સુરત : ઉત્તર ભારતના સુંદર રાજ્યમાંથી ચરસ લાવીને ઘુસાડવાનો કારસો, પોલીસ પકડ્યા સોદાગર


Updated: August 22, 2021, 8:26 PM IST
સુરત : ઉત્તર ભારતના સુંદર રાજ્યમાંથી ચરસ લાવીને ઘુસાડવાનો કારસો, પોલીસ પકડ્યા સોદાગર
હિમાચલ પ્રદેશથી સુરત શહેરમાં ચરસ ઘુસેડવાના વધુ એક રેકેટનો પર્દાફાશ થયેલ છે અને આ નેટવર્કને તોડી પાડવામાં સુરત શહેર પોલીસ સફળ મળેલ છે .

Surat Police Caught Drugs : પોલીસે 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ભૂતકાળ આવું રેકેટ પકડાયેલ હોય તે રેકેટમાં સંડોવાયેલ હોવાની આરોપીઓએ કરી કબૂલાત

  • Share this:
સુરત (Surat)  શહેરમાં અન્ય રાજયોમાંથી જેમા ખાસ કરીને હિમાચલ પ્રદેશથી (Himachal Pradesh) ચૌરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ (Narcotics) લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃતી અટકાવવા ઝુંબેશ હેઠળ સુરત પોલીસે (surat Police Arrested Two) બે ઇસમોને ઝડપી પાડી મોટા રેકેટનો પર્દાફાસ કર્યો છે. એસ.ઓ.જી. ના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃતી કરતા ઈસમો જેમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) જેવા રાજયોમાંથી નાર્કોટીકસ ડ્રગ્સની હેરાફેરી કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા.

હિમાચલ પ્રદેશ ખાતેથી પ્રતિબંધિત ચરસ લાવી શહેર વિસ્તારમાં તેનું વેચાણ કરી રહેલ ઈસમો બાબતે હકીકત મળેલ જે હકીકતની ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ મારફતે ખરાઈ કરતા આ હકીકત સાચી જણાયેલ અને આ ઈસમને હાલમાં હિમાચલ પ્રદેશ ખાતેથી એક ઈસમ ચરસ લઈ સુરત શહેર ખાતે આપવા આવવાનો હોવાની અંગેની હકીકત મળેલ તેના આધારે પોલીસે   માણસો સાથે સુરત રૂપાલી નહેર ભટાર રોડ મંગલમ ફ્લેટસની સામે પટેલ ઓપ્ટીકલ્સની બાજુમાં જાહેર રોડ ઉપર વોચ ગોઠવી હતી.

આ પણ વાંચો : સુરત : ડૉ.દીકરીએ માતા-બહેનને ઉંઘના ઇન્જેક્શન આપી જાતે 26 ગોળીઓ ગટગટાવી

દરમિયાન આ સમયે રાહુલ બા મુકીનાથ બેકા ઉ.વ .32 રહસ્વામી, કુકમરામ નરોત્તમ ઉ.વ .૪૭ હિમાચલ પ્રદેશનાને ઝડપી પાડી તે બન્ને ઈસમોની અંગ ઝડતી માંથી વગર પાસ પરમીટનો પ્રતિબંધીત ચરસનો જથ્થો વજન ૪88 ગ્રામ કીલો કિં.રૂ .2,44,00 / - નો મળી આવતા ચરસ , ટ્રેન હીલર ગાડી , રોકડ રૂપીયા તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ્લે કિં.રૂ .3.05.200 / નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે .

પોલીસે આરપીઓને આ બાબતે પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે , હિમાચલ પ્રદેશ ખાતેથી ચરસ મંગાવી સુરતમાં ચોરી છુપીથી તેનું વેચાણ કરતો હોય . જેથી તેણે હિમાચલ પ્રદેશ ખાતે રહેતા ત્રણ વોન્ટેડ આરોપીઓ પાસેથી ચરસ મંગાવેલ અને તે આપવા માટે હિમાચલ પ્રદેશથી તેમનો માણસ સુરત આવેલ હતો ત્યારે પોલીસે તેમને ચરસની લેતી - દેતી કરતા સમયે પકડી લીધેલ હોવાની હકીકત જણાવેલ હતી .
આ અગાઉ પણ ત્રણ માસ પહેલા અમરોલી અબ્રામાં ચેક પોસ્ટ પાસેથી ત્રણ આરોપીઓને હિમાચલ પ્રદેશ ખાતેથી ચરસ લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા ઝડપી પાડી તેમની પાસેથી ચરસનો જથ્થો વજન 4.684 કિલોગ્રામ કિ .1 , 23 , 42,000 / -ના મુદ્દામાલ કે કરવામાં આવેલ હતો અને તે ગુન્હામાં ચરસના મુખ્ય સપ્લાયરો હિમાચલ પ્રદેશના હોય તેમને પણ ઝડપી પાડવામાં સફળતા મળેલ હતી .

સુરત પોલીસે ઝડપી પાડેલા બે આરોપીઓ જે કરતા હતા ડ્રગ્સની હેરાફેરી


તેમજ પરોક્ત આરોપીઓ પકડાતા હિમાચલ પ્રદેશથી સુરત શહેરમાં ચરસ ઘુસેડવાના વધુ એક રેકેટનો પર્દાફાશ થયેલ છે અને આ નેટવર્કને તોડી પાડવામાં સુરત શહેર પોલીસ સફળ મળેલ છે . તેમજ ભુતકાળમાં નાર્કોટેક્સના ગુન્હામાં પકડાયેલ આરોપીઓની પુછપરછમાં પણ હિમાચલ પ્રદેશના કુલ્લ જિલ્લાના કસોલ તથા આસપાસના વિસ્તારોમાંથી ચરસ સપ્લાય થયેલાનું જણાઈ આવેલ હતું .

આ પણ વાંચો : ઝઘડિયા : કરૂણ ઘ઼ટના! ઢોર ચરાવવા ગયેલા વૃદ્ધને મગર ખેંચી જતા મોત, રક્ષાબંધનના પર્વે માતમ

જેથી હિમાચલ પ્રદેશથી ચાલતા નાર્કોટીક્સ સપ્લાયના રેકેટની પાછળ સંડોવાયેલ ઈસમો બાબતે આરોપીઓની ઉંડાણ પૂર્વક પુછપરછ કરી હિમાચલ પ્રદેશ ખાતે આવા અન્ય કેટલો ઈસમો આવી ગેરકાયદેસર માદક દ્રવ્યોના સપ્લાય સાથે સંકળાયેલ છે . તે અંગે માહિતી એકત્રીત કરવામાં આવનાર છે .
Published by: Jay Mishra
First published: August 22, 2021, 8:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading