Sachin GIDC Gas Leak કેસમાં ચાર આરોપીઓ પકડાયા, કેમિકલ ક્યાંથી લવાયું અને કોનો હતો મોટો હાથ થયા અનેક ખુલાસા


Updated: January 7, 2022, 9:49 PM IST
Sachin GIDC Gas Leak કેસમાં ચાર આરોપીઓ પકડાયા, કેમિકલ ક્યાંથી લવાયું અને કોનો હતો મોટો હાથ  થયા અનેક ખુલાસા
ગેસ લીકેઝ કેસના આરોપીઓ

surat crime news: આઠ વ્યક્તિ હજું જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ત્યારે પોલીસે (police) આ કેસમાં ચાર આરોપીને ઝડપી લીધા છે અને કેમિકલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું કોણ લાવ્યું હતું એ તમામ બાબતોનો પર્દાફાશ કર્યો છે.

  • Share this:
સુરતઃ સુરત શહેરની (surat city) સચિન જીઆઇડીસી (sachin GIDC) ખાતે કેમિકલ વેસ્ટ ખુલ્લામાં ઠાલવવા આવેલા ટેન્કરને કારણે ગત રોજ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. કેમિકલ વેસ્ટ ઠાલવતા જ લાગેલી આગને કારણે ઉત્પન થયેલા ગેસને કારણે નજીકની ડાઇંગ મિલમાં (Dyeing mill) કામ કરતા કારીગરોને ઝેરી ગેસની અસર થઇ હતી. જે પૈકી છ વ્યક્તિના કરૂણ મોત થયા છે. આઠ વ્યક્તિ હજું જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે ત્યારે પોલીસે આ કેસમાં ચાર આરોપીને ઝડપી લીધા છે અને કેમિકલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું કોણ લાવ્યું હતું એ તમામ બાબતોનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ કમિશનરે આપેલી વિગતો અનુસાર, સચિન જીઆઇડીસીના રોડ નંબર ત્રણ પર આવેલી ખાડીમાં ગુરૂવારે મધરાત બાદ ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર નંબર જીજે-6-ડબલ ઝેડ-6221 ખાલી કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ટેન્કરમાં ભરેલા સોડિયમ હાઇટરો સલફાઇડ નામના આ કેમિકલ વેસ્ટ ખાડીના કેમિકલ યુક્ત પાણીમાં પડતાની સાથે જ રાસાયણીક પ્રક્રિયા થઇ હતી અને અચાનક આગ ફાટી નીકળી હતી.

આગને કારણે ઝેરી ગેસ ઉત્પન થયો હતો અને તેના કારણે નજીકની જ ડાઇંગ મિલમાં કામ કરી રહેલા કારીગરો પૈકી 29 જેટલા કારીગરોને ઝેરી ગેસની અસર થઇ હતી અને તે પૈકી છ કામદારોના કરૂણ મોત થયા હતા. જ્યારે બાકીના બેભાન થયેલા તમામ કારીગરોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી આઠ કારીગરો હજુ પણ વેન્ટીલેટર પર છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.

આ પણ વાંચો: યૂકેમાં હવે જલ્દી ડિસ્ચાર્જ થઈ રહ્યા છે કોરોના દર્દીઓ, શું કોરોનાના અંતની શરૂઆત છે ઓમિક્રોન?

આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચ અને વડોદરા પોલીસના સહકારથી વડોદરા ખાતે રહેતા આરોપી આશીષ કુમાર દુઘનાથ ગુપ્તા, સચિન પારડી ખાતે રહેતા પ્રેમસાગર ઓમ પ્રકાશ ગુપ્તા, અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે રહેતા જય પ્રતાપ રામ કિશોર તોમર અને અંકલેશ્વર જીઆઇડીસી નવ સર્જન સોસાયટી ખાતે રહેતા વિશાલ ઉર્ફે છોટુ અનિલ કુમાર યાદવને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો: PM Modi Security Breach મામલે સુપ્રીમ કોર્ટમાં હવે સોમવારે સુનાવણી થશે, CJIએ આપી કમિટિ બનાવવાની સલાહઆ તમામની પુછપરછ કરતા એવી વિગતો બહાર આવી છે કે, તેમણે મુંબઇની હેકલ નામની કેમિકલ કંપનીમાંથી આ કેમિકલ હેઝાર્ડ વેસ્ટનો જથ્થો નીકાલ કરવા માટે ટેન્કરમાં ભર્યો હતો. ટેન્કર વડોદરાની સંગમ અનવારો કંપનીની માલિકીનું હતું. આ પ્રકરણમાં સંદીપ ગુપ્તા નામના આરોપીનું નામ પણ ખુલ્યુ છે આરોપી આસીફ ટામેટાની ટોળકીનો સાગરીત હોવાનું પણ સામે આવ્યુ છે.

આ પણ વાંચો: Corona New Variant: વૈજ્ઞાનિકે કહ્યું- ફ્રાંસનો IHU વેરિઅન્ટ ચિંતાજનક નથી, ઓમિક્રોન પહેલા જ થઈ હતી ઓળખ 

હાલમાં અનિલ ગુપ્તા  ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે અને મુંબઇ ખાતે પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ધામા નાખીને બેઠી છે. આરોપીઓને સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Published by: ankit patel
First published: January 7, 2022, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading