સુરત : પારસી પંચાયતને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયામાં Viral કરેલી પોસ્ટ યુવકને ભારે પડી


Updated: May 1, 2021, 4:27 PM IST
સુરત :  પારસી પંચાયતને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયામાં Viral કરેલી પોસ્ટ યુવકને ભારે પડી
પોલીસે ઝડપી પાડેલો વ્યક્તિ

યુવકે હાઇકોર્ટના ન્યાયધીશનો ખોટો લેટર બનાવ્યો અને પછી એવું કામ કર્યુ કે પહોંચી ગયો હવાલાતમાં, ચેતવણીરૂપ કિસ્સો

  • Share this:
સુરતમાં પારસીઓએ સદીઓથી આવતી અંતિમ સંસ્કારની વિધિમાં પરિવર્તન કરવું પડ્યું છે. કોરોના વાયરસની મહામારીના કારણે કોરોના સંક્રમિત વ્યક્તિના મૃતદેહને પારસી વિધિ મુજબ હવે અંતિમ સંસ્કાર કરી શકાતા નથી. પારસી પંચાયતની જગ્યામાં પરંપરા મુજબ મૃતકના અંતિમ દેહને મૂકવામાં આવે છે જ્યાં તેનો દેહ વિલય થતો જાય છે. જોકે, હવે કોરોના સંક્રમણના કારણે પારસીઓ જે સંક્રમણ થઈને મૃત્યુ પામે છે તે અન્ય રીતે અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. જોકે, આ સ્થિતિમાં પારસી પંચાયતને બદનામ કરવી એક પારસી યુવકને જ ભારે પડી ગઈ છે.

ચોક્કસ કોમને બદનામ કરવા માટે કરાયેલ પોસ્ટ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. જેથી પોલીસે સમગ્ર મામલે પોસ્ટ વાયરલ કરનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઇસમે નામદાર ગુજરાત હાઇકોર્ટના નામનો બોગસ લેટર બનાવી તેમાં સ્ટીસ.જે.દેસાઇ સાહેબની બનાવટી સહી કરી બનાવટી રાઉન્ડ સીલ મારી સુરત પારસી પંચાયત ઓફીસમાં ટપાલ મોકલી હતી અને વોટ્સએપમાં વાયરલ કરી હતી.

આ પણ વાંચો : સુરત : ડિવોર્સી યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ, યુવકે નોકરીની લાલચે ઓફિસ બોલાવી ઈજ્જત લૂંટી

સાયબર ક્રાઇમ અંગે ફીરીયાદી રોહિન્ટન બેનમજી મહેતાએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા દ્વારા તેમની પારસી પંચાતયત કોમને બદનામ કરવા માટે કારસ્તાન કરવામાં આવ્યું હતું.સોશ્યલ મીડિયા ઉપર કારસ્તાની વ્યક્તિએ એક પોસ્ટ કરી હતી અને પારસી પંચાયત  કોમના જાલી લેટર પેડ નો પણ ઉપાયોગ કરવામાં આવ્યો હતો.

જેની ઉપર ડુપ્લીકેટ સિક્કાઓ અને સહી પણ કરવામાં આવી હતી.રોહિન્ટન બેનમજી મહેતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદના અનુસંધાનમાં  સાયબર ક્રાઇમ પોલીસે માહિતી આપતા કહ્યું હતું કે અમે અજાણ્યા વ્યક્તિ સામે સાયબર ક્રાઇમ એક્ટ મુજબનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.અને આવું દહેશત ભર્યું કૃતય કરરનારા વિરુદ્ધ યૉગ્ય પગલાંઓ પણ લેવાશે.અહીં સોશ્યલ મીડિયાના છૂટછાટ પૂર્વક થઈ રહેલ ઉપયોગ ઉપર પણ સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો : જૂનાગઢ : ભરડાવાવ હત્યા કેસ, રાજુની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ રાણો ડરના માર્યો ગટરમાં છૂપાઈ ગયો હતોજયારે કોઈ તેના મનસૂબા અને વેર લેવા માટે ચોક્કસ લોકોને બદનામ કરી દહેશત ફેલાવતા હોઈ છે.આ પ્રકાર કિસ્સાઓ સુરત જેવા શહેરમાં અનેક વખતે પ્રકાશમાં આવતા હોઈ છે.જોકે હાલમાં પારસી કોમને બદનામ કરતા આ કિસ્સામાં સાયબર એક્ટ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ મામલે એસીપી ગોહિલે જણાવ્યુ કે આ ઇસમે નામદાર ગુજરાત હાઇકોર્ટના નામનો બોગસ લેટર બનાવી તેમાં સ્ટીસ એ.જે.દેસાઇ સાહેબની બનાવટી સહી કરી બનાવટી રાઉન્ડ સીલ મારી સુરત પારસી પંચાયત ઓફીસમાં ટપાલ મોકલી હતી અને વોટ્સએપમાં વાયરલ કરી હતી. પોલીસને આરોપી પાસેથી નામદાર ગુજરાત હાઇકોર્ટનો બોગસ સીલ મળી આવ્યા હતા જેને પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  ભરૂચ : વેલફેર હૉસ્પિટલનું ICU જ બન્યુ 'સ્મશાન,' દર્દી અને સ્ટાફ સહિત 16નાં મોત

આ વ્યક્તિનાં પિતાનું અવસાન થતા તેને અગ્નિદાહ આપી અને અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા જેથી તેણે આ સ્થિતિમાં અંતિમ વિધિની પ્રથા અંગે પારસીઓને ખોટી માહિતી મળે તેવું કૃત્ય કરતી આ પોસ્ટ મૂકી હતી.
Published by: Jay Mishra
First published: May 1, 2021, 4:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading