સુરત : 'છાનીમાની નીકળ, તારા બધા ધંધાની ખબર છે,' BJPની માજી-હાલની નગરસેવિકાની બબાલ, Live video વાયરલ


Updated: June 12, 2021, 11:31 AM IST
સુરત : 'છાનીમાની નીકળ, તારા બધા ધંધાની ખબર છે,' BJPની માજી-હાલની નગરસેવિકાની બબાલ,  Live video વાયરલ
વોર્ડ નંબર-15માં નગરસેવિકા રૂપા પંડ્યા અને મંજૂલા દૂધાત વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો સુરત શહેરના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Surat BJP Woman Councilor Fight : વોર્ડ નંબર-15 વિસ્તારની પૂર્વ કોર્પોરેટર મંજુલા દૂધાત અને વર્તમાન મહિલા નગરસેવિકા રૂપા પંડ્યાએ જાહેરમાં તાયફો કર્યો, એકબીજાને અપશબ્દો કહ્યા જુઓ વાયરલ વીડિયો

  • Share this:
સુરત :  'તું મારી સાથે વહીવટ કરવા આવતી નહીં . તું છાનીમાની નીકળ . તમે કેવા ધંધા કર્યા બધી મને ખબર છે . તે આખા ગામના પૈસા ખા ... પાંચસો ... પાંચસો રૂપિયા .... ' આ શબ્દો છે વોર્ડ નં . 15ની (Surat BJP Woman Councilor) વર્તમાન અને પૂર્વ મહિલા નગરસેવકો વચ્ચે જાહેરમાં થયેલી શાબ્દિક (Oral War) તડાફડીનો વિડીયો સોશ્યલ મિડીયામાં (Viral video) વાઇરલ થયો હતો . સ્થાનિક વોર્ડ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન એકબીજાને જાહેરમાં થયેલી તૂ તૂ મે મેને લઇ ફરી એકવખત ભાજપના કાર્યકરો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા .

બનાવની વિગતો એવી છે કે પાલિકાની વોર્ડ નં . 15માં વર્ષા સોસાયટી આવેલી છે . લંબે હનુમાન રોડ ઉપર આવેલી સોસાયટીમાં ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરોદ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં સ્થાનિક વોર્ડ વિસ્તારની પૂર્વ કોર્પોરેટર મંજુલા દૂધાત (Manjula dudhat) અને વર્તમાન મહિલા નગરસેવિકા રૂપા પંડ્યાએ (Rupa pandya) જાહેરમાં તાયફો કર્યો હતો.

આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયો

આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર

વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન અગમ્ય કારણોસર બંને જણાં આમને સામને આવી ગયા હતા . એકબીજા ઉપર શાબ્દિક પસ્તાળ પાડી હતી . આધારભૂત વર્તુળોના જણાવ્યા મુજબ પૂર્વ કોર્પોરેટર મંજુલા દૂધાતે વર્તમાન કોર્પોરેટરની રૂપા પંડ્યા સાથે સૌથી પહેલા અણછાજતું વર્તન કર્યું હતું.વર્તમાન અને પૂર્વ નગરસેવિકા વચ્ચેની માથાકૂટનો Live Video, જાહેરમાં ગાળો આપી pic.twitter.com/C6PfFvSPrQ

— News18Gujarati (@News18Guj) June 12, 2021જાહેરમાં તેમની જીભ લપસી પડી હતી . તેઓ શબ્દોનો વિવેક ચૂકી ગયા હતા . આથી મહિલા કોર્પોરેટર રૂપા પંડ્યાએ મિજાજ ગુમાવ્યો હતો. વોર્ડના કાર્યકરો અને સ્થાનિક રહીશોની સામે જ પૂર્વ કોર્પોરેટર મંજુલા દૂધાતના ક્લાસ લઇ લીધા હતા. 'તું મારી સાથે વહીવટ કરવા આવતી નહીં. તું છાનીમાની નીકળ, તમે કેવા ધંધા કર્યા બધી મને ખબર છે. તે આખા ગામના પૈસા ખા .... પાંચસો .... પાંચસો રૂપિયા .. ' કહી મંજુલા દૂધાતની શાબ્દિક ધૂળ ખંખેરી હતી.

આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

સાથોસાથ લોકો પાસેથી કામ કરવા માટે રૂપિયા પડાવ્યા હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો . એટલું જ નહીં દૂધાત પર ઝાડું ફેરવી દેવાની પણ ચીમકી આપી હતી . આ વીડિયો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો હતો.

વોર્ડ નં . 15ના વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો વચ્ચે શાબ્દિક તણખાં ઝર્યા બાદ સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ભાજપની આવી જ સ્થિતિ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે થોડા દિવસો પહેલા અને સંભવત: વિશ્વ પર્યાવરણ દિવસનો આ કાર્યક્રમ હોવાની ચર્ચા છે. જોકે, ભારતીય જનતા પાર્ટીએ આ મામલે કોઈ નક્કર શિસ્તના પગલાં લીધા હોવાનું જાણવામાં આવ્યું નથી.
Published by: Jay Mishra
First published: June 12, 2021, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading