સુરત: મિત્રોની સામે જ હત્યારાએ આડેધડ ઘા મારી કરી યુવકની હત્યા, આરોપીઓ જાતે જ પોલીસ સામે થયા હાજર


Updated: January 16, 2022, 7:27 AM IST
સુરત: મિત્રોની સામે જ હત્યારાએ આડેધડ ઘા મારી કરી યુવકની હત્યા, આરોપીઓ જાતે જ પોલીસ સામે થયા હાજર
મૃતકની ફાઇલ તસવીર

Surat Crime: હત્યા બાદ આરોપી પોલીસ મથકમાં હાજર થઇ ગયા હતા. જેના આધારે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

  • Share this:
સુરત: શહેરમાં (Surat Crime) ઉતરાયણની સાંજે યુવકની જાહેરમાં હત્યા (murder) થતા ચકચાર મચી જવા પામી હતી.  અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં મધ્યસ્થી કરનાર આ યુવકની તેના મિત્રો (friend) સામે જ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યા બાદ આરોપી પોલીસ મથકમાં હાજર થઇ ગયા હતા. જેના આધારે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
સુરતમાં ઉતરાયણનાં તહેવારની ઉજવણી વચ્ચે હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. શહેરનાં પાંડેસરામાં યુવકની ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. વિજય સિનેમા નજીક 6-7 હુમલાખોરોએ યુવકને જાહેરમાં 20થી વધુ ઘા મારી પતાવી દીધો હતો. આ યુવકનું નામ મોનું હતું. 5 મહિના પહેલાં મોનુ મિત્ર આકાશ સાથેના ઝઘડામાં મધ્યસ્થી થયો હતો. જેથી તેની હત્યા કરાઈ હોવાનો આરોપ પિતા બ્રિજપાલ સિંગએ લગાવ્યો છે.

મોનુ તેના મિત્ર રાજા અને નિલેશ સાથે ફરવા નીકળ્યો હતો. આ બંને મિત્રોની સામે જ તેની હત્યા કરાઈ હતી. મૃતક મોનુના પિતાએ જણાવ્યું હતું કે. અગાઉ હુમલાખોરોએ આકાશ નામના યુવકને માર મારી મોપેડ સળગાવી દીધું હતું. મોનુની હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. મોનુ મિલમાં ઓપરેટર હતો. ત્રણ ભાઈ-બહેનમાં મોટો હતો.

આ પણ વાંચો - surat news: સરથાણા કપલ બોક્ષમાં રત્નકલાકારે સગીરા પર રેપ મામલે ચોંકાવનારો ખુલાસો, એક નહી બે વખત કરાયો હતો દુષ્કર્મ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હત્યારો બૂટલેગર છે, પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોટી વગ ધરાવે છે. હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. એક તરફ યુવકના લગ્નની વાત ચાલી રહી હતી અને બીજી તરફ યુવકની હત્યા થતા ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો - સુરત: કપલ બોક્સમાં વધુ એક દુષ્કર્મની ઘટના, સગીરાને વાતોમાં ફસાવી લઇ ગયો હતો કાફેજોકે, જુવાનજોથ દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે. સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેની સાથે સાથે ગુનાખોરી પણ વધી રહી છે. જેના પગલે પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે.

શહેરમાં થોડા દિવસ પહેલા પણ ખુની ખેલી ખેલાયો હતો. રાંદેર વિસ્તારમાં રહેતા અને કેબલ વ્યવસાય સાથે જોડાયેલા બનેવીને પોતાની સગી સાળીએ પ્રેમ લગ્ન બાદ મનદુઃખ થયું હતું જેને કારણે સાળી પોતાના પ્રેમીને કહીને કુહાડી વડે જીવલેણ હુમલો કરાવ્યો હતો.જોકે, હુમલામાં બનેવીનો આબાદ બચાવ થયો હતો પણ હુમલાને લઇ જવાય શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભૂતકાળમાં પણ પાંચ વખત હુમલાઓ કર્યા હોવાની વિગતો સામે આવી જોકે, કુહાડી થયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ (cctv video) તથા પોલીસ હવે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: January 16, 2022, 7:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading