પ્રેમી-પ્રમિકાએ તાપીમાં લગાવી હતી મોતની છલાંગ, બીજા દિવસે યુવતીની પાંચમાં દિવસે યુવકની લાશ મળી


Updated: July 27, 2021, 9:08 PM IST
પ્રેમી-પ્રમિકાએ તાપીમાં લગાવી હતી મોતની છલાંગ, બીજા દિવસે યુવતીની પાંચમાં દિવસે યુવકની લાશ મળી
તાપીમાં પ્રેમી પંખીડાઓનો આપઘાત, મહારાષ્ટ્રના નંદુરબારના હોવાની વિગતો સામે આવી

Tapi Lovers Suicide : સમાજમાં ઈજ્જત જવાના ડરે પ્રેમી-પ્રેમિકાએ ઘરેથી ભાગી આપઘાત કર્યો, આપઘતના બીજા દિવસે પ્રેમિકાનો મૃતદેહ મળ્યો હતો જ્યારે પાંચમા દિવસે યુવકનો મૃતદેહ મળ્યોે

  • Share this:
પ્રેમમાં (Love) પડેલા યુવક યુવતી ને જયારે પરિવાર (Family)  કે સમાજ વચ્ચે આવતું હોય ત્યારે આ પ્રેમનો કરુંણ અંજામ આવતો હોય છે ત્યારે આવી જ એક ઘટના સમયે આવી છે પ્રેમમાં પડેલા યુવક યુવતી એક બીજાને પામવા માટે ઘરેથી તો ભાગ્યા અને તાપી જિલ્લાના (Tapi) કુંકરમુંડા ગામની (Kukarmunda) સીમમાં આવેલા તાપી નદીના પુલ પરથી ગત 22 જુલાઈના રોજ પ્રેમી-પંખીડાએ નદીમાં કૂદી (Suicide) આપઘાત કર્યો હતો તાપી નદીમાં કૂદ્યાના બીજા દિવસે પ્રેમિકાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પ્રેમીનો મૃતદેહ છેક પાંચમા દિવસે મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહ મળ્યા તેનું અંતર 35 કિમીનું હતું.

તાપી જિલ્લા માં એક એવી પ્રેમ કહાની સામે આવી જેમાં પ્રેમી અને પ્રેમિકાએ તાપી નદીમાં કૂદીને આપઘટા કરી લીધો હતો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહીર ગામના રેહવાસી ગુરુદત્તભાઈ રજેસિંગભાઈ પાડવી  અને તનશ્રીબેન કાંતિલાલભાઈ ગસ્વામીબંને એક જ ગામના રહીશો હતા જોકે આ બંનેવ વચ્ચે આંખ મળી જતા પ્રેમ સબધ બંધાયો હતો.

આ પણ વાંચો : સુરત : સુર્યા મરાઠીના માણસો સહિત 4 શખ્સો ઝડપાયા, ઘાતકી હથિયારો સાથે ગેંગવોરની તૈયારીમાં હતા

એક બીજાને પામવાની ઉચ્ચપ હતી પણ પરિવાર અને સમાજ વચ્ચે આવતું હતું કારણકે અલગ અલગના સમાજના હોવાથી સમાજમા ઇજ્જત ગઈ અને સમાજમા વાત થાય તે બીકે આ યુવક અને યુવતી એક બીજાને પામવા માટે ઘરેથી ભાગી છૂટ્યાં હતા પણ ભાગી છૂટ્યાં બાદ આ અંગે પસ્તાવો થતા  ગત 22 જુલાઈના રોજ પ્રેમી-પંખીડાએ નદીમાં કૂદી આપઘાત કરવાનું નક્કી કરી તાપી જિલ્લા ના કુંકરમુંડા ગામની સીમમાં આવેલા તાપી નદીના પુલ પરગ યા હતા અને  પુલ ઉપરથી નદીમા છલાંગ લગાવી હતી.

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પ્રેમી-પંખીડાઓ સાતેક દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જેઓ જૂના કુકરમુંડા ગામની સિમમા આવેલ તાપી નદીના પુલ ઉપર બાઈક મૂકી બને પ્રેમી-પંખીડાઓ પુલ પરથી નદીમા છલાંગ લગાવી હતી. જોકે આ અંગે  નિઝર, કુકરમુંડા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયા લોકોની મદદ લઈ બને પ્રેમી-પંખીડાની શોધખોળ શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો : રાજકોટ : જાણીતા સમાજ સેવિકાના પતિ કેતન પટેલે FB Liveમાં આપઘાતનો પ્રયાસ કર્યોપહેલાં દિવસે શોધખોળ કરતા પ્રેમી-પંખીડાનો કોઈ પત્તો લાગ્યો નહીં.છલાંગ લગાવનાર પ્રેમી-પંખીડામાંથી બીજા દિવસે જુના કુકરમુંડા ગામની સિમમાં આવેલ તાપી નદીના પાણીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

જેમાં નિઝર પોલીસ દ્વારા પી.એસ.આઇ સી.જે.પુવાર અને તેમની ટીમે સ્થાનિક તરવૈયા અને વ્યારા નગરપાલિકાના ફાયર વિભાગના તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી.તાપી નદીમાં ઉપરવાસમાંથી પાણીનો સ્ત્રોત વધુ આવતા યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજરોજ  ઉચ્છલ તાલુકાના જુના સયાજી ગામની સિમમાં આવેલ તાપી નદીના ફુગારાના પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ : પરિણીતાની ધોળે દિવસે હત્યા! ઘરમાં ઘૂસીને પતિની નજર સામે પૂર્વ પતિએ ગોળી મારી

આ અંગે નિઝર પોલીસને જાણ થતા નિઝર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ  કુકરમુંડા આઉટ પોસ્ટના જમાદાર અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: July 27, 2021, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading