સુરત : 'ઓરત હી ઓરત કી દુશ્મ હોતી હે,' ડાન્સ ટીચરને રેપની ધમકી, પિતરાઈની ધરપકડ


Updated: March 6, 2021, 9:02 AM IST
સુરત : 'ઓરત હી ઓરત કી દુશ્મ હોતી હે,' ડાન્સ ટીચરને રેપની ધમકી, પિતરાઈની ધરપકડ
સુરત સાયબર ક્રાઇમની ફાઇલ તસવીર

કતારગામમાં રહેતી અને ડાન્સ ક્લાસ ચલાવતી યુવતીને સોશિયલ મીડિયામાં જુદા જુદા આઇડી પરથી તસવીરો અપલોડ કરી હેરાનગતિ કરવામાં આવતી હતી. અંતે પોલીસે તપાસ કરતા ખુલ્યું રહસ્ય

  • Share this:
'ઓરત હી ઓરત કી દુશ્મન હોતી હે' હિંદીની આ કહેવત સુરત શહેરમાં સાચી ઠરી છે જ્યાં મહિલાને સોશિયલ મીડિયામાં જુદી જુદી આઇડી પરથી તસવીરો અપલોડ કરી અને બળાત્કાર સુધીની ધમકી આપવાના મામલે તેની પિતરાઈ બહેનની ધરપકડ કરવામાં આવી છે.  સુરતના (Surat) કતારગામમાં (Katargam) રહેતી અને ડાન્સ ક્લાસીસ ચલાવતી (Dance Classed) શિક્ષિકાના (Teacher) છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં (Social media) ફોટા અપલોડ કરવામાં આવતા હતા. જોકે જે આઈડી પરથી ફોટા અપલોડ (picture) થતા હતા તેના પર ડાન્સ ટીચર દ્વારા દ્વારા આવું ન કરવાનું કહેતા આ આઈડી દ્વારા ડાન્સ ટ્રેનરને અપહરણ અને બળાત્કાર કરવાની ધમકી આપવામાં આવતા શિક્ષિકા એ આ મામલે ફરિયાદ નોંધાવી છે.  જોકે, ધમકી આપનાર અન્ય કોઈ નહિ પણ તેની પિતરાઈ બહેન હોવાનું સમયે આવ્યુ છે

સુરતના કતારગામ ખાતે રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરવા સાથે પોતે ડાન્સ ક્લાસીસ ચલાવતી મહિલાને છેલ્લા કેટલાક સમયથી તેના પર સોશિયલ મીડિયામાં અલગ લાગે આઈડી થી તેના ફોટા આવતા જોવા મળતા હતા.

આ પણ વાંચો :   અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

જોકે છેલ્લા બે મહિલાથી અલગ અલગ આઈડી પર તેના ફોટા અપલોડ કરવામાં આવતા હતા. પહેલાં તો આ શિક્ષિકાએ આ વાતને સામાન્ય લીધી પણ સતત થતી હેરાનગતીને લઈને એક દિવસ તેણે જે આઈડી પરથી તેના ફોટા અપલોડ થતા હતા તે આઈડી પર મેસેજ કરીને આવું ન  કરવા માટે જણાવ્યું હતું.

જોકે સામેથી મેસેજ આવ્યો કે તારું અપહરણ કરી તારા પર બળાત્કાર કરવામાં આવશે જેને લઈને આ મહિલા શિક્ષિકા આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે આ મામલે IP એડ્રેસના આધારે મુંબઈથી ખાતેથી  મહિલાની પૂછપરછ કરી હતીઆ પણ વાંચો : સુરત : યુવકે તાપીમાં કૂદી કર્યો આપઘાત, મોતની છલાંગનો Video રાહદારીના મોબાઇલમાં કેદ

આ યુવતી જે સુરતની યુવતીની  પિતરાઈ બહેન છે. સુરતની યુવતી  દેખાવડી છે, શિક્ષિકા છે અને ક્લાસિકલ ડાન્સર છે તેના કારણે સમાજ-પરિવારમાં પ્રશંસા થતી હતી. તેથી ડિમ્પીને ઇર્ષા આ કૃત્ય કર્યું હતું. ડિમ્પીએ પોલીસને કહ્યું કે,મારી જાણ બહાર કોઈએ આ કૃત્ય કર્યું હશે મે નથી કર્યું.જોકે પોલીસે આ મહિલા વિરુદ્ધ કાયદેસ્કરની કર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: February 27, 2021, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading