સુરતમાં (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉગત આવાસમાં રહેતાં 40 વર્ષના કહેવાતા ભૂવાએ (Bhuvo) પોતાને મામા કહેતી 21 વર્ષની યુવતી પર જ ધાકધમકી આપીને દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. ભૂવાએ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી યૌનશોષણ કરવાનું સામે આવ્યું છે. બળાત્કાર બાદ લગ્ન કરવાનું કહીને પાંચેક મહિના સુધી ભૂવા બિપીને યુવતીને પોતાના ઘરે રાખી હતી. જે બાદ યુવતીએ રાંદેર પોલીસ મથકમાં (Rander Police station) ફરિયાદ નોંધાવી છે.
પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, યુવતી પહેલા રાંદેસ આવાસમાં રહેતી હતી. જ્યારે સમાજમાં ભૂવા તરીકે ઓળખાતાં અને હાલ ઉગત આવાસમાં રહેતાં 40 વર્ષીય બીપીન ગોવિંદ સોંધરવા અડાજણ વિસ્તારમાં રહેતો હતો. યુવતીના પિતાએ ભૂવાની પત્નીને બહેન માની હતી. જેથી યુવતી ભૂવા બીપીના ઘરે અવરજવર કરતી હતી અને આ યુવતી બીપીનને મામા કહીને બોલાવતી હતી. યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષ બાદ પિતાએ બીજા લગ્ન કર્યાં હતા.
સાવકી માતા સાથે આ યુવતીને ફાવતુ ન હતું. જેથી તે ભૂવાને ઘરે રહેવા જતી હતી. જે બાદ વર્ષ 2018માં ભૂવાની પત્ની તેને છોડીને જતી રહી હતી. જે બાદ બિપીન પણ મે 2019માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો.
LPG Gas કનેક્શન લેવા સરકાર આપશે 1600 રૂ., જાણો કોણ અને કેવી રીતે મેળવી શકશે ફાયદોઆ ભૂવાએ યુવતીને તેના ભાઇ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી અને પોતાના ઘરે રહેવા બોલાવી લીધી હતી. જે બાદ ભૂવાએ લગ્નની લાલચ આપીને આ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પરંતુ ભૂવાએ યુવતી સાથે લગ્ન કર્યા ન હતા અને અન્ય કોઇ સાથે લગ્ન કરી લીધા હતા. જે બાદ આ યુવતીએ ભૂવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.