સુરતઃ ડુમસના બીચ 'લટાર' મારવા નીકળી પોલીસ PCR વાન ફસાઈ, જુઓ viral video


Updated: September 25, 2021, 6:10 PM IST
સુરતઃ ડુમસના બીચ 'લટાર' મારવા નીકળી પોલીસ PCR વાન ફસાઈ, જુઓ viral video
ડુમસ બીચ ઉપર ફસાયેલી પોલીસ વાન

surat viral news: સુરતમાં (surat news) મહિનામાં પાંચથી સાત એવા કેસ આવે છે કે, જેમાં કાર દરિયાકિનારા (car trap on beach) ઉપર ફસાઈ જાય છે. પછી તેને ટ્રેક્ટરની મદદથી અથવા તો અન્ય કોઇ વાહનની મદદથી બહાર ખેંચી લાવવામાં આવે છે.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat news) કોરોનાનું સંક્રમણ (coronavirus surat) ઘટતા ડુમસ બીચ (Dumas Beach) લોકોનાં હરવા-ફરવા માટે ખુલ્લો મુકાયો છે. જેને લઇને મોટી સંખ્યામાં લોકો આ બીચ પર ફરવા જતા હોય છે. જો કે ફરવા સાથે તેઓ ગાડી પણ રેતીમાં લઈ જતા હોય છે. જેને લઇને કેટલીવાર મુશ્કેલી સર્જાતી હોય છર ત્યારે આ વખતે ડુમસ બીચ પર દરિયા કિનારે પોલીસની પીસીઆર વાન (surat police PCR van) ફસાઈ જતાં મહામહેનતે બહાર કઢાઈ હતી.

ડુમસ દરિયા કિનારે આ પ્રકારે કાર ફસાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહિનામાં પાંચથી સાત એવા કેસ આવે છે કે, જેમાં કાર દરિયાકિનારા ઉપર ફસાઈ જાય છે. પછી તેને ટ્રેક્ટરની મદદથી અથવા તો અન્ય કોઇ વાહનની મદદથી બહાર ખેંચી લાવવામાં આવે છે. ડુમસ દરિયા કિનારે દુકાન ધરાવતા દુકાનદારો સતત લોકોને ટોકતા હોય છે કે, કાર લઈને અંદર સુધી જવું નહીં.

પરંતુ લોકો માત્ર સેલ્ફી પાડવા માટે ઘણી વખત આ પ્રકારનું જોખમ ઉઠાવી લેતા હોય છે. તો ડુમસ બીચ પર પેટ્રોલિંગ કરવાનું કામ પોલીસનું હોય છે. સહેલાણીઓને જોખમી દરિયાથી દુર રાખવા પોલીસની પીસીઆર વાન સતત રાઉન્ડ ઘી ક્લોક પેટ્રોલિંગ કરતી હોય છે. પણ લોકોને સમજાવવા ગયેલી પોલીસની પીસીઆર વાન આજે કાદવમાં ફસાઈ ગઈ હતી.જેને બહાર કાઢવા પણ ખુબ મહેનત કરવી પડી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિ પત્ની ઔર વો! 11 વર્ષ પહેલાની પ્રેમિકાના અશ્લીલ Photos-videos પતિના ફોનમાં જોઈ ગઈ પત્ની અને પછી..

આમ, સામાન્ય સુરતી તો ખરા જ પણ પોલીસની પીસીઆર વાન પણ આજે પાણીમાં ફસાઈ જતા જોવા જેવી થઇ હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં એક માત્ર ફરવા લાયક સ્થળમાં ડુમસ બીચ છે. કોરોનાના કેસો કાબુમાં આવ્યા પછી આ બીચ લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો છે.ત્યારે મોટી સંખ્યામાં લોકો આ બીચ પર ફરવા જતા હોય છે. જોકે કિનારે રહેવાના બદલે દરિયાની મજા માણવા કેટલાક સહેલાણીઓ પોતાની ગાડી અંદર સુધી લઇ જતી હોય છે. જયારે દરિયામાં ભરતીનું પાણી ફરી વળે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ છૂટાછેડા બાદ મહિલાએ આપ્યો બાળકને જન્મ, ગાયબ થયા બાદ ફરી હાજર થઈ, પિતા કોણ? અનેક રહસ્યો પર તપાસ શરૂ

ત્યારે કાદવને કારણે ગાડીઓ અંદર જ ફસાઈ જાય છે. જેને બહાર કાઢવા ઘણી મુશ્કેલી પડે છે.જો કે આ વખતે દરિયા કિનારે પોલીસની પીસીઆર વાન ફસાઈ જતાં મહામહેનતે બહાર કઢાઈ હતી.
Published by: ankit patel
First published: September 25, 2021, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading