સુરત : મહિલા MLAની ઑફિસ નજીક દારૂની રેલમછેલ, 'લંગડો' અને ગણ્યા કાંદાના અડ્ડા પર દરોડા


Updated: November 21, 2020, 3:21 PM IST
સુરત : મહિલા MLAની ઑફિસ નજીક દારૂની રેલમછેલ, 'લંગડો' અને ગણ્યા કાંદાના અડ્ડા પર દરોડા
સ્થાનિકોએ લીંબાયત પીઆઈને રજૂઆત કરતા પોલીસે સાથે મળી અને દરોડા પાડ્યા હતા.

સુભાષનગરમાં અમુક મકાનમાં આનંદા મરાઠે ઉર્ફ લંગડો તેમજ ગણેશ પાટીલ ઉર્ફ ગણ્યા કાંદા ઘણા સમયથી દેશી દારૂ વેચે છે.

  • Share this:
સુરત : સુરત શહેરમાં પ્રોહિબિશનના (Surat) ગુના અટાકવવાના પોલીસ અવારનવાર (Surat Police) દાવાઓ કરતી હોય છે પરંતુ શહેરમાંથી આયે દિન શરાબ મળી આવે છે. દરમિયાન પ્રજા કયારેક દારૂનાઓ અડ્ડાઓથી વિફરે તો જનતા રેડ પણ પાડી દેતી હોય છે. જોકે, આવી જ એક રેડ સુરતમાં મહિલા  (MLA Surat) ધારાસભ્યની ઑફિસની પાસે પાડવામાં આવી છે.  સુરતના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલ (Sangita Patil) ઓફિસની નજીક જ ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ રેડ પાડી હતી. અને ઘણો દારૂ લોકોએ સળગાવ્યો હતો. સુભાષનગરમાં અમુક મકાનમાં આનંદા મરાઠે ઉર્ફ લંગડો તેમજ ગણેશ પાટીલ ઉર્ફ ગણ્યા કાંદા ઘણા સમયથી દેશી દારૂ વેચે છે.

શુક્રવારે સવારે લિંબાયત પીઆઈ એચ.બી. ઝાલાને સુભાષનગરના રહીશોએ દારૂના અડ્ડાઓ બંધ કરવા રજુઆત કરી હતી. સાંજે લિંબાયત પોલીસ સુભાષનગરમાં રેડ કરવા માટે આવી હતી. ત્યારે પોલીસની સાથે સ્થાનિક આગેવાનો અને સોસાયટીના રહિશોએ સુભાષનગરમાં આનંદા અને ગણેશે જ્યાં દારૂ સંતાડી રાખ્યો હતો ત્યાં રેડ કરી હતી. દારૂની રેડમાં સેંકડો લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેને પોલીસે દારૂ લઈ ગયા બાદ આરોપીઓ આનંદા તેમજ ગણેશને પણ ઝડપી પાડ્યો હતો. જો કે પોલીસના ગયા બાદ લોકોએ ફરી આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :  PDPUનો દિક્ષાંત સમારોહ : 'હું ગુજરાત આવવા નહોતો માંગતો, પણ મોદીજી સાથેની મુલાકાતથી વિચારસરણી બદલાઈ ગઈ'

જેમાં દેશી દારૂનો ડ્રમ મળી આવ્યો હતો. તે ડ્રમ બાબતે જનતાએ પોલીસને અંધારામાં રાખીને ડ્રમને દુર લઈ જઈને એમએલએ સંગીતા પાટીલની (MLA Sangita Patil) ઓફિસે સંજયનગરના રસ્તા પર સુભાષનગરના નાકે લઈ જઈ સળગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે લિંબાયતમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડકરવામાં મહિલાઓ પણ પોલીસ સાથે જોડાઈ હતી.

લિંબાયતમાં બેફામ બુટલેગરો પોલીસને દેખાતા ન હોવાની વાતો પણ થતાં પોલીસની કામગીરી શંકાસ્પદ જણાતી હતી. અને પકડાયેલા બંને બુટલેગરો આનંદા અને ગણેશ રાજકારણમાં પણ સક્રિય છે. સુરત શહેરમાં દારૂની આ પ્રવૃત્તિ પોલીસને જાણે કે દેખાતી જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે સુરતની નજીક સંઘપ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલી આવેલું હોવાથી સરળતાથી સુરતમાં દારૂ ઘુસી જતો હોય છે. જોકે, અંગ્રેજી દારુ સાથે દેશી દારૂએ પણ શહેરમાં માજા મૂકી છે.આ પણ વાંચો :  સુરત : વ્યાજખોરો બેફામ, 3 લાખના બદલે 10 લાખ વસુલ્યા છતાં વ્યાજ માટે ધમકી, વરાછાના યુવકે કરી ફરિયાદ

આ પ્રકારે બેરોકટોક ચાલતા દેશી દારરૂના અડ્ડાઓથી વિફરેલી જનતાએ આજે હલ્લો મચાવ્યો હતો. જોકે, આ મામલે પોલીસ હવે કેવી કાર્યવાહી કરે છે તે તો સમય આવે જ જાણી શકાશે પરંતુ પોલીસે આ દિશામાં ચોક્કસથી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી જનતાની માંગ છે.
Published by: Jay Mishra
First published: November 21, 2020, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading