સુરતઃ પોલીસે બે ઠગબાજોને દબોચ્યા, વ્યાજ વગરની લોનની લાલચ આપી વેપારીને રૂ.32 લાખમાં નવડાવ્યો હતો


Updated: February 25, 2021, 4:08 PM IST
સુરતઃ પોલીસે બે ઠગબાજોને દબોચ્યા, વ્યાજ વગરની લોનની લાલચ આપી વેપારીને રૂ.32 લાખમાં નવડાવ્યો હતો
પકડાયેલા આરોપીઓની તસવીર

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ બે ઈસમો દ્વારા તેમને ગુરુકુલ જ્યોતીષ સંસ્થામાંથી વગર વ્યાજે રૂપિયા 50 હજાર લોન આપવાનું કહીને સુરતના વેપારીને પહેલા વિશ્વાસમાં લઇને તેમની સાતે મિત્રતા કરી હતી.

  • Share this:
સુરતઃ કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા કદી ભુખ નથી માર્ટા ત્યારે રૂપિયા 50 લાખની વગર વ્યાજની લોન (Interest free loan) આપવાનું કહીને સુરતના એક યુવાનના વિવિધ ચાર્જના નામે રૂપિયા 32 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જોકે આ યુવાને આ મામલે સુરતના (surat cyber crime) સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આ ગુનામાં છેતરપિંડી કરતા બે ઈસમોને બિહારથી ઝડપી લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમમાંથી સતત છેતરપિંડી (fraud) કરવામાં આવે છે. અને દરરોજ કોઈને કોઈ વ્યક્તિ આવા ઘટનાઓમાં ભાગ બનતા હોય છે ત્યારે સુરત ખાતે આવી એક ગતના પોલીસ મથકે નોંધાઈ હતી. સુરતના એક યુવા વેપારીને પોતાના વેપાર માટે લોન જોઈતી હતી.

ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ બે ઈસમો દ્વારા તેમને ગુરુકુલ જ્યોતીષ સંસ્થામાંથી વગર વ્યાજે રૂપિયા 50 હજાર લોન આપવાનું કહીને સુરતના વેપારીને પહેલા વિશ્વાસમાં લઇને તેમની સાતે મિત્રતા કરી હતી.

જોકે આ લોન માટે તેમને અલગ લાગે ચાર્જ ભરવા પડશે કહીને આ ઠગ ઈસમો દ્વારા સુરતના વેપારી પાસે 32 લાખ રૂપિયા ગુરૂકુલ જ્યોતીષ સંસ્થાના ઇન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટ નં .201002796216 (IFSC - INDB0000817 )માં ટ્રાન્સફર કરેલ હોવા છતાં સુરતના વેપારી લોન મંજૂર ન કરાવી  ન હતી જેથી સુરતના વેપારીને અંદાજ આવી ગયો હતો કે તેની સાથે આ ઈસમો દ્વારા  વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી છે.

જેને લઈને આ વેપારી દ્વારા આ મામલે સુરત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ફર્દય મળતાની સાથે સુરત પોલીસે સાઇબર ક્રાઇમ પોલીસની મદદથી આ ગુનામાં સાનોવાયેલા મુળ ગામ - બેલહારી થાના - સીકરૌલા જી.બક્સર  બિહાર અને હાલમાં ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદના ચીરંજીવ વિહાર, રેનું ત્યાગીના મકાનમાં ભાડેથી, સેક્ટર -10 રહેતા અને કોલ સેન્ટર ચાલવતા શ્રીરામ બિહારી રાય અને તેની સાથે ગામ કરી કલા થાના - બસંતપુર જી.સીવાન  બિહાર  અને હાલમાં ઉત્તરપ્રદેશના ગાજીયાબાદના પ્લોટને 582 , એફ બ્લોક, વૈશાલી , સેકટર -13 અને કોલ સેન્ટરમાં કામ કરતો પ્રદિપકુમાર શ્રીરામે સીંગને પોલીસે શોધી કાઢી પોલીસ ઉત્તર પ્રેદેશ જેણે આ બંનેવ ઠગોની ધરપકડ કરી સુરત લઇ આવી હતી.

તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ સાહરુ કરી છે. જોકે પકડાયેલા આ બંનેવ આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે આકજ પ્રકારે ઠગાઈ કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: February 25, 2021, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading