના પરિવારે ખૂબ ખુશી વ્યક્ત કરી. એક દાતા અને સારા નાગરિકને એમનું યોગદાન છે એ જ સંસ્થામાં આ કાર્યનો લાભ મળ્યો તેની ખુશીમાં તેમના પરિવારે હૉસ્પિટલના તમામ 1500 કર્મચારીને 2 લાખ રૂપિયા એટલે 30 લાખ રૂપિયા ભેટમાં આપ્યા છે. હૉસ્પિટલના પ્રમુખ તરીકે નવા ડેવલપમેન્ટ માટે ગોવિંદ ભાઈએ એક કરોડ રૂપિયા આપ્યા છે. અમારા માટે સમગ્ર ગુજરાત માટે આ ખૂબ ખુશીની વાત છે.'

આ પણ વાંચો :  વલસાડની યોગ શિક્ષિકાએ મરતા મરતા 5 વ્યક્તિને આપ્યું નવજીવન, લીવરનું સુરતમાં પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ

ગોવિંદભાઈ ધોળકિયાનું લીવર વર્ષ 2018થી ખરાબ થયું હોવાનું સામે આવ્યું હતું. અગાઉ હર્ણિયાના ઓપરેશન વખતે લૂવર ખરાબ હોવાનું નિદાન થયું હતું. જો કે, બે મહિના પહેલા તેમને કમળો થયો ત્યારથી લીવર વધુ બગડ્યું હતું. જેથી લીવરને ટ્રાન્સપાલન્ટ કરાવવું જ ઉચિત હોવાનું તબીબોએ કહ્યું હતું. આ માટે તેમના શરીરને અનુકૂળ અને મેચ થાય તેવા લિવરની ટ્રાન્સપ્લાન્ટ માટે શોધ ચાલી રહી હતી.વલસાડની શિક્ષિકાએ જતાં-જતાં ધોળકિયાને જીવનદાન આપ્યું.

હૉસ્ટિલમાંથી પોતાના પગે ચાલીને પરત ગયા ધોળકિયા, લોકોએ તાલીઓ પાડી કર્યુ અભિવાદન


બ્રેઇન ડેડ યોગ શિક્ષિકાનું લીવર મળ્યુંવલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાને ગત 30 સપ્ટેમ્બરે ધરમપુર ચોકડી પાસે અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. બે દિવસ પહેલાં તેમને બ્રેઈનડેડ જાહેર કરાતાં પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આમાંથી લિવર ગોવિંદભાઈ ધોળકિયાને આપવાનું નક્કી કરાતા સુરતમાં તેના માટે સર્જરી કરાઈ હતી.ગોવિદં ધોળકિયાને આજે રજા આપવામાં આવતા તેમણે કહ્યું કે હું આજે ખૂબ ખુશ છે. કિરણમાં વર્લ્ડ લેવલની તમામ સુવિધાઓ છે. ડૉક્ટર મિત્રોથી લઈને સમગ્ર સ્ટાફને ધન્યવાદ આપુ છું. સુરત શહેર ગુજરાતને આ સુવિધા મળી તેનો હું સુખદ અનુભવ કરી રહ્યો છું

પરિચય મહોતાજ નથી ધોળકિયા, રામ મંદિર નિધિમાં આપ્યા છે 11 કરોડ

ગોવિંદભાઈ ધોળકિયા આમ તો સુરતમાં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સ નામની ડાયમંડ કંપની ધરાવે છે. દેશ-વિદેશમાં તેમનો હીરાનો વેપાર ફેલાયેલો છે. પરંતુ તેઓ પોતાના સખાવતી કાર્યોથી વધુ જાણીતા છે. તાજેતરમાં જ રામમંદિર નિર્માણ માટે જે નિધિ બનાવવામાં આવી તેના તેઓ ગુજરાતના અધ્યક્ષ છે. હાલમાં જ રામમંદિર નિર્માણ નિધિમાં ગોવિંદભાઈ ધોળકિયાએ રુ. 11 કરોડનું દાન કર્યું હતું. ગત શનિવારે ઓપરેશન કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલમાં સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમનું લિવર હજુ બે ત્રણ વર્ષ હજુ ચાલે તેમ હતું. જો કે તબીબોએ કહ્યું કે, હાલ 72 વર્ષની ઉંમર છે અને બાદમાં ઓપરેશન કરવું તેના કરતાં હાલ લિવર સારૂં મળી રહ્યું છે તો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય.
Published by: Jay Mishra
First published: October 11, 2021, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading