સુરત : વરાછામાં હીરાની ચોરીનો CCTV Video, નોકરીના ચોથા દિવસે માલ ઉપાડી રત્નકલાકાર રફૂચક્કર


Updated: June 14, 2021, 4:07 PM IST
સુરત : વરાછામાં હીરાની ચોરીનો CCTV Video, નોકરીના ચોથા દિવસે માલ ઉપાડી રત્નકલાકાર રફૂચક્કર
સુરતમાં હીરાની તસ્કરી, વીડિયોમાં કેદ કારીગરની કરતૂત

Surat Theft CCTV Video : વરાછા (Varachha) ચોકસીબજારની બાજુમાં અઢારગાળા સોસાયટીમાં હીરાની (Diamond Shop) ઓફિસમાંથી નોકરીના ચોથા દિવસે જ કારીગર રૂપિયા 50 હજારની કિંમતના 72 કેટેરના 375 હિરા ચોરી (Diamond Theft) કરી નાસી ગયો

  • Share this:
વરાછા (Varachha) ચોકસીબજારની બાજુમાં અઢારગાળા સોસાયટીમાં હીરાની (Diamond Shop) ઓફિસમાંથી નોકરીના ચોથા દિવસે જ કારીગર રૂપિયા 50 હજારની કિંમતના 72 કેટેરના 375 હિરા ચોરી (Diamond Theft) કરી નાસી ગયો હતો. કારીગર ચોરી કરતા સીસીટીવી (CCTV Video) કેમેરામાં કેદ થયો હતો. પોલીસે (surat Police) સીસીફુટેજના આધારે તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

કામરેજ તાલુકાના ખોલવડ ગામ સ્ટાર મનોરથ રેસીડેન્સીમાં રહેતા મૂળ સોમનાથ જીલ્લાના વતની દિલીપકુમાર લાભશંકર ઓઝા (ઉ.વ.41) વરાછા ચોકસીબજારની બાજુમાં અઢારગાળા સોસાયટીમાં હિરાનું લેબરવર્ક કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિલીપકુમારે તેના ખાતામાં સાત કારીગર રાખ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

આ પણ વાંચો : સુરત : 'છાનીમાની નીકળ, તારા બધા ધંધાની ખબર છે,' BJPની માજી-હાલની નગરસેવિકાની બબાલ, Live video વાયરલ

જેમાંથી નાઈટ પાળીમાં કામ કરતા મહેન્દ્ર પ્રતાપસિંગ રાજાવત નામનો કારીગર વતન જતા તેની જગ્યાઍ ચાર દિવસ પહેલા પવનસિંગ ઉર્ફે બંટીસિંગ સુબારામ બનીયા (રહે,. સબળગઢ, જારા, મુરેના મધ્યપ્રદેશ)ને કામ ઉપર રાખ્યો હતો અને રાત્રે ખાતામાં જ સુતો હતો. દિલીપકુમારે અલગ અલગ વેપારીઓના મળી 72 કેરેટના કુલ 375 હિરા જેની કિંમત રૂપિયા 50 હજાર થાય છે જે હિરા તેની ઓફિસના ટેબલના ખાનામાં મુક્યા હતા.દરમ્યાન ગત તા 10મીના રોજ નાઈટમાં પવનસિંહગે ઓફિસના ટેબલનું લોક તોડી અંદર મુકેલા હીરા ચોરી કરી નાસી ગયો હતો.બીજા દિવસે સવારે દિલીપકુમાર ઓફિસમાં આવ્યા ત્યારે ટેબલના ખાનાનું લોક તુટેલો અને હિરા ગાયબ હોવાનુ દેખાતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા તેમાં કારીગર પવનસિંગ હીરા ચોરી કરતો કેદ થયો હોવાનું બહાર આવતા બનાવ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલીપકુમારની ફરિયાદ લઈ પવનસિંગને ઝડતી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

આ પણ વાંચો : અમદાવાદ : અઝહર કિટલીને મનીયા સુરવે અને સુલતાન મિર્ઝા જેવું બનવું હતું, ફિલ્મોના વિલન જેવી ક્રાઇમ કુંડળી

પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે મારી ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આરોપીને પકડવામાં ક્યારે અને કેવી રીતે સફળતા મેળવી છે જોકે ચોરીના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
Published by: Jay Mishra
First published: June 14, 2021, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading