સુરત : ગળા અને ઘૂંટણમાં તિક્ષ્ણ હથિયારો ઝીંકી યુવકની હત્યા, લોહીના ખોબચિયામાં મળ્યો મૃતદેહ


Updated: June 13, 2021, 5:41 PM IST
સુરત : ગળા અને ઘૂંટણમાં તિક્ષ્ણ હથિયારો ઝીંકી યુવકની હત્યા, લોહીના ખોબચિયામાં મળ્યો મૃતદેહ
પ્રતિકાત્મક તસવીર

કતારગામમાં યુવકની કરપીણ હત્યા, અર્જૂન પિતાને માર મારતો હોવાના કારણે પરિવારે બે મહિના પહેલા ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ખરાબ સંગતમાં મળ્યું મોત

  • Share this:
સુરત : સુરતના  (Surat Katargam) કતારગામ પોલીસ સ્ટેશનની (Police Station)  બાજુના જ કોમ્પ્લેક્ષના નેપાળી વોચમેનના (Nepali Watchman) યુવાન પુત્રની (Son) હત્યા (Murder) કરેલી લાશ (Dead Body) ગતરાત્રે નિર્મલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ રેલવે ટ્રેક પાસે ખુલ્લામાં મળી આવી હતી. યુવાન તેના પિતાને માર મારતો હોય બે મહિના અગાઉ તેને ઘરેથી કાઢી મુક્યા બાદ તે મિત્રો સાથે જ રખડપટ્ટી કરતો હતો. પોલીસે તેના મિત્રોની પૂછપરછ હાથ ધરી છે. સુરત માં સતત હત્યા ની ઘટના સામે આવી રહી છે ટાયરે વધુ એક હત્યાની ઘટના સમયે આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

પિતાને માર મારતા પુત્રને પિતાએ બે મહિના પૂર્વ ઘરમાંથી કાઢી  મૂક્યો હતો અને ગતરોજ તેની હત્યા કરાયેલ લાશ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.  મૂળ નેપાળના વતની 48 વર્ષીય સુરજ બલબહાદુર સોની ( વિશ્વકર્મા ) સુરતના કતારગામ પોલીસ સ્ટેશનની બાજુના સરદાર કોમ્લેક્ષમાં વોચમેન તરીકે નોકરી કરે છે અને ત્યાં જ વોચમેનની રૂમમાં રહે છે.

આ પણ વાંચો : અમદાવાદ : અઝહર કિટલીને મનીયા સુરવે અને સુલતાન મિર્ઝા જેવું બનવું હતું, ફિલ્મોના વિલન જેવી ક્રાઇમ કુંડળી

આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

દરમિયાન, ગતસાંજે કતારગામ નિર્મલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ રેલવે ટ્રેક પાસે ખુલ્લામાં એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં પડયો હોવાના મેસેજને પગલે 108 એમ્બ્યુલન્સ ત્યાં દોડી ગઈ હતી. પરંતુ યુવાનના ગળાના ભાગે ડાબીબાજુ તથા જમણા પગે ઘૂટણ પાછળના ભાગે તિક્ષ્ણ હથીયાર વડે થયેલી ગંભીર ઇજાના નિશાન હતા અને તે મૃત હાલતમાં હતો.

તેથી 108 ના કર્મચારીએ કતારગામ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે યુવાનનો ચહેરો જોતા જ તે પોલીસ સ્ટેશનની બાજુમાં સરદાર કોમ્પ્લેક્ષના વોચમેન સૂરજ બલબહાદુરનો પુત્ર અર્જુન છે તેમ ઓળખી લીધો હતો.
સુરત પોલીસની ફાઇલ તસવીર


પોલીસે સૂરજ બલબહાદુરને સ્થળ ઉપર બોલાવી અર્જુન અંગે ખરાઈ કર્યા બાદ તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 22 થી 24 વર્ષીય અર્જુન તેના પિતાને માર મારતો હતો અને રાખડપટ્ટી કરતો હતો તેથી તેને બે મહિના અગાઉ જ ઘરેથી કાઢી મુક્યો હતો.

આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

ત્યારબાદ અર્જુન તેના મિત્રો સાથે જ રહી રખડપટ્ટી કરતો હોય કતારગામ પોલીસે સૂરજ બલબહાદુરની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અર્જુનના મિત્રોની પુછપરછ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: June 13, 2021, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading