સુરતમાં એક દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ, યુવક તરફડિયા મારતો હોય તેવો Video આવ્યો સામે


Updated: April 30, 2021, 3:04 PM IST
સુરતમાં એક દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ, યુવક તરફડિયા મારતો હોય તેવો Video આવ્યો સામે
આગનો વીડિયો સામે આવ્યો.

દુકાનમાં રેડિયમ કટિંગ મશીનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રેડિયમ કટિંગનું કામ કરનાર વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી.

  • Share this:
સુરત: સુરતના અડાજણ વિસ્તાર (Adajan area)માં આવેલી એક દુકાનમાં અચાનક આગ (fire) લાગી ગઈ હતી. દુકાનમાં રહેલા ગેસ સિલિન્ડર (Gas sylinder)માં બ્લાસ્ટ થતા આ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. બ્લાસ્ટ બાદ ગંભીર રીતે દાઝી ગયેલો યુવાન દુકાનમાં પડી ગયો હતો અને તરફડિયા મારતો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો (Live video) સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં આગની એક ગંભીર ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં આવેલા ધોબીના ખાંચામાં આવેલી મીત આર્ટ નામની દુકાનમાં એકાએક બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક યુવકને ગંભીર ઈજા થઈ હતી.

આ પણ વાંચો: આસામ: ભૂકંપના ઝટકાઓ વચ્ચે એક મહિલાએ ખાનગી હૉસ્પિટલમાં ચાર બાળકને જન્મ આપ્યો!

દુકાનમાં રેડિયમ કટિંગ મશીનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રેડિયમ કટિંગનું કામ કરનાર વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. બ્લાસ્ટનો ધડાકાભેર અવાજ આવતાની સાથે જ આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. રેડિયમ કટિંગની દુકાનમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.

આ પણ વાંચો: રાજકોટ: સિવિલમાં દાખલ વૃદ્ધા સાથે દુષ્કર્મ, પરિવારને ઝડપથી આવવાનું કહેતા હોય એવો ઓડિયો વાયરલ

દુકાનમાં ઈજાગ્રસ્ત યુવક કોણ છે તે અંગે કોઈ વધુ માહિતી મળી નથી. પરંતુ ધડાકાભેર બ્લાસ્ટ થતાની સાથે જ દોડધામ મચી ગઇ હતી. ફાયરના જવાનોએ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડ્યો હતો. આ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો: સુરત: રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર કેસમાં ઝડપાયેલા બે ડૉક્ટરને 15 દિવસ કોવિડ હૉસ્પિટલમાં સેવા આપવાની સજા


બ્લાસ્ટ બાદ ગંભીર રીતે દાઝી ગયેલો યુવક દુકાનમાં પડી ગયો હતો અને તરફડિયા મારતો હોય તેવો લાઇવ વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં આગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાંથી અનેક કિસ્સાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતો હોય છે. આ જ કારણે ઘણી વખતે લોકોનો જીવ પણ જતો રહેતો હોય છે.
Published by: Vinod Zankhaliya
First published: April 30, 2021, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading