CCTV Video: સુરતની આયુષ હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગેલી આગ બાદ મચી હતી અફરાતફરી


Updated: April 28, 2021, 2:46 PM IST
CCTV Video: સુરતની આયુષ હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગેલી આગ બાદ મચી હતી અફરાતફરી
આગ લાગ્યાની થોડા જ સેકેન્ડમાં સમગ્ર હૉસ્પિટલમાં ધુમાડો ધુમાડો છવાઈ જાય છે. 

આગ લાગ્યાની થોડા જ સેકેન્ડમાં સમગ્ર હૉસ્પિટલમાં ધુમાડો ધુમાડો છવાઈ જાય છે. 

  • Share this:
સુરત: શહેરના (Surat) લાલ દરવાજા આયુષ ડૉક્ટર હાઉસ (Ayush Doctor house) ખાતે આવેલી હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ (fire in covid ward) લાગતા અફરાતફરી મચી ગઇ હતી. એસીમાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગને કારણે 10 દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, ફાયર વિભાગે તમામ દર્દીઓનું રેસ્ક્યૂ કરી લેવામાં આવીને અન્ય હૉસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યાં હતા. જોકે, હૉસ્પિટલમાં લાગેલી આગનાં પગલે અન્ય હૉસ્પિટલમાં  ખસેડાયેલા દર્દીઓ પૈકી 5 દર્દીઓના કોરોનાની સારવાર દરમ્યાન  મોત થયા હતા. આ ગોઝારી આગ લાગ્યા બાદનાં સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે.

લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં 5માં માળે આવેલી આયુષ હોસ્પિટના આઇસીયુના કોરોના વોર્ડમાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં ભાગદોડ મચી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, શોર્ટ સર્કીટ થતા એક કર્મચારી દ્વારા તમામ સ્વીચો બંધ કરી દેવામાં આવે છે. આગ પ્રસરતા હૉસ્પિટલનો સ્ટાફ સતર્ક થઇ ગયો હતો અને તમામ દર્દીઓને તરત જ ખસેડવામાં આવ્યાં હતા. આ સાથે સાથે હૉસ્પીટલના સ્ટાફમાં પણ અફરાતફરી મચી જવા પામી હતી.

સુરતમાં મિનિ લૉકડાઉનની સ્થિતિ: તસવીરોમાં જોઇ લો કેવો છે શહેરનો માહોલ

આગ લાગ્યાની થોડા જ સેકેન્ડમાં સમગ્ર હૉસ્પિટલમાં ધુમાડો ધુમાડો છવાઈ જાય છે.  ઘટનાના પગલે દર્દીઓ, તેમના પરિવારજનો તથા હૉસ્પિટલના કર્મચારીઓ જીવ બચાવવા માટે હોસ્પિટલમાંથી બહાર દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 6થી 7 જેટલા ફાયર સ્ટેશનો કાફલો 14થી વધુ ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત 15 જેટલી ઍમ્બ્યુલન્સ ગાડીઓ પણ બોલાવી લેવાય હતા.

કોરોનાગ્રસ્ત યુવાનને બચાવવા વૃદ્ધે પોતાનો બેડ આપ્યો, કહ્યું- 'મેં જિંદગી જીવી લીધી છે, આને બચાઓ'

ફાયર વિભાગ દ્વારા આગમાં ફસાયેલા કોરોના સહિતના 17 જેટલા દર્દીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા અને સ્મીમેર, વિનસ સહિતના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જેમાં કેટલાક દર્દીઓને ઓક્સિજન સાથે ખસેડવામાં આવ્યા હતા.


આયુષ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ભીષણ આગ ફાટી નિકળવાની જાણ થતા મેયર, પાલિકા કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે આ ઘટનાનાં પગલે અન્ય હોસ્પિટલમાં  ખસેડાયેલા દર્દીઓનું કોરોનાની સારવાર દરમ્યાન  5 દર્દીઓના મોત થયા હતા.
Published by: Kaushal Pancholi
First published: April 28, 2021, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading