સુરત : ફેરિયાની દાદાગીરીનો Live Video,દબાણની ટીમ પર હુમલો કર્યો, બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ


Updated: June 7, 2021, 4:29 PM IST
સુરત : ફેરિયાની દાદાગીરીનો Live Video,દબાણની ટીમ પર હુમલો કર્યો, બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ
સુરતમાં લાઇવ વીડિયો વાયરલ થયો, જેમાં બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કર્યો

Surat News : સતત દબાણ કરતા લોકો સામે કાર્યવાહી કરતા યુવાને દબાણ વિભાગની ગાડી અટકાવી કર્યો હંગામો પુલ પરથી કૂદવાનો કર્યો પ્રયાસ.

  • Share this:
સુરત (Surat) મહાનગરપાલિકાના (SMC) દબાણ વિભાગના કર્મચારીઓની ગાડી ગઈકાલે દુભાલ નજીક એક ફેરિયાએ અટકાવી હતી અને મનપાના કર્મચારી પર હુમલો કર્યા બાદ બ્રિજ પરથી કૂદવાનો (Beridge) પ્રયાસ કર્યો હતો. જોકે મનપાની દબાણ (SMC) ટીમે આ યુવકને પકડી પોલીસને (Surat Police) હવાલે કર્યો હતો. જોકે પોલીસે આ ઈસમ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જગ્યા પર છોડી મૂકતા મનપાના કર્મચારીઓએ પોલીસ વિભાગ સામે રોષ ભભૂકી ઉઠયો છે.

સુરતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં કેટલાય ફેરિયાઓ રસ્તામાં ઉભા રહી વેપાર કરતા હોય છે અને રસ્તા પર દબાણ ઊભું કરતા હોય છે. ત્યારે આવા લોકોને રસ્તા પરથી હટાવી દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા ની દબાણ વિભાગની ટીમ સતત કાર્યરત હોય છે.

આ પણ વાંચો :  Gold price today : ખુશખબર! ખુલતી બજારે સોનાના ભાવ ઘટ્યા, રેકોર્ડબ્રેક કિંમત કરતાં 7,000 રૂ.નો કડાકો

આ પણ વાંચો : કચ્છ : લુખ્ખાતત્વોની 'દાદાગીરી'નો Live Video, પોલીસ કૉન્સ્ટેબલ પર છરાથી હુમલાનો પ્રયાસ

જોકે, દબાણ કરતા ફેરિયાઓને દબાણ વિભાગ દ્વારા રસ્તા પરથી દૂર કરી દબાણ હટાવવાની કામગીરી કરતા હોય છે ત્યારે મનપાની દબાણ ટીમથી અસંતોષકારક એવા ફેરિયાએ ગતરોજ ડુંભાલ ખાતેથી પસાર થતી મનપાની દબાણ ખાતાની ગાડીને અટકાવીને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જેને લઇને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.દબાણ ખાતા પર હુમલો કરવાને લઈને અન્ય કર્મચારીઓ આ યુવકને ઝડપી લીધો હતો. જોકે મનપાના કર્મચારીઓએ આ યુવાનને ઝડપી લેતા આ યુવાન કર્મચારીઓને દબાવવા માટે બ્રિજ ઉપરથી કૂદી પડવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે આ તમામ કર્મચારીઓ સાથે હાથપાઈના અંતે આ યુવકને પકડી વિભાગના કર્મચારીઓએ પોલીસને હવાલે કર્યો હતો.

આ પણ વાંચો : પંચમહાલ : પત્નીની હત્યા કરી પતિએ કૂવામાં લગાવી મોતની છલાંગ, સંતાનો થયા નિરાધાર

આ પણ વાંચો : જૂનાગઢ : 21મી સદીમાં પણ બાળલગ્નનું દૂષણ! એક નહીં બે-બે ઠેકાણે થવાનું હતું 'પાપ'

જોકે, આઈટમ કર્મચારીઓ સાથે દાદાગીરી કરતો જોવા મળે છે આ ઈસમને પોલીસના હવાલે કરતા પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યા પર તેને છોડી મૂકયો હતો જેને લઇ મહાનગર પાલિકાના કર્મચારીઓમાં પોલીસ વિભાગ સામે રોષ ભભૂકી ઉઠયો હતો. કારણ કે આ કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હતા.

ત્યારે આવા અસામાજીક તત્વો મહાનગર પાલિકાના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભા કરતા હતા સાથે સાથે કર્મચારીઓ પર હુમલો કરતા હતા હવે વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યા પર તેમને છોડી મુકતા પોલીસની કામગીરી સાથે અનેક સવાલો ઉભા થયા છે.
Published by: Jay Mishra
First published: June 7, 2021, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading