સુરત: 17 વર્ષના તરુણે 14 વર્ષની તરુણીને પામવા કર્યું એવું કૃત્ય કે સીધો જેલમાં પહોંચ્યો!


Updated: March 4, 2021, 10:09 AM IST
સુરત: 17 વર્ષના તરુણે 14 વર્ષની તરુણીને પામવા કર્યું એવું કૃત્ય કે સીધો જેલમાં પહોંચ્યો!
પ્રતીકાત્મક તસવીર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 17 વર્ષીય તરુણ 14 વર્ષણી તરુણીના એક તરફી પ્રેમમાં પાગલ હતો, યુવતી તેની સાથે વાત કરે તે માટે તેણે આવું કૃત્ય કર્યું હતું.

  • Share this:
સુરત: સુરત શહેરમાં હત્યા, બળાત્કારની સાથે સાથે સાઇબર ક્રાઇમ (Cyber Crime)ના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલા એક બનાવમાં 17 વર્ષીય એક તરુણે 14 વર્ષની તરુણીના નામે ફૅક ઇન્સ્ટાગ્રામ આઈડી (Fake Instagram ID) બનાવી તેણીને વાત કરવા માટે દબાણ કર્યું હતું. સાથે જ તરુણી જો વાત ન કરે તો ફૅક આઈડી પર તરુણીની બીજી તસવીરો પોસ્ટ કરી દેવાની ધમકી પણ આપી હતી. આ સાથે તેણે તરુણીને બીભત્સ લખાણ સાથેની તસવીરો પણ મોકલી હતી. આ મામલે તરુણીએ પોતાના પરિવારના સભ્યોને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ કેસમાં 17 વર્ષના તરુણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે આખો બનાવ?

સુરતમાં સાઇબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના ઉધના વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરુણીના નામે ફૅક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના પ્રોફાઈલ તસવીરમાં તરુણીનો ફોટો મૂકી દેવામાં આવ્યો હતો. સફાઈ કામદારની 14 વર્ષીય પુત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગત 25 ઓગષ્ટ, 2020ના રોજ તેના નામ જેવા જ એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. ફૅક એકાઉન્ટના પ્રોફાઈલમાં તરુણીનો ફોટો હોવાથી તરુણી ચોંકી હતી. આ સાથે તેના પર બીજી તરવીરો પણ મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટ: 'પતિએ ગોવામાં ટૂંકા કપડાં પહેરવા બદલ ઝઘડો કર્યો, સાસુ કહેતા દીકરાને તું ગમતી નથી'

ફૅક એકાઉન્ટ ધારકે તરુણી જો તેની સાથે વાત નહીં કરે તો બીજી તસવીરો અપલોડ કરી દેવાની ધમકી આપી હતી. તરુણીએ વાત કરવાની ના પાડતા તેણે બીજા ફોટા મોકલ્યા હતા અને તેના પર બીભત્સ લખાણ પણ લખ્યું હતું. ત્યાર બાદ તેણે બીભત્સ મેસેજ કરતા તરુણીએ એકાઉન્ટ બંધ કરીને આ અંગે પરિવારને જાણકારી આપી હતી.

આ પણ વાંચો: પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, ગળું દબાવી દીપડાને પતાવી દીધો તરુણીએ ફૅક એકાઉન્ટ બનાવીને પરેશાન કરતા યુવક વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. આ મામલે ગુનો દાખલ કરીને પોલીસે એક તરુણની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તરુણે સ્વીકાર કર્યો હતો કે તે તરુણીના એક તરફી પ્રેમમાં હતો અને તરુણી વાત કરે તે માટે તેણે આવું કૃત્ય કર્યું હતું.

આ પણ વાંચો: રાજકોટ: ચૂંટણીનો માહોલ પૂર્ણ થતા ખેલાયો ખૂની ખેલ, ગાળ આપનારને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો

તરુણે સ્વીકાર કર્યો હતો કે તેણે ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ એકાઉન્ટ બનાવી તરુણીને મેસેજ કર્યાં હતાં. જેમાંથી એક ફૅક એકાઉન્ટ તરુણીના નામે બનાવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તરુણ લુમ્સ ખાતામાં નોકરી કરે છે. પોલીસે તરુણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: March 4, 2021, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading