સુરત : કારખાના બહાર ઉંઘતા મજૂરોને ચપ્પુની અણીએ લૂંટ્યા, CCTV Videoમાં સામે આવી હરકત


Updated: June 5, 2021, 1:06 PM IST
સુરત : કારખાના બહાર ઉંઘતા મજૂરોને ચપ્પુની અણીએ લૂંટ્યા, CCTV Videoમાં સામે આવી હરકત
લૂૂંટની ઘટનાના બે સીસીટીવી સામે આવ્યા પણ સૂત્રોના મુજબ 5 ઘટના એક જ રાતમાં બની

સુરતના પાંડેસરા  વિસ્તારમાં અસામાજિક તત્તવોની દાદાગીરી સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી, સૂત્રોના મુજબ એક જ રાતમાં આવી પાંચ ઘટના ઘટી હોવાનો ઘટસ્ફોટ 

  • Share this:
સુરતમાં (Surat) સતત આસમાજિક તત્વોની દાદાગીરી અને અંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરામાં (Pandesara) કામ કરતા શ્રમિકો પોતાના ઘર નજીક કે કારખાના ગરમીને લઈને બહાર સુતેલા હોય છે. ત્યારે અસામાજિક તત્વો આવીને ચપુની અણીએ તેમના મોબાઇલ ફોન લૂંટીને જતા રહે છે. જોકે એક જ દિવસમાં મોબાઇલ ફોન લૂંટની (Cell phone loot) ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થતા પોલીસ હવે દોડતી થઇ છે.

સુરતમાં કાયદોની પરિસ્થિતિ દિવસે દિવસે લથડી રહી છે. કારણ કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અસામાજિક તત્વો દાદાગીરી સાથે લોકો લોકોને ઉમટી રહ્યા છે. ત્યાર એક એવી ઘટના સીસીટીવી સામે આવતા પોલીસ પણ દોડતી થઇ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા લોકો અસમાજિક તત્વોનો ભોગ બન્યા છે.

અહીંયા રહેતા કેટલાક શ્રમિક પોતાના ઘરની બહાર કે કારખાના ભાર ગરમીને લઈને સુતેલા હતા ત્યારે બે બાઈક પર આવેલા ચાર જેટલા અસામાજિક તત્વો આ શ્રમિકોના મોબાઇલ ફોનની લૂંટ શરુ કરી હતી. જોકે કોઈ વિરોધ કરે તેને ચપ્પુ બતાવી બીવડાવી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જોકે, બે જેટલી ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.

આ પણ વાંચો : સુરત : સિંગણપોરમાં યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી આંતરડાં બહાર કાઢી નાખ્યા! કરપીણ હત્યા

આ પણ વાંચો :  વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યના 21 તાલુકામાં વરસાદ, કલોલમાં 2 કલાકમાં 28mm પડ્યો

જોકે, આ સામાજિક તત્વોએ એક બે નહીં પણ પાંચ જેટલા લોકોને એક જ રાતમાં લૂંટી લેવાની વાત સામે આવી છે. જોકે આ ઘટના સી.સી.ટી.વી સામે આવતા પોલીસે હવે આ લૂંટારુઓની શોધ શરુ કરી છે. પણ આવા લોકો પોલીસની સક્રિયતાને પગલે બેફામ બન્યા છે. ત્યારે હવે પોલીસ આવા લોકોને પકડવા અને આવા ગુના અટકાવામાં કેટલા સફળ રહશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : ઉપલેટા : દીકરીના પ્રેમ લગ્નથી નારાજ પિતાને બદલો લેવો ભારે પડ્યો, આપી હતી 50 હજારમાં સોપારી

આ પણ વાંચો : હ્યદય દ્વાવક Video : મહાવતનું નિધન થતા અંતિમ દર્શને આવ્યો હાથી, 20 Km ચાલ્યો હોવાનો દાવો, ભાવુક દૃશ્યો સર્જાયા

જોકે આવા લોકો સતત આ વિસ્તારના લોકો પર પોતાનો રોપ જમાવા માટે આ પ્રકારના કૃત્ય કરતા હોય છે અને સતત ફરિયાદ વચ્ચે પોલીસે ધ્યાન નહીં આપતા આવા લોકો બેફામ બન્યા છે
Published by: Jay Mishra
First published: June 5, 2021, 1:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading