સુરત : નામચીન ચિયા મલિકે રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઊજવ્યો, Viral Videoએ પોલીસને કરી દોડતી, કાયદાની 'ઐસી કી તૈસી'


Updated: May 29, 2021, 11:12 AM IST
સુરત : નામચીન ચિયા મલિકે રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઊજવ્યો, Viral Videoએ પોલીસને કરી દોડતી, કાયદાની 'ઐસી કી તૈસી'
નામચીન ચિયા મલિકના જન્મદિવસની ઊજવણીનો વીડિયો થયો વાયરલ

100થી વધુ લોકોનું ટોળું, આ ભીડ ભૂલી ગઈ છે કે હજુ થોડા દિવસો પહેલાં લોકોને હૉસ્પિટલમાં ખાટલા માટે રડવાના વારા આવ્યા હતા? જુઓ વાયરલ વીડિયો

  • Share this:
સુરતમાં (Surat) જાણે લોકો કાયદાનો ડર રહ્યો નથી કારણકે  કોરોનાકાળમાં સતત લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છે અને એવી જ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના કુખ્યાત ચિયા મલિક (chiya Malik) નામના ઇસમે તેના જન્મદિવસ (Birthday) ઉજાણી (Celebration) તો કરી પણ નિયમો તોડીને લોકો મોટી સંખ્યામાં એકત્ર કરી કરફ્યૂ ભંગ કરતો વીડિયો (Video) સોશિયલ મીડિયા વાઇરલ (Viral) થતા પોલીસે (Police) શરૂ કરી કાર્યવાહી

સુરતમાં દિવસેને દિવસે કાયદા ની પરિસ્થિતિ લડકી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કારણકે છાશવારે સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઉજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ વિભાગ દોડતું થયું હતું.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day થયો વિવાદ

આ પણ વાંચો :  સુરત : મેયર માટે SMCએ 5 કરોડનો 'મહેલ' બંધાવ્યો, મંત્રીઓનાં નિવાસને આટી મારે એવો વૈભવ

આ વખતની ઘટના સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ખ્વાજા નગર ખાતે રહેતો અને માથાભારે સાથે કુખ્યાતની છાપ ધરાવ તો ચિયા મલિક નામના ઈસમનો જન્મદિવસ હતો. જોકે ગુરુવારે રાત્રે આ ઇસ્મે પોતાના વિસ્તારના લોકો ને એકત્ર કરી જન્મ દિવસ ઉજાણી કરી, જોકે કોરોના કાળમાં અહીંયા માસ્ક નહીં પહેરવા સાથે સોશિયલ મીડિયા ભંગ કર્યો હતો.

સુરત : હવે નામચીન ચિયા મહિલાનો Video Viral, જાહેરમાં B-Day ઉજવ્યો, કાયદાની ઐસી કી તૈસી' pic.twitter.com/vInSr5DOoO

— News18Gujarati (@News18Guj) May 29, 2021જોકે વગર મંજૂરીએ 100 કરતાં વધુ લોકોને એકત્ર કરી ગાઇડ લાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. સાથે સાથે રાત્રે 8 વાગ્યા બાદ કરફ્યુ હોવા છતાંય નિયમોની ઐસી તૈસી કરી હતી. જોકે અહીંયા આ ઇસમે જન્મ દિવસ ઉજાણી કર્યા બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાની સાથે પોલીસ દોડતી થઈ હતી.

આ પણ વાંચો : 59 વર્ષના લાઇનમેનનો જુવાનડાઓને શરમાવે એવો Live Video, વાયર રીપેર કરવા તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચઢ્યા

આ પણ વાંચો :  જામનગર : યુવરાજસિહના મર્ડરના આરોપીઓ ઝડપાયા, હત્યાનું કારણ રેતીનો ધંધો?

ત્યારે પોતાના વિસ્તારમાં લોકો સામે પોતાની છાપ ઉભી કરવા માટે જાહેરમાં જન્મ દિવસ ઉજાણી કરી અને તે પણ કરફ્યૂ વચ્ચે 100 કરતા વધુ લોકોને એકત્ર કરી નિયમોનાં ધજાગરા ઉડાવ્યા હતા. જોકે આ ઈસમે આમતો અનેકવાર વિવાદમાં આવી ચુક્યો છે ત્યારે પોલીસે જન્મ દિવસ ઉજાણીના 24 કલાક બાદ તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
Published by: Jay Mishra
First published: May 29, 2021, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading