સુરત : નાઇટ કર્ફ્યૂમાં ચેતજો! બેફામ તસ્કરોએ સ્પોર્ટ્સ બાઇક ચોરી, ઘટના CCTV Videoમાં કેદ


Updated: April 3, 2021, 4:00 PM IST
સુરત : નાઇટ કર્ફ્યૂમાં ચેતજો! બેફામ તસ્કરોએ સ્પોર્ટ્સ બાઇક ચોરી, ઘટના CCTV Videoમાં કેદ
સુરતમાં તસ્કરો બેફામ રાત્રિ કર્ફ્યૂમાં ચોરીની ઘટના વધી

સિંગણપોર વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે. સિંગણપોર ગામ ખાતે એક મકાનમાં રહેલ હાઈટેક સ્પોર્ટ્સ બાઇક તસ્કરો  ચોરી કરવાના ઇરાદે આવ્યા અને આંખના પલકારમાં ઉઠાવીને જતા રહ્યા

  • Share this:
સુરતમાં (Surat) સતત ચોરીની (Theft) ઘટના સતત સામે આવી રહી છે તેવામાં કોરોના લઈને રાત્રિ કર્ફ્યુ (Night Curfew) લાદવામાં આવ્યો છે, ત્યારથી તસ્કરો જાણે માજા પડી ગઈ છે કારણકે રાત્રિ પડતા લોકો પોતાના ઘરમાં જતા રહે છે અને તસ્કરો ગાડીઓની (Motorcycle Stolen) ચોરી કરી ફરાર થઇ જાય છે જોકે બાઈક ચોરીની એક ઘટના સીસીટીવીમાં (Live Video) કેદ થતા પોલીએ આ મામલે તપાસ શરૂ કરી છે

સુરતમા કોરોના સંક્રમણ વધી જવાના કારણે રાત્રિ કર્ફયૂ લાદવામાં આવ્યો છે ત્યારે આ કર્ફ્યૂનો ફાયદો તસ્કરો ઉઠાવી રહ્યા છે. કારણકે કર્ફ્યૂ લાગતાંની સાથે લોકો પોતાના ઘરમાં જતા રહે છે અને પોલીસ પણ રસ્તા પરથી ગાયબ થઇ જાય છે ત્યારે આ તકનો લાભ લઈ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

ત્યારે ગતરોજ સુરતના સિંગણપોર વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે. સિંગણપોર ગામ ખાતે એક મકાનમાં રહેલ હાઈટેક સ્પોર્ટ્સ બાઇક તસ્કરો  ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા.  આ બાઇકરની ચોરીનો લાઇવ વીડિયો સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો. જોકે તસ્કરો ચોરી પહેલાં પણ કરતાં હતા પણ કોરોના અને લઈને હાલમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.આ પણ વાંચો : પાકિસ્તાનનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

ત્યારે તસ્કરોને મજા પડી જવા પામી છે.  જોકે, બાઇક માલિકની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી અને સ્પોર્ટ્સ બાઇકનાં ચોરોને શોધવાની તજવીજ હાથધરી છે. જોકે સતત આવી ઘટન સુરતમાં બની રહી છે તેવામાં પોલીસ રાત્રિ કર્ફ્યૂમાં વ્યસ્ત હોવાના કારણે તસ્કરોને જાણે મજા પડી છે.઼

આ પણ વાંચો : જૂનાગઢ : મહિલાને ઢસડી ઘરમા લઈ ગયા શખ્સો, હાથપગ બાંધી ઢોર માર માર્યો

દરમિયાનમાં સુરતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. તસ્કરોની આ કરતૂતોના કારણે પોલીસ પણ બદનામ થઈ રહી છે. જોકે, આ ઘટના બાદ પોલીસે ગુનો તો નોંધ્યો છે પરંતુ જ્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ રહે ત્યાં સુધી પોલીસની સાથે સાથે લોકોએ પણ ચેતવું જરૂરી છે નહીંતર રાત્રિ કર્ફ્યૂમાં માલની નુકશાની વેઠવાનો વારો આવી શકે છે. હાલમાં તો આ ચોરીનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
Published by: Jay Mishra
First published: April 3, 2021, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading