સુરત : વધુ એક બેંકમાં Gold Loan કૌભાંડ, નકલી સોનું પધારાવી 10.87 લાખની લોન ઉપાડી


Updated: March 29, 2021, 9:36 PM IST
સુરત : વધુ એક બેંકમાં Gold Loan કૌભાંડ, નકલી સોનું પધારાવી 10.87 લાખની લોન ઉપાડી
સુરતમાં વધુ એક બેંકમાં ગોલ્ડ લોનનું કૌભાંડ

આરોપીઓ અગાઉની બેન્કોને ચૂનો ચોપડનાર ઠગ ટોળકીએ જ આ બેંકને પણ ઝપેટમાં લીધી હોવાનો ધડાકો

  • Share this:
સુરત : સુરતમાં અગાઉ કરોડો રૂપિયાના ગોલ્ડ લોન કૌભાંડ (Surat Gold Loan Scam) સામે આવ્યું હતું જેના પડધા શહેરની અનેક બેંકોમાં પડી રહ્યા છે. BOB અને ICICIથી શરૂ થયેલા આ લોન કૌભાંડમાં વધુ એક બેંક ઝપટે ચઢી છે. શહેરની ફેડબેંક ફાઇનાન્સ સર્વિસમાં (Fedbank Financial Services Limited) પણ ગઠિયાઓએ અન્ય બેંકોની જેમ નકલી સોનું પધરાવી અને લાખો રૂપિયાની લોન ઉપાડી હોવાનો તપાસમાં ધડાકો થયો છે. આ મામલે કાપોદ્રા પોલીસ (Kapodra Police station) મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

બનાવની વિગતો એવી છે કે  બીલીમોરામાં સોમનાથ મંદિરની પાછળ શિવચરણ સોસાયટીમાં રહેતા અમિત દુર્લભ ટંડેલ ફેડબેંક ફાઇનાન્સ સર્વિસ લિમિટેડમાં એરિયા મેનેજર છે. કંપનીની અમરોલી, પીપલોદ, ઉધના, કતારગામ, વરાછા, હીરાબાગ, સરથાણા અને કામરેજ બ્રાંચ તેમના હસ્તક આવે છે. તેમની ફાઇનાન્સ કંપની સોનાના દાગીના પર લોન આપે છે. થોડા સમય પહેલાં આઇસીઆઇસીઆઇ બેંક તથા આઈઆઈએફએલ બેંકમાં નકલી સોનું પધરાવી લોન લેવાનું રેકેટ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : સુરત : 24 કલાકમાં વધુ 677 વ્યક્તિઓ કોરોનાની ઝપટમાં, જાણો ક્યા વિસ્તારો છે હોટસ્પોટ

જેથી કંપનીની વડી કચેરી દ્વારા આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરાઈ છે કે કેમ તે અંગે ઊલટતપાસ કરવાના આદેશ આપ્યા હતા. દરમિયાન કંપની દ્વારા આ અંગે તપાસ કરાતા કંપનીની સહજાનંદ કોપ્લેક્સમાં આવેલી હીરાબાગ શાખામાં ઓડિટ કરાતા ભોપાળું બહાર આવ્યું હતું. આઇસીઆઇસીઆઇ અને આઇઆઈ એફએલ બેંકમાં નકલી સોનું પધરાવી ઠગાઇ કરનાર ટોળકીએ ફેડબેકની હીરાબાગ શાખામાંથી પણ આ જ પ્રકારે તરકટ રચી લાખોની લોન લીધી હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : રાજકોટ : 'હું રોટલી બનાવતી હોય ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવતા હોય છે,' રિવાબાનો Video થયો Viralજ્યુરીયસ રિપોર્ટના આધારે દાગીના પર સોનાનું પડ ચઢાવાયું અને અંદરના ભાગે અન્ય કોઈ ધાતુ હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે નકલી સોનું પધરાવી રૂ. 10.87 લાખની લોન લેનારા કેયૂર હરસુખ શીંગાળા (રહે. ગોકુળધામ રેસિડન્સી, કામરેજ), કરણ ભીમા ભમ્મર (રહે. ગીતાનગર સોસાયટી, પુણા) અને ચિરાગ શંભું નાડા (રહે. મધુવન સોસાયટી, પુણા) સામે મેનેજર અમિત ટંડેલ ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. આ ઠગ ટોળકી સામે અગાઉ પણ કાપોદ્રા પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
Published by: Jay Mishra
First published: March 29, 2021, 9:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading