સુરત : પ્રેમિકાની જરૂરિયાત સંતોષવા ચોરીના રવાડે ચઢ્યો, ટેટૂએ ફોડ્યો 'હીરા ચોર'નો ભાંડો


Updated: June 2, 2021, 1:53 PM IST
સુરત : પ્રેમિકાની જરૂરિયાત સંતોષવા ચોરીના રવાડે ચઢ્યો, ટેટૂએ ફોડ્યો 'હીરા ચોર'નો ભાંડો
વિરલે વરાછાના હીરા પન્ના કૉમ્પલેક્ષમાંથી ચોરી કરી હતી.

પ્રેમીકાના મોજશોખ પુરા કરવા વરાછામાં હીરા ચોરી કર્યાની કબુલાત, આરોપી અગાઉ કિશોરીના અપહરણમાં પોલીસનાં હાથે ઝડપાઈ ચુક્યો છે

  • Share this:
વરાછા (Varachha) હિરાપન્ના કોમ્પ્લેક્ષમાં (Hira Panna Complex) આવેલ રૂષીક સરીન ઍન્ડ ફોર્પી નામના હીરાના કારખાનાને (Diamond Company) રવિવાર ભર બપોરે પુર્વ કારીગરે નિશાન બનાવી કારખાનાનું તાળુ તોડી અલગ અલગ વેપારીના કુલ રૂપિયા 7.69 લાખના મતાના 58.02 કેરેટના હીરા ચોરી (Diamond Theft) ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે હીરા વેપારીની ફરિયાદ લઈ કારીગરને (Diamond Worker) ઝડપી પાડી તેની પાસેથી ચોરીના તમામ હીરાનો મુદ્દા કબજે કર્યો હતો. પ્રેમિકાની (Lover) જરૂરિયાત તથા શોખ પુરા કરવા માટે ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ ઉપરાંત આ આરોપી અગાઉ કિશોરીના અપહરણમાં (Kidnapping) પોલીસનાં હાથે ઝડપાઈ ચુક્યો છે.

સરથાણા જકાતનાકા કોમ્યુનીટી હોલની સામે રૂષીકેશ ઍપાર્ટમેન્ટ ઍફ-1, ફ્લેટ નં-1202માં રહેતા નિશાંત કાંતીભાઈ લાઠીયા વરાછા હિરાપન્ના કોમ્પ્લેક્ષમાં ઓફિસ નં-૧૧૦માં રૂષીક સરીન ઍન્ડ ફોર્પી નામે હીરાનું કારખાનું ધરાવે છે. નિશાંતના કારાખાનામાં ગત તા 30મી મે ના રવિવારના રોજ બપોરના ચાર વાગ્યે કોઈ અજાણ્યો કારખાનામાં ત્રાટક્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : જુહાપુરાનો કુખ્યાત નઝીર વોરા ઝડપાયો, કેમ લેવું પડ્યું સાસુમાનું શરણ?

ભર બપોરના સુમારે ત્રાટકેલા અજાણ્યાઍ કારખાનાના તાળા તોડી અંદર ઘુસી અલગ અલગ વેપારીઓના કુલ રૂપિયા 7,69,800ના મતાના 58.02 કેરેટના હીરા ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે નિશાંત લાઠીયાને જાણ થતા તેઓ કારખાને દોડી આવ્યા હતા.અને પોલીસને જાણ કરી હતી. નિશાંત લા્ઠીયાઍ ચોરી પાછળ હીરલ જયસુખ સિરોયા (રહે,. માત્રુશક્તિ સોસાયટી વાળી શેરીની બાજુમાં કાપોદ્રા) સામે શંકા વ્યકત કરી છે.

આ પણ વાંચો : સુરત : જાહેરમાં દારૂની રેલમછેલનો Live Video, ચાર પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ વેચાણ

આ પણ વાંચો : સુરત : નજીવી બાબતમાં હથિયારો સાથે ઘીગાંણું, મારામારીનો Live Video થયો વાયરલબનાવ અંગે પોલીસે નિશાંત લાઠીયાની ફરિયાદ લઈ શંકાને આધારે હિરલ  જયસુખ સિરોયાની ઝડપી પાડી તેની પાસેથી ચોરીના તમામ હીરાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કિશોરીના અપહરણના ગુનામાં એક આરોપીને પકડ્યો હતો. પોલીસને બીજા દિવસે ખબર પડી કિશોરીનું અપહરણ કરનાર યુવકે જ હીરા ચોરી કર્યા છે.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ

આ પણ વાંચો : સુરત : રૂંવાડા ઊભા કરી નાખતો હત્યાકાંડ, યુવકનું ગળું કાપી માથું ધડથી નોખું કરી નાખ્યું હતું

પોલીસે જણાવ્યા અનુસાર, વરાછા પોલીસે 30મેના રોજ રાત્રે માતૃશક્તિ સોસાયટી પાસેથી હિરલ શિરોયા નામના યુવકને પકડ્યો હતો. હિરલ વિરુદ્ધ વરાછા પોલીસમાં 50 દિવસ પહેલા 16 વર્ષીય કિશોરીનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરવાનો ગુનો નોંધાયો હતો.

હીરા કારખાનેદારે કહ્યું હતું કે, મને શંકા છે કે ચોરી કરનાર મારે ત્યાં બે મહિના પહેલા નોકરી કરનાર હિરલ શિરોયા હોઈ શકે છે. દોઢેક મહિના પહેલા હિરલની તપાસ માટે પોલીસ મારા ખાતા પર આવતી હતી. પોલીસને શંકા જતા અપહરણ કેસમાં લાવેલા હિરલની હીરાની ચોરી વિશે પુછપરછ શરૂ કરતા તેણે હીરા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે હિરલ પાસેથી ચોરીના હીરા કબજે કર્યા છે. હિરલે જણાવ્યું હતું કે, હાલ તેની પાસે કોઈ કામ નથી. પોતાની અને પ્રેમિકાની જરૂરિયાત તથા શોખ પુરા કરવા માટે ચોરી કરી હતી.
Published by: Jay Mishra
First published: June 2, 2021, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading