સુરતઃ ભેજાબાજે બે મિનિટમાં જ NRI મહિલાને આવી રીતે લગાવ્યો રૂ 1.75 લાખનો ચુનો


Updated: January 10, 2020, 4:29 PM IST
સુરતઃ ભેજાબાજે બે મિનિટમાં જ NRI મહિલાને આવી રીતે લગાવ્યો રૂ 1.75 લાખનો ચુનો
પ્રતિકાત્મક તસવીર

જહાંગીરપુરાની વૈષ્ણોદેવી ટાઉનશીપ સામે બ્લ્યુબેલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા એનઆરઆઈ મહિલા તોરલબેન જયેશભાઈ મિસ્ત્રીના પતિ જયેશભાઈ દુબઈમાં ધંધો કરે છે.

  • Share this:
સુરતઃ તસ્કરો પહેલા ઘરે જઈને ચોરી કરતા પણ હવે સ્માર્ટ યુગમાં તસ્કરો પણ ઈન્ટરનેટના (Internet) માધ્યમથી સ્માર્ટ ચોરી (smart thief) કરતાંહોય છે ત્યારે અવનવી રીત કરીને લોકોના એકાઉન્ટમાંથી રૂપિયા ચોરી કરતા હોય છે. ત્યારે એક એનઆરઆઈ મહિલાને  (NRI woman) પેટીએમનું (Paytm) કેવાયસી અપડેટ કરવાના બહાને ગોલ્ડ સ્કિમના ઓપ્શનમાં એક રૂપિયો ટ્રાન્સફર કરવાનું જણાવી તેના એકાઉન્ડમાંથી 1.75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જોકે મહિલાએ પોલીસમાં (police) આ મામલે ફરિયાદ નોંધાવી છે

પહેલાના જમાનામાં તસ્કરો રાત્રી દરમિયાન લોકોના ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરતા હતા. પણ હાલમાસમાંત યુગ ચાલતો હોવાને લઇને તસ્કરો સ્માર્ટ ચોરી કરવાની તરકીબ અપનાવતા હોય છે. ત્યારે ઈન્ટરનેટના માધ્યમથી અનેક લોકોને વિશ્વાસમાં લઈને તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયાની ચોરી કરે છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ Zomato બાદ Swiggyના બે ડિલેવરી બોય બિયર સાથે ઝડપાયા, એક MBBSનો વિદ્યાર્થી

ત્યારે આવવી દરરોજ એક કરતા વધુ ફરિયાદ સુરત પોલીસના ચોપડે નોંધાતી હોય છે. ત્યારે આજ રોજ  જહાંગીરપુરા વિસ્તરમાં આવેલી જહાંગીરપુરાની વૈષ્ણોદેવી ટાઉનશીપ સામે બ્લ્યુબેલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા એનઆરઆઈ મહિલા તોરલબેન જયેશભાઈ મિસ્ત્રીના પતિ જયેશભાઈ દુબઈમાં ધંધો કરે છે.

આ પણ વાંચોઃ-પતંગ રસિયાઓ માટે સારા સમાચાર: ઉત્તરાયણના દિવસે આવી રહેશે પવનની સ્થિતિ

તોરલબેનના મોબાઈલ (mobile) ઉપર આજે એક મેસેજ આવ્યો હતો. જેમાં પેટીએમના કેવાયસીને લગતો હતો. મેસેજ જોઈને તોરલબેન મોબાઈલ પર ફોન કરતાં અજાણ્યાએ તેમને પેટીએમ કેવાયસી રદ થાય છે તેના માટે અપડેટ કરવાનું કહી તારાબેનને વિશ્વાસમાં લઈને ભેજાબાજે ટીમ વ્યૂઅર એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી હતી. અને તેમાં પેટીએમ મારફતે ગોલ્ડ સ્કીમ ઓપ્શનમાં એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાનું કહ્યું હતું.આ પણ વાંચોઃ-સુરત : સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને થાઇલેન્ડ પરત મોકલાશે

આમ કરવાની સાથે જ આ ભેજાબાજે આ મહિલાના એકાઉન્ડમાંથી ગણતરીના બે ત્રણ મિનિટમાં તારાબેનના એસબીઆઈ બેન્કના (SBI bank) એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 1 લાખ 75 હજાર એક રૂપિયા ઈન્ટરનેટના માધ્યમથી ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતાં.

જોકે આ ઘટનાઈ જાણકારી મળતા તારાબેન તાત્કાલિક ફરિયાદ કરવા જહાંગીરપુરા પોલીસ મથકે દોડી જઈને સમગ્ર ઘટના પોલીસને કહેતા પોલીસે આ મહિલાની ફરિયાદ લઇને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
First published: January 10, 2020, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading