સુરત : 'તારો ભાઈ અમારા સમાજની છોકરી લઈને ભાગી ગયો, તમારી શું ઓકાત છે?' અપહરણ કરીને માર્યો ઢોર માર


Updated: August 1, 2021, 5:48 PM IST
સુરત : 'તારો ભાઈ અમારા સમાજની છોકરી લઈને ભાગી ગયો, તમારી શું ઓકાત છે?' અપહરણ કરીને માર્યો ઢોર માર
પ્રતિકાત્મક તસવીર

મુકેશનું છોકરીના સમાજના બે જણાઍ પંદર જેટલા સાગરીતો અપહરણ કરી ઍક રૂમાં ગોધી ઢોર મારમાર્યો

  • Share this:
સુરતના (Surat) ગોડાદરા (Godadara) વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના (Rajasthan) યુવકનું તેના નાના ભાઈએ છોકરી ભગાડી જવાની અદાવતમાં છોકરીના સમાજના બે યુવકોએ સાગરીતો સાથે શુક્રવારે રાત્રે અપહરણ (Kidnapping) કરી એક રૂમમાં ગોંધી હાથ પગ બાંધી લાકડાના ફટકાથી ઢોર મારમાર્યો હતો. ગોડાદરા પોલીસના (godadara Police Surat) જણાવ્યા મુજબ ગોડાદરા ઘ્રુવ પાર્કની બાજુમાં લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના નાગોર જીલ્લાના વતની મુકેશભાઈ કૈલાશભાઈ પ્રજાપત (ઉ.વ.27) પાંચ વર્ષ પહેલા ધંધો રોજગાર માટે સુરત આવ્યા હતા અને પંદર દિવસથી મિત્ર નરેશ પ્રજાપતી સાથે ભાડાના મકાનમાં રહે છે અને રીંગરોડની જય માર્કેટમાં નોકરી કરે છે.

મુકેશનો ભાઈ સીતારામે ગત તા 25 જુલાઈના રોજ પુણાગામ રવિપાર્ક સોસાયટીમા રહેતી કાજલ મનુભાઈ કાતરીયાને વતન ભગાડી ગયો હતો. અને અજમેરમાં આર્યસમાજ ખાતે લગન્ કરી લીધા હતા. બીજી તરફ કાજલના પિતાએ તેણીના ગુમ થવાની ફરિયાદ કાપોદ્રા પોલીસમાં નોધાઈ હોવાથી મુકેશને પુછપરછ માટે બોલાવી પુછપરછ કરવામાં આવી હતી. તે વખતે મુકેશે પોલીસ સાથે સીતારામ સાથે હતી અને સીતારામે પોતે લગ્ન કરી લીધા હોવાનુ પ્રમાણપત્ર વોટ્સઅપ પર મોકલી આપ્યું હતું.

આ પણ વાંચો : સુરત : પ્રેમીએ પ્રેમિકાને ભગાડી 'પોત પ્રકાશ્યું', યુવતીના પિતા પાસે 10 લાખ ખંડણી માંગી

ત્યારબાદ મુકેશ ગત તા 30મી જુલાઈના રોજ રાત્રે નવ વાગ્યે નોકરી પરથી ઘરે જવા માટે નિકળ્યા હતા ત્યારે સોસાયટીના ગેટ પાસે તેના મકાનનમાં નીચેના માળે તેની જેમ ભાડેથી રહેતા પરેશ આહિર અને દેવાંગ આંતરી બેસાડી પર બેસાડીને લક્ષ્મીપાર્ક સોસાયટી ગાર્ડનમાં લઈ ગયા.

ત્યાં તારો ભાઈ અમારા સમાજની છોકરી લઈને ભાગી ગયો છે તમારી શુ ઓકાત છે તારો ભાઈ ક્યા છે. તે અમને બતાવ તેમ કહી લાકડાના ફટકા અને પ્લાસ્ટીકના પાઈપથી ઢોર મારમાર્યો હતો.આ પણ વાંચો : ફિલ્મી નહીં રિયલ HERO : ACBના કમાન્ડોએ કેનાલની તાર કાપી ઝંપલાવ્યું, બે લોકોના જીવ બચાવ્યા

તે વખતે ત્યાં અન્ય પંદર જેટલા સાગરીતો પણ આવી ઢોર મારમારતા અર્ધબેભન થઈ ગયો હતો. મુકેશને ત્યાંથી સ્વીફ્ટ કારમાં બેસાડી લક્ષ્મી પાર્ક સોસાયટીની પાછળ ઍક્સીસ બેન્કના ઍટીઍમ વાળા મકાનના પહેલા માળે ગૌધી પગ બાંધી બહારથી દરવાજા બંધ કરી દીધો હતો. દરમ્યાન અવાર નવાર દેખરેખ કરવા આવતા પૈકી ઍક સાગરીત પાસેથી મુકેશે મોબાઈલ લઈ તેના ભાઈને જાણ કરતા તેના ભાઈએ બે મિત્રોની મદદથી મુકેશ પ્રજાપતને મુકત કરાવ્યો હતો ત્યારબાદ મુકેશેબનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
Published by: Jay Mishra
First published: August 1, 2021, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading