સુરત: પતિને બદનામ કરવા પરિણીતાએ ફેક આઇડી બનાવી કર્યું એવું કામ કે, પોલીસ પણ ચોંકી ઉઠી 


Updated: May 26, 2021, 10:10 AM IST
સુરત: પતિને બદનામ કરવા પરિણીતાએ ફેક આઇડી બનાવી કર્યું એવું કામ કે, પોલીસ પણ ચોંકી ઉઠી 
પ્રતીકાત્મક તસવીર

વાત છૂટાછેડા સુધી પહોંચતા પત્નીએ ગુસ્સો કાઢવા મોબાઇલથી સોશિયલ મીડિયા પર 3 બોગસ એકાઉન્ટ બનાવ્યા હતા.

  • Share this:
સુરતમાં (Surat) પતિ પતિના (Husband wife) સામાન્ય ઝગડામાં પત્ની રિસાઈને પિયર જતી રહી જેને લઈને ઝગડો વધી જતા છૂટાછેડા સુધી વાત પોંહચી ગઈ હતી. જોકે, આ મામલે પરિણીતાને પતિ પર ગુસ્સો આવ્યો અને પતિના નામે 3 જેટલા ફેક આઈડી (Fake ID) બનાવી સોશિયલ મીડિયામાં પતિના  બિભત્સ ફોટોગ્રાફ વાયરલ કર્યા હતા. જોકે આ મામલે પતિએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ તપાસમાં આ યુવાની પત્નીએ જ આ કર્યાનું સામે આવતા પોલીસે આ મામલે ગુનો  દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

સુરતના ભટાર રોડ પર રહેતા અને રિંગરોડ ખાતે  માર્કેટમાં કાપડનો ધંધો કરતા 30 વર્ષીય વેપારીના બિભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે એક મહિલાની ધરપકડ કરી હતી. જોકે, આ મહિલાએ ત્રણ જેટલા અલગ અલગ ફેક આઈડી બાનાવી આ યુવાનના ફોટા સોશિયલ મીડિયામાં આપલોડ કરી તેને બદનામ કરવાનું કામ કરતી હતી.

જામનગરનાં યુવાનોએ વાવાઝોડાથી અસરગ્રસ્ત અંતરિયાળ ગામડાઓમાં આરંભવ્યો સેવાયજ્ઞ, મદદ કરવા લોકો આવ્યાં આગળ

પોલીસે આ મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતા  તેની વાત સાંભળીને એક સમયે પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ મહિલા અન્ય કોઈ નહિં પણ આ વેપારીની  M.A.ભણેલી 29 વર્ષીય પત્ની રિંકુ ખત્રી જ આરોપી નીકળી હતી. 3 વર્ષ પહેલા  વેપારીની પત્ની રિંકુનો પતિ જોડે ઝઘડો ચાલતો હતો. જેના કારણે પિયરમાં ચાલી ગઈ હતી. વાત છૂટાછેડા સુધી પહોંચતા પત્નીએ ગુસ્સો કાઢવા મોબાઇલથી સોશિયલ મીડિયા પર 3 બોગસ એકાઉન્ટ બનાવી પતિના બિભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા હતા.

Fact Check: કોરોનાની રસી લીધાનાં બે વર્ષમાં થશે મોત? જાણો 'નોબલ વિજેતા'નાં વાયરલ દાવાની હકીકત

વેપારી જોડે રિંકુના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા પણ અણબનાવને કારણે ઝઘડો થતો હતો. જેના કારણે પત્ની 3 વર્ષથી પિયરમાં રહે છે. વેપારીની પત્ની એટલી ચાલાક હતી કે, તેણે ત્રણેય બોગસ એકાઉન્ટો બીજાના નામે બનાવ્યા હતા. જેમાં રાજા નામથી એકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા. એવી જ રીતે દિક્ષીત અને હિતાંશ નામથી બોગસ એકાઉન્ટ બનાવી મેસેજ અને ફોટોગ્રાફ વેપારીને મોકલ્યા હતા.

બિભત્સ ફોટોગ્રાફ વેપારીને મોકલી તેને સોશિયલ મીડિયા પર મોકલી દેવાની ધમકી પણ આપી હતી. જેથી વેપારી બદનામ થઈ જાય તે માટે વધારે ગભરાતો હતો. આથી તેણે પોલીસની મદદ લીધી હતી.જોકે સમગ્ર મામલો સામે આવતા પોલીસે સાથે આ મહિલાનો પતિ પણ એક સમય માટે ચોકી ઉઠિયો હતો જોકે પોલીસે આ મામલે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: May 26, 2021, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading