સુરતનો ચોંકાવનારો કિસ્સો! ધો.11ની વિદ્યાર્થિની છ માસની ગર્ભવતી, બાળકનો પિતા કોણ પરિવાર અને પોલીસ મૂંઝવણમાં


Updated: October 23, 2021, 6:32 PM IST
સુરતનો ચોંકાવનારો કિસ્સો! ધો.11ની વિદ્યાર્થિની છ માસની ગર્ભવતી, બાળકનો પિતા કોણ પરિવાર અને પોલીસ મૂંઝવણમાં
પ્રતિકાત્મક તસવીર

surat crime news:પેટમાં દુખાવો (Abdominal pain) ઉપતા સગીરા ગર્ભવતિ (Sagira is pregnant) હોવાનું બહાર આવ્યું હતું. અત્યારે પીડિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં (civil hospital) દાખલ કરવામાં આવી છે. પોલીસે (police) આ અંગે તપાસ હાથધરી છે.

  • Share this:
સુરતઃ સુરત શહેરના (surat city) પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વિદ્યાર્થિની ગર્ભવતિ હોવાનું જાણ થતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, નવાઈની વાત તો એ છે કે પીડિતા પરિવારને (victim's family) પોતાના આવી સ્થિતિ અંગે ગોળગોળ જવાબ આપી રહી છે. સ્પષ્ય જવાબ ન મળતાં પોલીસ અને પરિવાર અસમંજશમાં મુકાયો છે. પોતે છ મહિનાની ગર્ભવતી (Six months pregnant) હોવા અંગે પિતાને પણ જાણ કરી ન હતી. પેટમાં દુખાવો (Abdominal pain) ઉપતા સગીરા ગર્ભવતી (Sagira is pregnant) હોવાનું બહાર આવ્યું હતું. અત્યારે પીડિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં (civil hospital) દાખલ કરવામાં આવી છે. પોલીસે (police) આ અંગે તપાસ હાથધરી છે.

ઘટના અંગે મળતી વધાર માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે અને તેમની 16 વર્ષની પુત્રી ધો. 11 કોમર્સમાં અભ્યાસ કરે છે. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા તેને સિવિલમાં સારવાર અર્થે લાવ્યા હતા. જયાં તબીબોએ સગીરાની તપાસ કરતા તેને ૬ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતુ.

આ અંગે તબીબોએ પુછતા તેણીએ જણાવ્યું હતુ કે મને ખબર જ નથી કે હું ગર્ભવતી ક્યારે બની ગઈ, હું ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરું છું, મને એક નાનો ભાઈ છે. પિતા મિલના કર્મચારી છે. અમે યુપીના રહેવાસી છે. 5 મહિના પહેલા હું ઘરે અને શાળા જતા વચ્ચે એક યુવકના પરિચયમાં આવી હતી.

આ પણ વાંચોઃ-દિવાળી ટાણે દીવથી દારૂની હેરાફેરી! જેતપુર ડેપોના ડ્રાઈવર કંડક્ટર દારૂ સાથે ઝડપાયા, આઈડિયા ગજબનો

ત્યારબાદ એના પ્રેમમાં પાગલ બની હતી. વધુમાં જણાવ્યું હતું કે, યુવક મિલમાં નોકરી કરે છે. જોકે ગર્ભ પ્રેમીનો છે કે નહીં એ બાબતે કિશોરીએ ચુપકીદી સેવી લીધી હતી. શુક્રવારે રાત્રે અચાનક પેટમાં દુખાવો ઉપડતા સિવિલ લવાયેલી કિશોરીના સોનોગ્રાફીમાં ૬ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાનીડોક્ટરોએ તાત્કાલિક એમએલસી કરાવી પોલીસ જાણ કરી આગળની સારવાર શરૂ કરી છે. પીડિત સગીરાએ જણાવ્યું હતું કે મારા પિતા મારા ગર્ભથી અજાણ છે. પિતા ગુસ્સાવાળા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ ભુરી ડોન ગેંગનો આતંકનો live video, મસાજ પાર્લરમાં ઘૂસી છરી બતાવીને ચલાવી લૂંટ

હું એ યુવકને ખૂબ પ્રેમ કરું છું. મારા પિતાને ખબર પડશે તો એ એને મારશે, મને નથી ખબર મારાથી કેમ આવી ભૂલ થઈ ગઈ. જોકે હાલ પીડિત સગીરાના નિવેદન લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: October 23, 2021, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading