સુરત : વેપારીને Lockdownની અફવા ફેલાવવી ભારે પડી, ચેતવણીરૂપ કિસ્સો


Updated: April 12, 2021, 4:32 PM IST
સુરત : વેપારીને Lockdownની અફવા ફેલાવવી ભારે પડી, ચેતવણીરૂપ કિસ્સો
સોશિયલ મીડિયા પર ગૃહ વિભાગના નામે એક પત્ર વાઈરલ થયો હતો. જેમાં ગુજરાતના 6 મોટા શહેરમાં 17 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવે છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર ગૃહ વિભાગના નામે એક પત્ર વાઈરલ થયો હતો. જેમાં ગુજરાતના 6 મોટા શહેરમાં 17 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવે છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

  • Share this:
સમગ્ર ગુજરાત રાજ્યમમાં કોરોનાએ (Coronavirus) ફરી એકવાર ઉથલો માર્યો છે, ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં લોકડાઉનને લઈને એક ફેક પત્ર વાયરલ થયો હતો. પત્ર વાયરલ થતાં રાજ્યમાં લોકડાઉનની (Lockdown) અફવાએ જોર પકડ્યું હતું. જોકે, સરકારે કોઈ જ લોકડાઉનનો નિર્ણય લીધો ન હોવાનું તેમજ વાયરલ (Viral Letter) થયેલો પત્ર ખોટો હોવાનું જણાવ્યું હતું. ત્યારે કોરોના વાયરસ અંગે સોશિયલ મીડિયા ઉપર લોકડાઉન અંગેની ખોટી અફવા ફેલાવતી પોસ્ટ વાયરલ કરનાર કાપડ વેપારીને સાયબર ક્રાઈમ (Surat Cyber Crime) પોલીસે ઝડપી પાડ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર સહીત સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે કોરોનાના કેસોને કાબૂમાં લેવા હશે તો લોકડાઉન અને કરફ્યૂ જ એકમાત્ર રસ્તો તેવું લોકો માની રહ્યા છે. પરંતુ જેટલા લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવશે અને કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરે તેટલો કોરોના ઓછો ફેલાશે.

જો કે આ કહેરને જોતા ગુજરાતના કેટલાક શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત છે જેમાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી નથી.  ત્યારે આ બધા વચ્ચે આ વચ્ચે સોશિયલ મીડિયા પર ગૃહ વિભાગના નામે એક પત્ર વાઈરલ થયો છે. જેમાં ગુજરાતના 6 મોટા શહેરમાં 17 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવે છે તેવી જાહેરાત કરવામાં આવી છે.  ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો હોવાનું કહ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગર : ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે રહેવાં કર્યુ એવું કામ કે જાણીને ચોંકી જશો

આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. તેવું જણાવ્યું હતું. જો કે આ મામલે સઘન તપાસ કરી આ પ્રકારનાં ફેક ન્યુઝ ફેલાવનારાઓ સામે કડક કાર્યવહી કરી તેઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ હતી. દરમ્યાન સુરતના સાયબર ક્રાઈમ પોલીસે કોરોના વાયરસ અંગે સોશિયલ મીડિયા ઉપર લોકડાઉન અંગેની ખોટી અફવા ફેલાવતી પોસ્ટ વાયરલ કરનાર આનંદ કુમાર ગીરીજા શંકર શુકલાને ઝડપી પાડ્યો હતો.]
આ પણ વાંચો :સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

આ ઇસમે પોતાના સોશિયલ મીડિયાનાં એકાઉન્ટમાં પોસ્ટ વાયરલ કરી હતી. આ ઈસમ પોતે કાપડ વેપારી છે.  ઉલ્લેખનીય છે કે આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. અને આ પ્રકારના ન્યુઝની ખરાઈ કર્યા વિના જ લોકો આડેધડ પોસ્ટ વાયરલ કરી દેતા હોય છે. જેને લઈને અફવા ફેલાઈ છે. ત્યારે લોકો સંવેદનશીલ પોસ્ટ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરે તે જરૂરી બન્યું.
Published by: Jay Mishra
First published: April 12, 2021, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading