મ્યુકોરમાઇકોસિસમાં કેમ આંખો કાઢવામાં આવે છે? ફંગલ ઇન્ફેક્શ શું છે? સુરતમાં વધી રહ્યાં છે આ કેસ


Updated: May 24, 2021, 1:22 PM IST
મ્યુકોરમાઇકોસિસમાં કેમ આંખો કાઢવામાં આવે છે? ફંગલ ઇન્ફેક્શ શું છે? સુરતમાં વધી રહ્યાં છે આ કેસ
‘ટ્રાન્સટ્ટટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિજર બાદ દર્દીની આંખમાં સુધારો જોવા મળ્યો

‘ટ્રાન્સટ્ટટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિજર બાદ દર્દીની આંખમાં સુધારો જોવા મળ્યો

  • Share this:
સુરતમાં કોરોનાની સારવાર લેનારા સંખ્યાબંધ દર્દીઓમાં ‘મ્યુકોરમાઈકોસિસ નામની ગંભીર બીમારીના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. મ્યુકોરમાઈકોસિસનો ચેપ ખૂબ ઝડપથી આગળ વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ઘણા કેસમાં દર્દીનો જીવ બચાવવા માટે તેની આંખ કાઢવા સુધીની નોબત આવી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી છે. જેમાં 22 દર્દીની આંખ બચાવવા સિવિલના તબીબો દ્વારા ‘ટ્રાન્સટ્ટટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિઝર દ્વારા પ્રયાસ ચાલી રહ્યાં છે. ‘ટ્રાન્સટ્ટટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિજર બાદ સિવિલમાં દાખલ બે દર્દીની આંખમાં સુધારો જોવા મળ્યો છે. આંખો પર ગંભીર અસર હોય તેવા દાખલ 43 માંથી 6 દર્દી ખાનગી હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવી સિવિલમાં આવ્યા છે.

સુરતમાં વધતા કોરોના કેસોના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં બહારથી પણ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જોકે સારવાર માટે  આવતા કેટલાક દર્દીઓ હોસ્પિટલ આવવામાં પણ ઘણું મોડું કરી રહ્યા છે. જેના કારણે કેટલાક દર્દીઓને આંખો પણ ગુમાવવી પડી રહી છે. સુરતમાં નવી સિવિલ અને સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાં સાથે ઝાપટાં પડ્યા, બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

નવી સિવિલ હોસ્પિટલ સુરત, આંખ વિભાગ પ્રોફેસર, પ્રીતિ કાપડિયાનાં જણાવ્યાં પ્રમાણે,નવી સિવિલ હોસ્પિટલમાં હાલની સ્થિતિએ મ્યુકોરમાઇકોસીસના 101 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ જે દર્દીઓ નવી સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે, તેમાં ફંગલ ઇન્ફેક્શન વધુ જોવા મળી રહ્યું છે. ફંગલ ઇન્ફેક્શન હાલ દાંત વાટે નાક વાટે પણ પ્રસરી રહ્યું છે. જ્યાં આંખમાં પ્રસરી રહેલું ઇન્ફેક્શન મગજ સુધીના ફેલાય તે માટે આંખો કાઢવા સુધીની નોબત પણ પડી રહી છે. આવા સંજોગોમાં દર્દીઓને હાલ ટ્રાન્સફૂટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિજર એટલે કે, આંખના ગોળાની આજુબાજુમાં છ દિવસે ત્રણ ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે.

અમદાવાદ: L. G. હૉસ્પિટલમાં સફાઈ કામદારોનો હોબાળો, વર્ગ 4ના કર્મીને સરાવાર ન મળતા મોત થયાનો આક્ષેપસુરત શહેરમાં મ્યુકોરમાઇકોસીસના કેસો ઝડપથી આગળ વધી રહ્યા છે. જેના કારણે કેટલાક દર્દીઓ મોતને ભેટ્યા છે, તો કેટલાક લોકોએ આંખો ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ 43 દર્દીઓની આંખો બચાવવાના પ્રયાસ પણ હાલ હોસ્પિટલની સ્પેશિયલ મ્યુકોર બોર્ડની ટિમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. મ્યુકોરમાઈકોસિસના લક્ષણો દેખાયા પછી પણ ઘણા દર્દી સારવાર માટે મોડા આવી રહ્યાં હોય, ચેપ વધુ પ્રસરતા દર્દીનો જીવ બચાવવા માટે આંખ કાઢવાની નોબત આવી રહી હોવાનું તબીબોનું કહેવું છે.

સિવિલમાં દાખલ આવા 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી છે. જેની સારવાર આંખ વિભાગના વડા ડો. પ્રીતિ કાપડિયાના માર્ગદર્શનમાં ડો. કુંજન પટેલ,  ડો. ઈશા પટેલ અને ડો. તૃપ્તિ બેસાણીયા કરી રહ્યાં છે. ડો. કુંજન પટેલે જણાવ્યું હતું કે, ઘણા કેસમાં દર્દી મોડા આવતા હોઇ ચેપ મગજ સુધી પ્રસરે તો જીવનું જોખમ હોય. દર્દીનો જીવ બચાવવા આંખ કાઢવાની નોબત આવે છે. ફેસ ઓપરેશનના છ-સાત દિવસ પછી એમઆરઆઈ કરી આંખના ભાગે કેટલા પ્રમાણમાં ચેપ છે, તેની તપાસ કરી આંખ બચાવી શકાતી હોય તો ‘ટ્રાન્સફૂટેનિયસ રેટ્રોબલ્બર એમ્ફોટેરિસિન-બી' પ્રોસિજર એટલે કે, આંખના ગોળાની આજુબાજુમાં છ દિવસે ત્રણ ઇન્જેક્શન અપાય છે. આવા 22 દર્દીને હાલ આ પ્રકારની સારવાર અપાઈ રહી છે. જેમાં એક 60 વર્ષીય મહિલા અને 55 વર્ષીય આધેડની આંખમાં સુધારો જણાયો છે.

સુરતનાં ગોઝારા અગ્નિકાંડને થયા બે વર્ષ, 14માંથી 9 આરોપીઓ જામીન પર છે મુક્ત

નવી સિવિલ હોસ્પિટલના ડો. ઇશા પટેલે જણાવ્યું હતું કે, આંખના ભાગે પ્રસરેલો ચેપ આગળ મગજ સુધી નહીં પહોંચે તે માટે દર્દીનો જીવ બચાવવા માટે આંખ કાઢવી પડે છે. ઓપરેશન વખતે ચેપની સાથે મહત્ત્વની નસો પણ છૂટી કરી દેવાતી હોવાથી આ દર્દીઓને નેત્રદાન કરી નવી રોશની આપી શકાતી નથી કે કાચની આંખનો પણ ઉપયોગ કરી શકાતો નથી. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંપૂર્ણ કાળજી રાખવા માટે ઇએનટી વિભાગના ડો. રાહુલ પટેલ, આંખ વિભાગના ડો. કુંજન પટેલ અને મેડિસિન વિભાગના ડો. વિતાંત પટેલની એક ટીમ અર્થાત મ્યુકોર બોર્ડ’ સતત ઓબ્ઝર્વેશન કરી રહ્યું છે.સુરતમાં કોરોના બાદ હવે વધતા મ્યુકોરમાઇકોસીસના કેસોએ લોકોની ચિંતા વધારી છે. જેમાં કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકોમાં એક ભયનો માહોલ ઉભો થઇ રહ્યો છે.પરંતુ યોગ્ય સમયે જો આ બીમારીની સારવાર કરવામાં આવે તો આ બીમારીથી ચોક્કસ આંખ અને જીવ બચાવી શકાય છે.
Published by: Kaushal Pancholi
First published: May 24, 2021, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading