સુરત : પરિણીતાને પ્રેમમાં મળ્યો દગો, પ્રેમીએ હોટલમાં શરીર સંબંધ બાંધી તરછોડી દીધી!


Updated: June 15, 2021, 9:00 PM IST
સુરત : પરિણીતાને પ્રેમમાં મળ્યો દગો, પ્રેમીએ હોટલમાં શરીર સંબંધ બાંધી તરછોડી દીધી!
પરિણીતાનો આક્ષેપ OYO રૂમમાં લઈ જઈને શારિરીક સંબંધ બાંધ્યા હતા બાદમાં આપ્યો દગો

'મને તારા કરતા સારી છોકરી મળી ગઇ છે, હું તારી સાથે લગ્ન કરવાનો નથી, તારી સાથે શારિરીક સબંધ બાંધવા માટે જ લગ્ન કરવાની લાલચ આપી હતી' એમ કહી તરછોડી દીધી હોવાનો આક્ષેપ

  • Share this:
સુરત (Surat) ના પાનસ ખાતે રહેતી પરણિતા (Married Woman)  એક યુવકના પ્રેમ (Love) માં પડી જોકે પ્રેમી યુવકે લગ્ન કરવાની લાલચ આપતા  પરિણીતા પતિ અને પોતાના પુત્રને તરછોડી દેતા પ્રેમી યુવકે શરીર સંબંધ (Physical Relation) બાંધી અને બાદમાં પરિણીતા સાથે ઘર સંસાર માંડ્યું નહીં અને તરછોડી દીધી હતી. આ ઘટના બાદ પરિણીતાએ પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી (Police Complain) છે.  કહેવત છે ને પ્રેમ આંધળો હોય છે પણ પ્રેમ પડેલ લોકોને પ્રેમ કર્યા બાદ પસ્તાવાનો વારો આવે છે આવી જ એક ઘટના આવી છે સુરતના પનાસગામમાંથી. હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી પરિણીતાના  એપ્રિલ 2012માં લગ્ન થયા હતા અને સંતાનમાં 6 વર્ષનો પુત્ર છે. પરંતુ પતિ સાથે મનમેળ નહીં હોવાથી પરિણીતા પુત્ર સાથે અલગ રહેવા લાગી હતી.

જોકે , આ દરમિયાન પરણીતાને વર્ષ 2019 માં તેનો પરિચય ગૌરવ અનિલ પાટીલ  સાથે થયો હતો.જોકે મુલાકાત બાદ બંને વચ્ચે આંખ મળી જતા પ્રેમ સંબંધ શરૂ  થયો હતો.  જોકે આ પ્રેમ સંબધમાં બંને વ્યક્તિ એક બીજાની નજીક આવ્યા હતા.

આ પણ વાંચો : સુરત : ઘરેથી કાઢી મૂકેલા યુવકની થઈ હત્યા, જે મિત્રના ભરોસે હતો તેણે જ મારી નાખ્યો!

આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

ત્યારે આ પ્રેમીએ પરિણીતાને વાયદા વચન આપી શરીર સંબંધ બાંધવા માટે લગ્નની લાલચ આપી હતી. જોકે આ યુવાન ગૌરવે પરિણાતાને  કહ્યું હતું કે 'તું તારા પતિ સાથે છુટ્ટા છેડા લઇ લે, તારા પુત્રને પણ પતિના હવાલે કરી દે, હું તારી સાથે લગ્ન કરવા માગું છું.'
જેથીપરિણીતાએ એ શરૂઆતમાં ઇન્કાર કર્યા બાદ ગૌરવની વાત માની લીધી હતી. દરમિયાનમાં ગૌરવ તેના વતનથી સુરત આવ્યો હતો અને વેસુ શ્યામબાબા મંદિર પાસે આવેલી એક હોટલમાં અને અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર મેસીમો કોમ્પલેક્ષમાં આવેલ ઓયો હોટલમાં મળવા બોલાવી લગ્ન કરશે તેમ કહીને શરીર સંબંધ બાંધીને  મજા કરતો હતો.

આ પણ વાંચો : સુરત : વરાછામાં હીરાની ચોરીનો CCTV Video, નોકરીના ચોથા દિવસે માલ ઉપાડી રત્નકલાકાર રફૂચક્કર

આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

ત્યારે આ પરિણીતાએ આ યુવાન પર લગ્ન માટે દબાણ  શરૂ કરતા પ્રેમી યુવાને ત્યારબાદ લગ્ન કરવાનો ઇન્કાર કરતા પરિણીતા ગૌરવના વતન પહોંચી ગઇ હતી. જ્યાં ગૌરવે પરિણીતાને  કહ્યું હતું કે 'મને તારા કરતા સારી છોકરી મળી ગઇ છે, હું તારી સાથે લગ્ન કરવાનો નથી, તારી સાથે શારિરીક સબંધ બાંધવા માટે જ લગ્ન કરવાની લાલચ આપી હતી' એમ કહી તરછોડી દીધી હતી.

આ પણ વાંચો : સુરત : મહારાષ્ટ્રથી સોનાની ચોરી કરવા આવતી હતી મહિલા ગેંગ, CCTV Videoએ ફોડ્યો ભાંડો

જેને પગલે પરણીતાએ પોતાના પ્રેમી યુવાન  ગૌરવ વિરૂધ્ધ ખટોદરા પોલીસ મથકે  દુષ્કર્મની ફરીયાદ  નોંધાવી હતી જોકે પોલીસે આ મામલે ગુનો નોંધાઈ વધુ તપાસ શરુ કરી છે.
Published by: Jay Mishra
First published: June 15, 2021, 9:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading