જૂનાગઢ : નજીવી બાબતમાં ધીંગાણું, ટોળાએ હથિયારો સાથે તોડફોડ કરી, cctv video થયો વાયરલ

News18 Gujarati
Updated: June 6, 2021, 12:02 PM IST
જૂનાગઢ : નજીવી બાબતમાં ધીંગાણું, ટોળાએ હથિયારો સાથે તોડફોડ કરી, cctv video થયો વાયરલ
સીસીટીવી વીડિયોના ફૂટેજ

જૂનાગઢના ઢાલ રોડ પર જનતા એગ્સમાં થયેલી બબાલનો વીડિયો સામે આવ્યો, બંને પક્ષે ફરિયાદ, દુકાનદારે 30થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢના (junagadh) ઢાલ રોડ (Dhal Road) પર આવેલી એક દુકાનમાં ગઈકાલે મોટી સંખ્યામાં ધસી આવેલા ટોળાએ આતંક (Rioting) મચાવ્યો હતો. નજીવી બાબતમાં થયેલી તકરારમાં ધીંગાણું સર્જાયું હતું. ઘટનાનો સીસીટીવી વીડિયો (cctv video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થતા મારામારીના દૃશ્યો સામે આવ્યા હતા. આ મામલે 30થી વધુ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગતો એવી છે કે જૂનાગઢના અતિ હાર્દ સમા એવા ઢાલ રોડ પર આવેલી જનતા એગ્સ દુકાન પર કેટલાક ઈસમોએ મારક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 જેટલા લોકોને ઈજા પહોંચી હતી જ્યારે દુકાનમાં તેમજ આસપાસના વાહનોમાં નુકસાન થયું હતું. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. જોકે, ઘટનાના સીસીટીવી સામે આવતા તેમા બે ટોળા સામસામે ઝઘડતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : કચ્છ : લુખ્ખાતત્વોની 'દાદાગીરી'નો Live Video, પોલીસ કૉન્સ્ટેબલ પર છરાથી હુમલાનો પ્રયાસ

આ પણ વાંચો : રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કર્મચારી દારૂની બોટલ સાથે દેખાયો, તસવીરો Viral

પ્રાપ્ત વિગતો મુજબ જનતા એગ્સમાં અગાઉ કામ કરતો રિયાઝ બેલીમ નામનો શખ્સ ત્યાં કામ કરતા માણસોને દુકાનની નોકરીમાંથી છૂટા થવા માટે દબાણ કરતો હતો. આ શખ્સને આવું ન કરવા માટે ફરિયાદીના પુત્ર સાહીલે જણાવ્યું હતું. જોકે આ મામલે ફરિયાદીના પુત્રની વાતથી ખફા થયેલા રિયાઝે ગાળાગાળી કરી હતી.આરોપી રિયાઝ ગેરકાયદેસર મડળી રચી અને ફરિયાદીની દુકાને હથિયારો સાથે ધસી આવ્યો હતો. રિયાઝે દુકાનમાં તોડફોડ કરી અને ભયનો માહલો ઉભો કર્યો હતો. આ ઘટનામાં 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ મામલે જૂનાગઢ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો : જૂનાગઢ : પૂર્વ મેયરના પુત્રની હત્યા BJPની નગરસેવિકાના પતિએ કરાવી, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

આ પણ વાંચો : જૂનાગઢ : 21મી સદીમાં પણ બાળલગ્નનું દૂષણ! એક નહીં બે-બે ઠેકાણે થવાનું હતું 'પાપ'

પોલીસે આ મારામારીની ઘટનામાં 30 ઈસમો સામે ફરિયાદ નોંધી છે ત્યારે ઉલ્લેખનીય છે કે સંતોની ભૂમિ જૂનાગઢમાં આવારા તત્વો બેફામ બની ગયા છે. થોડા દિવસો પહેલાં જ અહીંયા પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી હતી ત્યારે આ ઘટનામાં જાહેરમાં ધીંગાણું થતા પ્રજામાં ડરનો માહોલ છે.
Published by: Jay Mishra
First published: June 6, 2021, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading