સુરત : માથાભારે શખ્સની B-Day પાર્ટીનો Live video વાયરલ, ટોળા ભેગા કરી તલવારથી કાપી કેપ


Updated: June 8, 2021, 4:18 PM IST
સુરત : માથાભારે શખ્સની B-Day પાર્ટીનો Live video વાયરલ, ટોળા ભેગા કરી તલવારથી કાપી કેપ
આ વીડિયો સુરતના લાલગેટ પોલીસ મથકની હદનો હોવાની ચર્ચા

સુરતમાં વધુ એક માથાભારે શખ્સે કોરોના ગાઇડલાઇનની વચ્ચે પોલીસ કમિશનના જાહેરનામાનો પણ ભંગ કર્યો, DJ પાર્ટીમાં લોકો ખૂબ જૂમ્યા

  • Share this:
સુરત (Surat) શહેરમાં લોકોને જાહેરમાં જન્મદિવસ (Birthday) ઊજવવાનું (Celebration) ઘેલું લાગ્યું હોય તેમ એક પછી એક જાહેરમાં ઊજવણીની ઘટનાઓ ઘટી રહી છે. છેલ્લા એક સપ્તાહની અંદર જાહેરમાં જન્મદિવસની ઊજવણીની પાંચમી ઘટના સામે આવી છે. શહેરના એક માથાભારે શખ્સે પોતાના મિત્રોની સાથે જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઊજવણી કરી છે. આ ઊજવણીનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘટના શહેરની જ છે અને ત્રણ દિવસ પહેલાંની છે. યુવકે તલવાર સાથે કેક કાપી એટલું જ નહીં પરંતુ તેણે પોતાના મિત્રો સાથે ડીજે પાર્ટી પણ રાખી હતી.

સુરતના લાલગેટ પોલીસ મથકની હદની ઘટનામાં આ બર્થ-ડે વીથ ડીજે પાર્ટી યોજાઈ હતી. એકસાથે કેટલીય કેક આ શખ્સે કાપી હોવાનું વીડિયોમાં જોવા મળે છે. સુરત શહેરમાં કોવિડ ગાઇડલાઇન ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસની ઊજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશનરનના જાહેરનામાનો રોજ રોજ ભંગ થઈ રહ્યો હોવા છતાં પોલીસ ચૂપ છે. આ પાર્ટીમાં પણ અન્ય પાર્ટીની જેમ યુવાનોએ માસ્ક પહેર્યા વગર ટોળે વળીને જાહેરમાં ઊજવણી કરી હતી. અહીંયા છેલ્લા કેટલાક દિવસોમાં ઊજવાયેલા જન્મદિવસની ઘટનાનો સાંકળીને રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત : સૂર્યા મરાઠીની હત્યાના આરોપીને જાનથી મારી નાખવાની ધમકી, 'તું નીચે આવ, આજે તો મારી જ નાખીશ'

ઉઘના

ગઈકાલે પણ ઉધના વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક યુવાનો ઉધના બ્રિજ નીચે પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ મિત્રોની સંખ્યા ઓછી છે પરંતુ કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરતા જોવા મળ્યા હતા સાથે સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. અન્ય પ્રકારની ઘટનાઓમાં પોલીસ કોઇપણ કડક કાર્યવાહી કરતી નથી જેને લઇને લોકો નિયમ તોડી રહ્યા છે.

ઘટનાનો વીડિયો (નોંધ : વીડિયો ન ખુલે તો લીંક પર ક્લિક કરવી)


સૈયદપુરા

અગાઉ ગઈકાલે સુરતના સૌયદપુરા ખાતે રહેતા યુવાને પોતાના મિત્ર સાથે જાહેરમાં અને તે પણ ખંજર વડે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ યુવાન કેક કાપવા સાથે હુક્કાના પણ દમ મારતો જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, જન્મદિનની ઉજવણી કરતા યુવાનો કોરોનાની ગાઈડલાઇન તો ઠીક પણ પોલીસ કમિશનર જાહેર નામની પણ એસી તેસી કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

બારડોલી- જિલ્લો

બે દિવસ અગાઉ બારડોલી નગરમાં પણ એક યુવાનનો જાહેરમાં વર્ષગાંઠ ઉજવતો વીડિયો વાયરલ (video viral) થયો હતો, યુવાન આશીયાના નગરનો રહીશ તોરીક મેમણે હતો. જેણે પોતાની વર્ષગાંઠ બારડોલીના અલંકાર નજીક આવેલ લિંકરોડ ખાતે જાહેરમાં ઉજવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તોરીકની ધરપકડ કરી હતી.

સલાબત પુરા

28મી મેના રોજ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ખ્વાજા નગર ખાતે રહેતો અને માથાભારે સાથે કુખ્યાતની છાપ ધરાવ તો ચિયા મલિક નામના ઈસમનો જન્મદિવસ હતો. જોકે ગુરુવારે રાત્રે આ ઇસ્મે પોતાના વિસ્તારના લોકો ને એકત્ર કરી જન્મ દિવસ ઉજાણી કરી, જોકે કોરોના કાળમાં અહીંયા માસ્ક નહીં પહેરવા સાથે સોશિયલ મીડિયા ભંગ કર્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

ફાર્મ હાઉસ

આજ સમય ગાળામાં સુરતના પુના પોલીસ મથકમાં ફરજ બજાવતો મહાવીરસિંહ નામના પોલીસકર્મીએ વૈભવી ગાડી પર આતશબાજી વચ્ચે જન્મ દિવસની ઊજાણી કરી પોતાની સત્તા સામે કાયદો લાચાર છે તેવું સાબિત કરી બતાવ્યુ હતું. આમ સુરતમાં એક અઠવાડિયામાં સતત આ પાંચમી ઘટના સામે આવી છે.
Published by: Jay Mishra
First published: June 8, 2021, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading