સુરત : અમરોલીમાં ડોકટરને અંગતપળોનો Video Viral કરવાની ધમકી, 3 શખ્સોએ માંગી 10 લાખની ખંડણી


Updated: July 24, 2021, 5:31 PM IST
સુરત : અમરોલીમાં ડોકટરને અંગતપળોનો Video Viral કરવાની ધમકી, 3 શખ્સોએ માંગી 10 લાખની ખંડણી
પ્રતિકાત્મક તસવીર

Surat Viral Video : હીરાબાગ વિઠ્ઠલનગરમાં રહેતા ડોકટર અમરોલી વિસ્તારમાં હોસ્પિટલ ધરાવે છે. ડોક્ટરે ગતરોજ અમરોલી પોલીસ મથકમાં હર્ષ વઘાસીયા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી

  • Share this:
સુરત (Surat) શહેર નાં અમરોલી (Amroli) વિસ્તારમાં રહેતા ડોટકરનો (Doctor) અંગતપળોનો (Intimate Video) વિડીયો વાયરલ  (Viral)કરી દેવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી (Extortion) કરનાર ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે. જેમાં જણાવ્યું હતું કે આરોપીઓએ એકબીજાની મદદથી ડોકટરના અંગતપળોના વિડીયો યેનકેન પ્રકારે મેળવી લઈ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરી બિભત્સ ગાળો આપી હતી.પોલીસે પોલીસે ડોકટરની ફરિયાદ લઈ ત્રણેય આરોપી્ઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા તબીબને ત્રણ ઈસમોએ બ્લેકમેઇલ કરવાની કોશિશ કરતા તબીબે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્રણેય ઈસમોએ તબીબનેતેની અંગતપળોનોવિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. જે પ્રકારે ડોક્ટરને ધમકી અપાઈ હતી. તેને લઈને તબીબ ચોંકી ઉઠ્યા હતા. અને તબીબે આ મામલે અમરોલી પોલીસ મથકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Raj Kundra કેસનો રેલો સુરત પહોંચ્યો! વેબ સીરિઝના નામે બની હતી પોર્ન ફિલ્મો

હીરાબાગ વિઠ્ઠલનગરમાં રહેતા ડોકટર અમરોલી વિસ્તારમાં હોસ્પિટલ ધરાવે છે. ડોક્ટરે ગતરોજ અમરોલી પોલીસ મથકમાં હર્ષ વઘાસીયા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે આરોપીઓએ એકબીજાની મદદથી ડોકટરના અંગતપળોના વિડીયો યેનકેન પ્રકારે મેળવી લીધો હતો. અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરી બિભત્સ ગાળો આપી હતી.જેથી ડોકટરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ડોકટરની ફરિયાદ લઈ ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : રાજુલા : કાળમુખા ટ્રકની ટક્કરે એક જ પરિવારનાં ત્રણ સભ્યોનો જીવ ગયો, માતાપિતા-પુત્રનું મોત

તબીબે પોલીસને જણાવ્યું હતું કે આરોપીઓએ બનાવેલો વિડીયો ફેક છે. જોકે હવે આરોપીની ધરપકડ બાદ જ વિડીયો ફેંક છે કે ઓરિજનલ હકીક્ત સામે આવશે. હાલ તો અમરોલીમાં ફરજ બજાવતા પીએસઆઇ એચ.વી.ચૌધરી એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: July 24, 2021, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading