સુરત : પતિએ પત્નીને Video Call કરી પ્રેમિકા સાથે બાંધ્યો શરીર સંબંધ, સ્ક્રિનશૉટના આધારે ફરિયાદ


Updated: March 27, 2021, 8:40 AM IST
સુરત : પતિએ પત્નીને Video Call કરી પ્રેમિકા સાથે બાંધ્યો શરીર સંબંધ, સ્ક્રિનશૉટના આધારે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અમરોલીનો અવિશ્વસનીય કિસ્સો! પત્નીએ સ્ક્રિનશૉટ પ્રૂફ માટે રાખી અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ

  • Share this:
સુરત : સુરતમાં (Surat) એક અવિશ્વસનીય ઘટના સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડાઓ સામાન્ય બાબતમાં થતા હોય છે જોકે તેમાં જ્યારે પતિ-પત્ની ઓર વોનું ફેક્ટર આવે ત્યારે પાત્રો મર્યાદા લાંધી અને ભાન ભૂલી જતા હોય છે. પત્નીથી અલગ થવા માંગતા એક પતિએ તમામ મર્યાદાઓ વટાવી નાખી હોવાનો એક વિચિત્ર કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને માનીએ તો અહીંયા એક પત્ની પાસેથી છુટાછેડા લેવા માગતા પતિએ એવી કરતૂત કરી છે કે જાણીને વિશ્વાસ નહીં થાય. એક પત્નીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના શારીરિક (Husband's Affair) સંબંધ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પત્નીનો આક્ષેપ છે કે તેના પતિએ પ્રેમિકા સાથે રહેવા માટે ઘર છોડી દીધું હતું. ઉપરાંત તેણે પત્નીને એક વીડિયો કોલ કર્યો અને તેમાં ચાલુ ફોન પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધતા દૃશ્યો દર્શાવ્યા હતા. જોકે, પત્નીએ તેનો સ્ક્રિન શૉટ લઈ લીધો હોવાનો દાવો છે અને તેના આધારે તેણે પોતાના જ પતિ વિરુદ્ધ શહેરના અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : સુરત : આણંદના માથાભારે યુવકની સરથાણામાં હત્યા, CCTV Videoમાં ખૂની ખેલના દૃશ્યો કેદ

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સતત મહિલા અત્યાચારની ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે આજે એક એવી ફરિયાદ પોલીસ સામે આવી કે પોલીસ પણ એક સમય માટે વિચારમાં પડી ગઈ. સુરતના અમરોલી વિસ્તારમાં પોતાની માતા સાથે રહેતી મહિલાએ તેના પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાના લગ્ન વર્ષ 2009 માં મનોજ નામના યુવક સાથે પ્રેમ બાદ થયા હતા.

જોકે લગ્ન જીવન દરમિયાન મનોજ થકી તેને બે પુત્રની પ્રાપ્તિ પણ થઇ હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી પતિ મનોજના અડાજણ ખાતે રહેતી ગીતા નામની એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પતિ મનોજ  તેની પ્રેમિકા ગીતાને ત્યાં રહેવા લાગ્યો હતો.
જોકે, પોતાનો લગ્ન જીવન બચવા માટે આ મહિલાએ પતિ મનોજ અને તેની પ્રેમિકા ગીતાને સસમાજવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બાબતે પતિ સાથે અનેક વખત ઝઘડો થયો હતો. જોકે પતિ મનોજ પ્રેમિકા માટે તેને કેટલીકવાર માર મારતો હતો. જેને લઈને છેલ્લા કેટલાક સમયથી આ મહિલા તેની માતાના ઘરે જતી રહી હતી.

આ પણ વાંચો : પ્રેમીના લગ્ન નક્કી થઈ જતા પ્રેમિકાએ એસિડ એટેક કર્યો, હૉસ્પિટલમાં યુવકનું કરૂણ મોત

જોકે પતિ અને તેની પ્રેમિકા એટલા બેશરમ  બન્યા હતા, કે ગતરોજ પતિ મનોજે પત્નીને વિડીયો કોલ કરી ને  પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે પત્ની તેને છુટાછેડા નહીં આપે તો ઘરે નહિ આવવાની ધમકી પણ મનોજ આપતો હતો. જેથી પત્નીએ પતિના આ શરીર સંબંધ બાંધતા હોય તે સમયના વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શોટ લઈ લીધો હતો અને તેના આધારે પતિએ એન તેની પ્રેમિકા વિરુદ્ધ આ મહિલાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ  કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by: Jay Mishra
First published: March 27, 2021, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading