સુરત : સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સુખ માણ્યું, ગર્ભવતી બનતા પ્રેમીએ તરછોડી


Updated: June 1, 2021, 3:43 PM IST
સુરત : સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સુખ માણ્યું, ગર્ભવતી બનતા પ્રેમીએ તરછોડી
હકિતમાં સોની અને કોમલ બહેનપણીઓ હતી અને દુમકાના રસિકપુર વિસ્તારમાં લોજમાં રહેતી હીત. બંને વચ્ચે નાની નાની વાતે સામાન્ય ઝઘડા થયા કરતા હતા. જોકે, એનાથી પરેશાન કોમલે સોનીનું મર્ડર કરાવવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. પહેલાં તેણે આ કામ માટે પોતાના બૉયફ્રેન્ડને તૈયાર કર્યો હતો. પ્રતીકાત્મક તસવીર: Shutterstock

સગીરાને લગન્ની લાલચ આપી નવાર નવાર શારીરીક સંબંધો બાંધ્યા, નિખીલ શર્મા સામે સગીરાએ નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ

  • Share this:
સુરત : સુરત (Surat) શહેરમાં ફરી એકવાર ફિલ્મોની કહાણી (Film Story) જેવો 'લવ સેક્સ ઓર ધોખા' (Love and Cheating) નો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક યુવકે પોતાના વિસ્તારમાં રહેતી સગીરાને (Minor girl) પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમ પાંગર્યા બાદ તેણે સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ (Physical Relation) બાંધ્યો હતો. લગ્નની લાલચે અવારનવાર શરીર સુખ માણ્યું જેના કારણે સગીરાને ગર્ભ (Pregnancy)  રહી ગયો હતો. આ બાબતે સગીરાને જાણ થતા તેણે પ્રેમીને જણાવ્યું હતું. જોકે, ફક્ત હવસ સંતોષવા માટે શરીર સુખ માણવા સંબંધ કેળવનાર યુવકે સગીરાને તરછોડી દીધી હતી. સગીરા માટે કોઈ રસ્તો ન બચતા અંતે તેણે પોલીસ (Police case) ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગતો એવી છે કે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા અત્યાચાર અને તેમાં પણ મહિલાનાં શારીરિક શોષણની ફરિયાદ સતત સામે આવી રહી છે. તેમાં પણ સગીરાઓને લગ્નની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી તરછોડી દેવાની સતત ફરિયાદ સામે આવી રહી છે.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ

ત્યારે વધુ એક ફરિયાદ સુરતના પાંડેસરા પોલીસ મથકમાં સામે આવી છે. સુરતના પાંડેસરા ખાતે રહેતી 17 વર્ષની સગીરાને ઘર નજીક રહેતા નિખિલ ઓમપ્રકાશ શર્મા નામના યુવાન સાથે આંખ મળી જતા બંનેવ વચ્ચે પ્રેમ સબધ બંધાયો હતો.

આ પણ વાંચો :દાહોદ : 59 વર્ષના પ્રૌઢને પરણવાના અભરખા 49 લાખમાં પડ્યા! ખતરનાક છેતરપિંડી

આ પણ વાંચો : સુરત : હાથમાં એરગન સાથે કિન્નર નિક્કીનો Video થયો Viral, ઇન્સ્ટામાં છે 51 હજાર ફોલૉવરઆરોપી અને સગીરાના પરિવાર વચ્ચે પારિવારીક સંબંધો હતા. જોકે પહેલાં ફોન પર વાત કરતા કરતાં તેમની વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જોકે આ યુવાને સગીરાને લગ્નનની લાલચ આપીને તેની સાથે છ મહિનામાં અવારનવાર શારીરીક સંબંધો બાંધ્યા હતા. જોકે આ સંબંધને લઈને સગીરા ગર્ભવતી બની હતી.

સગીરાએ સમગ્ર ઘટના પ્રેમી નિખિલને કહેતા અને લગ્ન કરવા માટે દબાણ શરૂ કર્યુ હતું. જેને લઈને યુવાને આ સગીરાને તરછોડી દીધી હતી. જેને લઈને સગીરા તેની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારન કહેતા પરિવારે આ મામલે સગીરા સાથે સુરતના પાંડેસરા પોલીસ મથકે દોડી જઈને આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : સુરત : નજીવી બાબતમાં હથિયારો સાથે ઘીગાંણું, મારામારીનો Live Video થયો વાયરલ

આ પણ વાંચો : સુરત : રૂંવાડા ઊભા કરી નાખતો હત્યાકાંડ, યુવકનું ગળું કાપી માથું ધડથી નોખું કરી નાખ્યું હતું

જોકે, સગીરાની ફરિયાદને સાંભળતા પોલીસે દુષ્કર્મનો કેસ દાખલ કરી અને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. વધુ એકવાર સગીર દીકરીઓ સાથે આ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ સામે આવતા વાલીઓ તેમજ દીકરીઓએ ચેતવાની જરૂર છે.
Published by: Jay Mishra
First published: June 1, 2021, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading