સુરત: GujCTOCના ગુનામાં કેલિયા આંબા ગેંગનો મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલ ઝડપાયો


Updated: January 5, 2022, 8:12 AM IST
સુરત: GujCTOCના ગુનામાં કેલિયા આંબા ગેંગનો  મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલ ઝડપાયો
ઝડપાયેલો આરોપી

Surat Crime news: કેલિયા આંબા બંટી ગેંગના 14 સભ્યોના, 11 સાગરીતોને પોલીસે અગાઉ ઝડપી પાડયા હતા.

  • Share this:
સુરત : શહેરમાં ગંભીર ગુના આચરતી કેલિયા આંબા બંટી ગેંગના મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલને એસોજીની ટીમે જલગાંવના પારોલા તાલુકાના મંગરૂળ ગામ ખાતે રહેતા સંબંધીને ત્યાંથી દબોચી લીધો હતો. ગુજસીટોક અંતર્ગત આ ગેંગ વિરુધ નોંધાયેલા ગુનામાં અગાઉ તેના 11 સાગરિતતોને પોલીસે ઝડપી પાડયા છે. જયારે મુખ્યગેંગ લીડર કૈલાસ પાટીલ નાસતો ફરતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં પોલીસ દ્વારા શહેર એસોજી પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે ગંભીર ગુના આચરી શહેરની પ્રજાને રંજાડતી કેલિયા આંબા બંટી ગેંગના 14 સભ્યો વિરુધ ડિંડોલી પોલીસે અગાઉ ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. જે પૈકીના 11 સાગરિતોની ધરપકડ પણ કરી હતી.તે દરમિયાન સોંપવામાં આવેલી તપાસના આધારે એસોજીની ટીમના એએસઆઈ જલુભાઈ દેસાઇ અને અશોક લુની ને ખાનગી રાહે માહીતી મળી હતી. જેના આધારે ટેકનિકલ મદદથી જાણકારી મેળવી હતી કે, આ ગેંગનો મુખ્ય લીડર આરોપી કૈલાસ ઉર્ફે કેલિયા આધાર પાટીલ જલગાંવ જિલ્લાના પારૂલા તાલુકાના મંગરૂળ ગામ ખાતે રહેતા સંબંધીને મળવા આવવાનો છે.

આ પણ વાંચો - સુરતની તરૂણી સાથે પહેલા મિત્રતા કેળવી કપલ બોક્સમાં શરીરસંબંધ બાંધી વીડિયો બનાવ્યો, અન્ય મિત્રએ કર્યો વાયરલ

જે બાતમીના આધારે સુરત શહેર એસોજી દ્વારા રવાના કરાયેલી ટીમે જલગાંવ જિલ્લા લોકલ ક્રાઈમબ્રાન્ચની મદદથી ટ્રેપ ગોઠવી કૈલાસ પાટીલને દબોચી લીધો હતો. બાદ આજરોજ તેને સુરત લાવવામાં આવ્યો હતો. જેને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - ભરુચનો આ વીડિયો તમને રડાવી દેશે: માતાના મૃતદેહને મૂકબધિર પુત્ર પૈડાવાળી ગાડી પર મુકી ભરૂચ પહોંચ્યો

આમતો સુરતના કેટલાક વિસ્તારમાં પોલીસ દ્વારા આવી ગેંગ સામે જો લાલ આંખ નહીં કરે તો આવનારા દિવસોમાં ત્યાં રહેતા સ્થાનિક લોકો માટે રહેવું પણ મુશ્કેલી ભર્યું થઈ જશે તેમ લાગે છે. આમતો ગુજરાતમાં સૌથી વધુ ગુજસીટોકના ગુના સુરતમાં જ નોંધાયા હશે .જેને લઈ ગેંગના કેટલાક સાગરીતો જેલમાં છે અને કેટલાક ગાયબ છે. ત્યારે હવે ગાયબ લોકોને પોલીસે કયારે ઝડપી પાડે છે તે જોવું રહ્યું.
Published by: Kaushal Pancholi
First published: January 5, 2022, 8:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading