સુરત : હાથમાં એરગન સાથે કિન્નર નિક્કીનો Video થયો Viral, ઇન્સ્ટામાં છે 51 હજાર ફોલૉવર


Updated: May 31, 2021, 4:08 PM IST
સુરત : હાથમાં એરગન સાથે કિન્નર નિક્કીનો Video થયો Viral, ઇન્સ્ટામાં છે 51 હજાર ફોલૉવર
સુરતના આ કિન્નર નિકીના સોશિયલ મીડિયામાં 51 હજાર કરતાં વધુ ફોલોવર છે.

 જોકે નિકિતા પટેલ નામના કિન્નરનો આના પહેલા પણ મનપાની કચરા ગાડી સાથે વીડિયો બનાવતા વિવાદ થયો હતો. વાયરલ થવાના અભરખાં - જુઓ વીડિયો

  • Share this:
સુરતમાં (Surat) સતત સોશિયલ મીડિયામાં (Social Media) વિડીયો બનાવને લઈને કેટલાક લોકોના વિડીયો (Video) સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral) થયા બાદ વિવાદ ઊભો થતો હોય છે ત્યારે સુરતની કિન્નરનો (Kinner) વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ કિન્નર હાથમાં એરગન (Air gun) લઈ વિડીયો બનાવતા વિવાદ સર્જાયો છે. આ અગાઉ પણ એક વાર આ કિન્નર વિડીયો બનાવવાને લઈ વિવાદમાં  આવી હતી. કિન્નરે આ અગાઉ સુરત મનપાની (SMC) કચરા ગાડી સાથે વિડીયો બનાવ્યો હતો. જેને લઈને પણ વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે કિન્નર નક્કીની ઇન્સ્ટાગ્રામમાં 51.6 હજાર જેટલા લોકો ફોલો કરે છે અને તેણે જાતજાતના વીડિયો બનાવ્યા છે. એક પ્રકારે તે સોશિયલ મીડિયામાં પોપ્યૂલર છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

સોશિયલ મીડિયામાં ની કેટલીક વખત લોકોને હસાવતા વીડિયોને લઈને લોકો રાતોરાત સ્ટાર બની જતા હોય છે ત્યારે આવા સ્ટાર બનવાની જરૂર ધ્યાને લઇ કેટલાક લોકો હસી મજાક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરે છે જોકે આ વીડિયોને લઈને કેટલીક વાર વિવાદો પર ઊભા થતા હોય છે ત્યારે સુરતની એક કિન્નર નો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવાની સાથે જ વિવાદ ઉભો થયો છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : મિત્રના ઝઘડામાં યુવકને મળ્યું મોત, છરીના ઘા ઝીંકીં કરપીણ હત્યા

 આ પણ વાંચો : રાજકોટ : શરણાઈના સૂર બદલાયા માતમમાં, પૌત્ર-વધુને આશિષ આપ્યા બાદ દાદાએ પકડી અનંતની વાટ

વિડીયો બનાવતા સમયે કિન્નર હાથમાં એર ગન રાખીને વિડીયો બનાવ્યો હતો જોકે આ પ્રકારના હથિયાર લઈને જાહેરમાં ફરવું જે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ છે ત્યારે સુરતના નાણાવટ ખાતે રહેતી નિકિતા પટેલ નામની આ કિન્નર નાવિડીયો વિવાદ સર્જ્યો છે.વિડીયો બનાવવા માટે જાણીતી અંદર થોડા દિવસ પહેલા પણ શહેરના એક બ્રિજ ઉપર મહાનગરપાલિકાની કચરા ગાડી સાથે વિડીયો બનાવવાની લઈને વિવાદ ઊભો થયો હતો જોકે આ મામલે કિન્નર  ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ

આ પણ વાંચો : સુરત : રૂંવાડા ઊભા કરી નાખતો હત્યાકાંડ, યુવકનું ગળું કાપી માથું ધડથી નોખું કરી નાખ્યું હતું

જોકે આ સમયે વાયરલ વિડીયો અને લઈને નિકિતા પટેલ ની કિન્નર ફરી એક વખત વિવાદોમાં આવી છે ત્યારે એરગન મામલે કિન્નર ઉપર કયા પ્રકારની તંત્ર કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે સોહીય્લ મીડિયા હાલમાં એક એવું પ્લેટ ફોર્મ બની ગયું છે જેના થાકી લોકો અવનવા વિડીયો બનાવી ફેમસ થઇ જાય છે. પરંતુ ક્યારેક ફેમસ થવાની લાયમાં લોકો વિવાદમાં ફસાય જાય છે.
Published by: Jay Mishra
First published: May 31, 2021, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading