સાડીના બાકી રહેલ 32.16 લાખ રૂપિયા વસૂલવા માટે કોલકાતા ગયો ત્યારે તેને તેની બાકી ચૂકવણી મળી ન હતી, અને નાણાની ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
સુરતઃ શહેરના કોહીનુર માર્કેટના (Kohinoor Market) વેપારીએ કોલકાતાનાં (kolkatta) વેપારીને 65.49 લાખ સાડી મોકલી હતી અને જ્યારે તે બાકી રહેલ 32.16 લાખ રૂપિયા વસૂલવા માટે કોલકાતા ગયો ત્યારે તેને તેની બાકી ચૂકવણી મળી ન હતી, અને નાણાની ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ સમગ્ર મામલે (surat) સુરતના કાપડ વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એવું કહેવામાં આવે છે કે કાપડના વ્યવસાયમાં બધે નફો નથી થતો, મોકલેલા માલની ચુકવણી એક જગ્યાએ અટકી જાય છે અને નફો નુકસાન થાય છે. કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી આયુષ ટેક્સ ટ્રેડ પ્રા.લિ. આવું જ આયુષના માલિક સંતોષ માખરીયા સાથે થયું હતું.
સુરતના સીટીલાઈટ રોડ સ્ટેટ બેન્ક પાસે શીતલ એપાર્ટમેન્ટ 6001માં રહેતા 31 વર્ષીય આયુષભાઈ સંતોષભાઈ મખારીયા રીંગરોડ કોહીનુર માર્કેટમાં આયુષ ટેક્ષ ટ્રેડ પ્રા. લી.ના નામે સાડીનો વેપાર કરે છે. વર્ષ 2019 માં કોલકત્તાના બડા બાઝાર ખાતે સ્વાસ્તિક ક્રિએશનના નામે સાડીનો વેપાર કરતા અશોકકુમાર શ્યામ સુખા તેમની ઓફિસે આવ્યા હતા.
સમયસર પેમેન્ટની વાત કરતા આયુષભાઈએ તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો. આયુષભાઈએ 4 ઑગષ્ટથી 1 ડિસેમ્બર 2019 દરમિયાન તેમને રૂ.65,48,851 ની કિંમતની સાડી જુદાજુદા ટ્રાન્સપોર્ટ મારફતે મોકલી હતી. અશોકકુમારે પેમેન્ટ પેટે રૂ.15 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ રિટર્ન થયો હતો.
બાદમાં તેમણે રૂ.32,16,971નો માલ પરત મોકલી રૂ.2,62,995 નું પેમેન્ટ ચેકથી કરી રૂ.30,68,885નું પેમેન્ટ બાકી રાખ્યું હતું. બાકી પેમેન્ટ માટે તે વાયદા કરતા હોય આયુષભાઈ મિત્ર અમિત સાથે ઉઘરાણી માટે કોલકત્તા ગયા ત્યારે અશોકકુમારે ધાક ધમકી આપી હતી.
આ અંગે છેવટે આયુષભાઈએ અશોકકુમાર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે કલકત્તાના વેપારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.