સુરતઃ બાંધકામ તોડી નાંખવાની ધમકી આપી લીગલ એડાઈઝરે માંગી ત્રમ લાખની ખંડણી, ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો


Updated: December 24, 2021, 6:17 PM IST
સુરતઃ બાંધકામ તોડી નાંખવાની ધમકી આપી લીગલ એડાઈઝરે માંગી ત્રમ લાખની ખંડણી, ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો
પકડાયેલા આરોપીની તસવીર

surat crime news: મકાનને  તોડાવી નાંખવાની ધમકી આપી ખંડણી (remson) ઉઘરાવતા પોતે લીગલ એડવાઇઝર (Legal Advisor) હોવાનું કહી શકીલ અહેમદ જકરીયા શેખની ક્રાઇમ બ્રાન્ચે (surat crime branch) ધરપકડ કરી હતી.

  • Share this:
સુરતઃ સુરત શહેરના (surat city) ઉધના અમન નગર પાસે સત્ય સાંઇનાથ સોસાયટીમાં બંધાઇ રહેલાં મકાનને  તોડાવી નાંખવાની ધમકી આપી ખંડણી (remson) ઉઘરાવતા પોતે લીગલ એડવાઇઝર (Legal Advisor) હોવાનું કહી શકીલ અહેમદ જકરીયા શેખની ક્રાઇમ બ્રાન્ચે (surat crime branch) ધરપકડ કરી હતી .

સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર  લલિત વાગડીયાએ જણાવ્યું હતું કે  ઉધના સત્યસાંઇનાથ સોસાયટીમાં રહેતાં અને સચીનના પૂઠાના બોક્ષ તથા ક્રાફ્ટ પેપરનો વેપાર કરતાં મોહમદ સિરાજ અલાઉદ્દીન મલિક તેમની સામેં જ ખરીદેલાં બે પ્લોટ ઉપર બાંધકામ હાથ ધર્યું હતું.

ઓગસ્ટ મહિનામાં બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને નજીકમાં આવેલા રોજન પાર્કમાં રહેતાં અને શકીલઅહેમદ જકરીયા શેખના માણસો તરીકે પરિચય આપી ત્રણ લાખની ખંડણી આપવા ધમકાવ્યા હતા.

આ પણ વાંચોઃ-viral video: હવે બિન્દાસ્ત ખાઓ બર્ગર, સાથે ઘટાડો વજન

સપ્ટેમ્બર મહિનામાં શકીલઅહમદે લીંબાયત ઝોનમાં આ બાંધકામના ફોટો સાથે અરજી કરી હતી અને અરજીના સમાધાન પેટે નાનપુરા સ્થિત પોતાની ઓફિસમાં બોલાવી ધમકાવ્યા હતા ઘરે તથા વિવિધ જગ્યાએ જઇને તથા બોલાવી ખંડણી માટે ધમકાવી રહેલાં વિરૂદ્ધ આ વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ-OMG! જન્મથી જ 'એક જીસ્મ દો-જાન' બે ભાઇઓ, માતાપિતાએ તરછોડ્યા હવે સરકારે આપી નોકરીજેને પગલે સબ ઇન્સપેક્ટર પી.એમ. વાળાએ ૫૨ વર્ષીય શકીલ અહેમદ શેખની ધરપકડ કરી હતી અને બાંધકામ તોડાવી દેવાની ધમકી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પણ અનુમાન સેવાઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ-દંપતીના Leptop બેગમાંથી મળ્યું Lionનું કપાયેલુ માથુ, તાંત્રિકને 18 લાખ રૂપિયામાં વેચવાની હતી તૈયારીમાં

આ પ્રકારની ઘટનાઓ કાળમાં પણ સામે આવી હતી ત્યારે આ કેસમાં થયેલી ફરિયાદને ધ્યાનમાં રાખીને પોલીસે ત્રણ પ્રકારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવાની તજવીજ હાથ ધરી છે.

જોકે આરોપીઓ આર.ટી.આઈ.ની ખોટી રીતે જે પ્રકારે વિગતો મેળવી લોકોના ટોળા કરતા હોવાની સતત ફરિયાદો અને લઈને પોલીસે કાર્યવાહી કરતા અનેક ઉપરના લોકો આગળ આવીને ફરિયાદ કરે તેવી પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Published by: ankit patel
First published: December 24, 2021, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading