વિદ્યાર્થી થકી નશાની હેરાફેરી! સુરતઃ રાજસ્થાનથી આવેલા ધો.9ના વિદ્યાર્થીને અફિસ સાથે પકડ્યો, કેટલા રૂપિયા મળતા હતા?

News18 Gujarati
Updated: December 2, 2021, 4:26 PM IST
વિદ્યાર્થી થકી નશાની હેરાફેરી! સુરતઃ રાજસ્થાનથી આવેલા ધો.9ના વિદ્યાર્થીને અફિસ સાથે પકડ્યો, કેટલા રૂપિયા મળતા હતા?
પકડાયેલા મુદ્દામાલ સાથે પોલીસ

surat crime news: રાજસ્થાનથી (rajasthan) ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી (std 9) અફીણનો 1.98 લાખનો મુદ્દામાલ લઈ આવતા સુરતની પુણા પોલીસે (surat puna police) નિયોલ ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યો છે.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) ચાલતા નશાના કારોબાર (drugs racket) પર લગામ લગાવવા માટે પોલીસ (police) દ્વારા સુરતની ચેકપોસ્ટ (surat check) ખાતે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ રાજસ્થાનથી (rajasthan) ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી (std 9) અફીણનો 1.98 લાખનો મુદ્દામાલ લઈ આવતા સુરતની પુણા પોલીસે (surat puna police) નિયોલ ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યો છે. જોકે આ કિશોર રાજસ્થાનથી માત્ર પાંચ હજાર રૂપિયાની લાલચે અફીણનો (Opium) જથ્થો લઈને આવતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી પોલીસે આ મામલે અફીણ મોકલનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે

સુરતમાં છેલ્લા લાંબા સમયથી નશીલા પદાર્થોનું જે પ્રકારે વેચાણ થઈ રહ્યું છે તેને ધ્યાનમાં રાખી સુરત પોલીસ સ્ટેશન દ્વારા નશી પદાર્થના સોદાગર પકડી પાડવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ સુરતના પુણા વિસ્તારમાં આવેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ભૂતકાળ એમડી ડ્રગ્સ બાદ થોડા સમય પહેલા એક કરોડનું ગાંજાનો જથ્થો મળી આવ્યા બાદ પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર સતત પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે.

ત્યારે ગતરોજ પુણા પોલીસ દ્વારા રાજસ્થાનથી આવેલી એક બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ બસમાં કિશોરાવસ્થાનો એક યુવક સ્કુલ બેગ સાથે મળી આવતા પોલીસને શંકા જતા કિશોરની બે તપાસ કરતાં પોલીસે સમય માટે ચોંકી ઉઠી હતી. પોલીસે કિશોરની પૂછપરછ કરતાં 16 વર્ષીય કિશોર ધોરણ ૯માં અભ્યાસ કરતો છે અને રાજસ્થાનથી સુરત આવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર અને કાર્તુસ સાથે પકડી, મહિલાના ખુલાસાથી પોલીસ પણ ચોંકી

જોકે પોલીસે પૂછેલા જવાબ આપવામાં નિષ્ફળ જતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી ત્યારે આ કિસ્સો રાજસ્થાનના ચિત્તોડગઢના ઇટાવા ગામે થી સુરત આવ્યો હતો પોલીસે તેની તલાશી લેતાં તેની બેગમાંથી અફીણ મળી આવ્યું હતું 1.98 કિલ્લો અખિલ મળી આવતા પોલીસે આ કિશોરની અટકાયત કરી તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નોનવેજના ધંધાર્થીઓએ છગન ભરવાડને છરી વડે ઉતાર્યો મોતને ઘાટઆ કિશોર અફીણનો જથ્થો રાજસ્થાનથી લાવી કોને સુરતમાં સપ્લાય કરવાનો તો તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે રાજસ્થાન ખાતે રહેતા ગોપાલ શર્માએ આ વિદ્યાર્થીનો જથ્થો મોકલ્યો હોવાની કિશોરે કબુલાત કરતા પોલીસે ગોપાલ શર્માને વોન્ટેડ જાહેર કરી આપ કિશોરની અટકાયત કરી હતી. જોકે આ કિશોરને માત્ર પાંચ હજાર રૂપિયાની લાલચ આપી અને આ મસાલા સોદાગર દ્વારા અફીણનો જથ્થો સુરતમાં મોકલવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ રાંદેરમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવ્યું, પતિના તેની ભાભી સાથેના હતા આડા સંબંધો

તે પ્રકારે પોલીસના ચેકિંગ ચાલી રહ્યું હતું. તેને લઈને આવે નશાના સોદાગરો નાના વિદ્યાર્થીઓ અને કિશોરોનો ઉપયોગ કરી તેમની પાછળની હેરાફેરી કરતા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ અભિયાનને લઈને સુરત પોલીસની એક ટીમ ટૂંક સમયમાં રાજસ્થાન જાય તેવી પણ શક્યતાઓ છે.
Published by: ankit patel
First published: December 2, 2021, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading