AAP મહિલા નગરસેવિકાનો પતિ પર આક્ષેપનો મામલો: પતિ ચિરાગ આવ્યા મીડિયા સામે, AAP નેતાઓ પર કર્યો મોટો આક્ષેપ


Updated: June 17, 2021, 11:07 PM IST
AAP મહિલા નગરસેવિકાનો પતિ પર આક્ષેપનો મામલો: પતિ ચિરાગ આવ્યા મીડિયા સામે, AAP નેતાઓ પર કર્યો મોટો આક્ષેપ
ચિરાગ દુધાગરા મીડિયા સામે આવ્યા

પતિએ આપ નેતા પર કર્યો મોટો આક્ષેપ, 'મારી પત્નીનો સેક્સ વીડિયો બનાવી AAPના નેતા તેને આવા નિવેદન આપવા બ્લેકમેઈલ કરી રહ્યા'

  • Share this:
સુરત : આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ત્રણના મહિલા નગર સેવક દ્વારા કરાયેલા આક્ષેપો બાદ નગરસેવીકાનો પતિ ચિરાગ દુધાગરા મીડિયા સામે આવ્યા છે. જ્યાં પત્ની દ્વારા લગાવવામાં આવેલ આક્ષેપોને ફગાવી આમ આદમી પાર્ટીના જ નેતાઓ સામે ગંભીર આક્ષેપો પતિ ચિરાગે કર્યા છે. 'આપ પાર્ટીના જ નેતાઓ દ્વારા પત્ની ઋતાનો સેક્સ વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરી આ પ્રકારના નિવેદન કરવા માટે દબાણ કરાતું હોવાનો ઘટસ્ફોટ પતિ ચિરાગ દુધાગરાએ કર્યો છે.'

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામી ચૂંટણીએ હવે રાજકારણ ગરમાયુ છે. આજ રોજ આમ આદમી પાર્ટીના મહિલા નગર સેવક દ્વારા કામરેજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને તેણીના જ પતિ પર તેઓએ કરેલા ગંભીર આક્ષેપોને લઈ મોટો વિવાદ ઉભો થયો છે. મહિલા નગર સેવક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેણીને ભાજપમાં જોડાવવા કામરેજના ધારાસભ્યએ ત્રણ કરોડની ઓફર આપી હતી. એટલું જ નહીં પતિ ચિરાગ અને તેનો પરિવાર પણ તેણીને ભારે દબાણ કરી રહ્યો છે. જ્યારે ભાજપ પાર્ટીમાં જોડાવા માટે ચિરાગ દ્વારા રૂપિયા 25 લાખ લેવામાં આવ્યા હોવાના પણ તેણીએ આક્ષેપ કર્યા હતા.

શું હતો મામલો -  આ પણ વાંચોAAPની મહિલા કોર્પોરેટરનો આક્ષેપ, કામરેજના ધારાસભ્યે ભાજપમાં જોડાવવા 3 કરોડ રૂપિયાની ઓફર કરી

આ આક્ષેપો સામે ચિરાગ દુધાગરાએ મીડિયા સામે આવી આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'આમ આદમી પાર્ટીના મહેન્દ્ર નાવડીયા, કેયુર તેમજ મનોજ સોરઠીયા અમો બંને પતિ-પત્ની વચ્ચે ફાટ પડાવી અને છુટાછેડા લેવડાવવા માટે જવાબદાર છે. પત્ની ઋતાનો સેક્સ વિડીયો ઉતારી તેણી પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે તે દબાણમાં આવી આ પ્રકારના નિવેદન કરી રહી'.

આ પણ વાંચો -સુરત : લુખ્ખા તત્વોનો આતંક, એક યુવાનને અર્ઘનગ્ન કરી ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધ્યો - Video વાયરલ

આ નિવેદન બાદ હવે સુરત આમ આદમી પાર્ટીમાં જ મોટો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ આગામી સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ અંગે પતિ ચિરાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 'ભાજપ જોડે તેમને કોઈ લેવાદેવા નથી. તે ભાજપના કોઈ નેતાના સંપર્કમાં પણ નથી. ઋતાનો સેક્સ વિડીયો બનાવી તેણીને દબાણવશ કરી આ પ્રકારના નિવેદન કરવા માટે મજબૂર કરવામાં આવી રહી છે તેવી શંકા છે'. આમ આદમી પાર્ટીના નેતાઓએ મારા અને ઋતા વચ્ચે છુટાછેડા કરાવી પાપ લીલા આચરી છે. જે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે, તેને લઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.મહત્વનું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા આપના નેતાઓને ધમકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ આપ પાર્ટી દ્વારા કરાયો છે. પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટીમાં જ હવે ફૂટફાટ શરૂ થઈ ચૂકી છે.જે મહિલા નગર સેવક અને તેના પતિ વચ્ચે સામસામે ચાલી રહેલા વિવાદ પરથી સંકેત મળી રહ્યા છે.
Published by: kiran mehta
First published: June 17, 2021, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading