સુરતમાં માસ્ક મામલે 24 કલાકમાં જ યુ-ટર્ન: પોલીસ કમિશનરે કહ્યુ, 'માસ્ક નહીં પહેરો તો દંડ તો થશે જ'


Updated: March 26, 2021, 2:26 PM IST
સુરતમાં માસ્ક મામલે 24 કલાકમાં જ યુ-ટર્ન: પોલીસ કમિશનરે કહ્યુ, 'માસ્ક નહીં પહેરો તો દંડ તો થશે જ'
માસ્ક વિતરણ કરી રહેલી પોલીસ.

એક બાજુ સરકાર અને સતત લોકોને માસ્ક પહેરાવ મુદ્દે ટકોર કરી રહી છે ત્યારે આવી જાહેરાત કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

  • Share this:
સુરત: સુરતમાં એક બાજુ કોરોના સંક્રમણ (Surat coronavirus cases) સતત વધી રહ્યું છે ત્યારે ગતરોજ શહેર પોલીસ કમિશનર (Surat police commissioner) અને મેયર (Surat Mayor) તરફથી લોકોને માસ્ક મામલે દંડ (Mask fine) નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે માસ્ક વગર બહાર નીકળતા લોકોને સમજાવીને તેમને માસ્ક આપવામાં આવશે. આવી જાહેરાત બાદ હોબાળો મચી ગયો હતો. આ મામલે આખરે આજે સુરત પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી છે. બીજી રીતે કહીએ તો 24 કલાક પણ પૂરા નથી થતા ત્યાં જ પલીસે યુ-ટર્ન લઈને માસ્ક નહીં પહેરનાર લોકોને દંડ કરવામાં આવશે તેવી જાહેરાત ખુદ પોલીસ કમિશનર તરફથી કરવામાં આવી છે.

કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ગુરુવારે સુરત કોર્પોરેશન અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાયો હતો. ગઈકાલે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના નામે આડકતરી રીતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી માસ્ક નહીં પહેરનારાઓને દંડ નહીં કરવામાં આવે. એક પ્રકારે લોકોમાં એવો મેસેજ ગયો કે માસ્કના દંડથી મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પ્રવીણ માલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, માસ્ક વગર ફરતા લોકોને દંડ નહીં પરંતુ પોલીસ વિભાગ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: ખાનગીકરણ બાદ અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ ચાર્જમાં વધારો, જાણો કયા વાહન માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશેબંને નિવેદનોમાં સતત વિરોધાભાસ સામે આવવાના કારણે લોકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. જોકે, આ બાબતે જાહેરાત બાબા મોડી રાત્રે વિવાદ સર્જાયો હતો. એક બાજુ સરકાર અને સતત લોકોને માસ્ક પહેરાવ મુદ્દે ટકોર કરી રહી છે ત્યારે આવી જાહેરાત કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચો: જામનગર: સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો!આ મામલે આજે સુરત પોલીસ કમિશનર દ્વારા યુ-ટર્ન લઇને ખુલાસો કરાયો હતો. તેમના કહેવા પ્રમાણે મહામારી વચ્ચે માસ્ક નહીં પહેરનારને તંત્ર અને પોલીસ વિભાગ દંડ કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પોલીસ દંડની સાથે સાથે માસ્કનું વિતરણ પણ કરશે. જો તમામ લોકો માસ્ક પહેરે છે તે દંડ કરવાની જરૂરી રહેતી નથી.પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા મોટાપાયે માસ્ક વિતરણ કરવામાં આવશે, પરંતુ જાહેર સ્થળો ઉપર માસ્ક વગર દેખાતાં વ્યક્તિને અચૂકપણે દંડ ફટકારવામાં આવશે. રાજ્ય સરકાર અને ન્યાયાલય દ્વારા પણ માસ્ક ફરજિયાત પહેરવા માટે ટકોર કરવામાં આવી છે. સુરતમાં વધતા કોરોનાના કેસ અટકાવવા માટે માસ્કની આવશ્યકતા અંગે લોકોમાં છેલ્લા ઘણા સમયથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માસ્ક ન પહેરનારાઓ સામે દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: 'તું મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે,' યુવકને લોખંડની પાઇપથી માર માર્યો, કપડાં કાઢી વીડિયો ઉતાર્યો

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી માસ્કને લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળતું હતું. શહેરમાં માસ્કને લઈને સુરત કોર્પોરેશનના સત્તાધીશો અને પોલીસ તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોવાને કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું.
Published by: Vinod Zankhaliya
First published: March 26, 2021, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading