સુરતના ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં લોકો પાસે ટ્રાફિકનો દંડ ન કરવા કરી રજૂઆત, જાણો કેમ


Updated: May 8, 2022, 1:44 PM IST
સુરતના ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં લોકો પાસે ટ્રાફિકનો દંડ ન કરવા કરી રજૂઆત, જાણો કેમ
કુમાર કાનાણી

Surat News: 'વરાછા વિસ્તારમાં સામાન્ય પરિવારના લોકો રહે છે અને કોરોના બાદ તેમની આવકમાં જે રીતે ઘટાડો થયો છે'

  • Share this:
સુરત: શહેરના (Surat News) વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ (Kumar Kanani) સુરત ટ્રાફિક ડીસીપીને (Surat traffic DCP) પત્ર લખી પોતાના વિસ્તારમાં ટ્રાફિકના નિયમો (Traffic rules) તોડતા લોકોને દંડ નહીં કરવા માટે રજૂઆત કરી અને જો તે બાબતે ધ્યાન આપવામાં ન આવે તો પોતે રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ચીમકી આપી છે.

સુરત વરાછા વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગતરોજ સુરત ટ્રાફિક વિભાગના ડીસીપીને પત્ર લખી પોતાના વિસ્તારમાં ટ્રાફિકના નિયમો તોડતા લોકોને દંડ નહીં કરવા માટે રજૂઆત કરી હતી.  જો આ બાબતે ગંભીરતાથી ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

વરાછા વિસ્તારમાં સામાન્ય પરિવારના લોકો રહે છે અને કોરોના બાદ તેમની આવકમાં જે રીતે ઘટાડો થયો છે તેને લઈ તેમની સ્થિતિ હાલ કફોડી બની છે. તેવામાં નિયમોના નામે ટ્રાફિક પોલીસ જે રીતે ઉઘાડી લૂંટ કરી રહી છે તેની સતત ફરિયાદો તેમની પાસે આવી રહી છે. કોરોના કાર્ડ દરમિયાન તેઓ દ્વારા સુરત પોલીસ કમિશનર અને સરકારને પત્ર લખી નહિ વસૂલવા રજૂઆત કરવામાં આવી હતી. તે છતાં પણ સુરત પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો - સુરતઃ વધુ એક આરોપીને આજીવન કેદની સજા, માતા-પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર તાંત્રિક દોષી જાહેર

ટ્રાફિક નિયમોના દંડ કરવામાં સુરત વરાછા વિસ્તાર સૌથી આગળ છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકો હીરા ઘસવા સાથે સાડી ટિકી અને સ્ટોન ચોંટાડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આવા લોકો સાડીઓનો જથ્થો પોતાની મોટરસાયકલ પર લાવતા હોય છે.

પત્ર
ભૂતકાળમાં ટ્રાફિકની સમસ્યાને લઈને કુમાર કાનાણી રસ્તા પર ઉતરી ટ્રાફિક પોલીસની કામગીરી પણ કરી ચૂક્યા છે.એવામાં પત્રને લઇને હાલ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામી છે. કારણકે કુમાર કાનાણી પોતાના બોલેલા શબ્દો અથવા તો વચન પાળતા હોય છે એવામાં લોકોની સમસ્યાઓને લઈને ફરી એકવાર રસ્તા પર ઉતરે તો નવાઈની વાત નથી.
Published by: Kaushal Pancholi
First published: May 8, 2022, 1:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading