Video: સુરતના 15 શ્રમજીવીને કચડાતા પહેલા ટ્રક-ટ્રેક્ટરની ટક્કરના CCTV ફૂટેજ આવ્યા સામે

News18 Gujarati
Updated: January 19, 2021, 1:24 PM IST
Video: સુરતના 15 શ્રમજીવીને કચડાતા પહેલા ટ્રક-ટ્રેક્ટરની ટક્કરના CCTV ફૂટેજ આવ્યા સામે
સીસીટીવી ફૂટેજમાંથી લીધેલી તસવીર

ટ્રેક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

  • Share this:
સુરતના (Surat) કીમ ચાર રસ્તા નજીક કીમ-માંડવી રોડ (Kim-Mandvi road) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કાળમુખા ટ્રકે (Truck) ફૂટપાથ પર સૂતેલા 18 લોકોને કચડી નાંખ્યા હતા. જેમાં 15 લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે, શેરડી ભરેલા ટ્રેક્ટર (Tracktor) સાથે અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદમાં ટ્રકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 18 લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી 12 લોકોનાં ઘટનાસ્થળે અને ત્રણ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે. એવી પણ માહિતી મળી રહી છે કે, ટ્રક ચાલક નશામાં હતો. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનર પર ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવમાં એક છ મહિનાની બાળકીની ચમત્કારિક બચાવ થયો છે પરંતુ તેના માતા પિતાનું મોત નીપજ્યુ છે. આ ગોઝારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો

મળતી માહિતી પ્રમાણે, સોમવારની રાતે કીમ માંડવી રોડ પર કીમ હકાર રસ્તા નજીક એક બેકાબુ બનેલી કાળમુખી ટ્રકે 13 લોકોનો ભોગ લીધો છે. રાત્રીના 12 વાગ્યાના સમયે આ ટ્રક કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહી હતી દરમ્યાન સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાય હતી અને ત્યારબાદ ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ફૂટપાથ પર ટ્રક ચઢાવી દીધી હતી. ટ્રક ચાલક નશામાં હોવાની પણ ખબર મળી રહી છે.

સુરત દુર્ઘટનાઃ PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને કેન્દ્ર અને રાજ્યની 2-2 લાખની સહાય



કુલ 15 લોકોના મોતટ્રક ફૂટપાથ પર ચઢાવી દેતા ફૂટપાથ પર નિદ્રાધીન 18 જેટલા શ્રમ જીવીઓને ટ્રક નીચે કચડી કાઢ્યા હતા. જેમાં એક બાળકી સહીત 12 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જયારે 6 જેટલા શ્રમજીવીગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા 108માં સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનો જીવ ગયો હતો. એમ કુલ 13 લોકોના મોત થયા હતા. ગંભીર ઇજાગ્રસ્તોમાંથી સમય જતા વધુ બે લોકોના મોત થતા હાલ કુલ મૃતઆંક 15 થયો છે.

સુરત: 15 શ્રમજીવીઓનાં કચડાઈને મોત થવાના બનાવમાં છ મહિનાની બાળકીનો આબાદ બચાવ, માતાપિતાનું મોત

ટ્રક ચાલક અને ક્લીનર પણ ગંભીર

ટ્રક ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજાઓ થતા તેઓને પણ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા. ઘટનાંની જાણ થતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો, પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ માટે કોસંબા પી.એમ રૂમ ખાતે ખસેડ્યા હતા.



તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના હતા

બેકાબુ બનેલી કાળમુખી ટ્રક નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે. આ તમામ લોકો દિવસ દરમ્યાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે, ટ્રક આ શ્રમજીવીઓને કચડ્યા બાદ ફૂટપાથની બાજુમાં બનેલી ચારથી પાંચ દુકાનોનો પણ કચ્ચરઘાણ વળ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક 6 માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો જયારે એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: January 19, 2021, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading