સુરત : જમીન મુદ્દે તણાવમાં મહિલાએ ઝેર પીતા મોત, અડાજણના બિલ્ડર સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ


Updated: April 10, 2021, 6:43 PM IST
સુરત : જમીન મુદ્દે તણાવમાં મહિલાએ ઝેર પીતા મોત, અડાજણના બિલ્ડર સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
સરથાણા પોલીસ સ્ટેશન

વિનોદ ચંદુભાઈ પટેલના પરિવારમાં પત્ની સુરેખાબેન અને 3 દિકરીઓ છે. ત્રણેય દિકરીઓના લગ્ન થઈ જતાં બે દિકરીઓ અમેરિકા છે

  • Share this:
સુરત : સરથાણામાં કોર્ટ કેસ બાદ જમીન હાથમાંથી જતી રહેશે માનીને ડિપ્રેશનમાં મહિલાએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. સણિયા હેમાદ ગામના વિનોદ ચંદુભાઈ પટેલના પરિવારમાં પત્ની સુરેખાબેન અને 3 દિકરીઓ છે. ત્રણેય દિકરીઓના લગ્ન થઈ જતાં બે દિકરીઓ અમેરિકા છે અને એક નૈનિષા મોતાગામમાં રહે છે. વિનોદ પટેલની સણિયા હેમાદની વડિલો પાર્જિત જમીનમાં નૈનિષાના કાકી અનુસયા બેનનો પણ હિસ્સો છે. અનુસયાબેન તેમની જમીન વેચવા માંગતા હોવાથી જમીન વિભાજન માટે બાબુ પટેલને વાત કરી હતી.

સણિયા હમાદ ગામ નવુ ફળિયુમાં રહેતા સુરેખાબેન વિનોદ પટેલે ગઈ તા ૨૩મી ફેબ્રુઆરીના રોજ ઘરમાં મચ્છર મારવાની ઝેરી દવા પી લીધી હતી, જેને સારવાર માટે પરવત પાટીયા ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં સુરેખા પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. મૃતક સુરેખાબેનના બારડોલીના મોતા ગામ પટેલ ફળિયામાં રહેતી દીકરી નૈનિષા જીજ્ઞેશ પટેલે દોઢ મહિના પછી ગઈકાલે સરથાણા પોલીસમાં બાબુ મોહન પટેલ સામે દુષ્પરિણાનો ગુનો નોંધાવ્યો હતો.

આ પણ વાંચો - રાજકોટ : જનેતા બની જમ, પ્રેમમાં આડખીલી પાંચ વર્ષના પુત્રની પ્રેમી સાથે મળી કરી હત્યા, કેવી રીતે ખુલ્યું રહસ્ય?

નૈનિષબેને જણાવ્યું હતું કે, તેની માતા સારવાર હેઠળ હતી ત્યારે ઝેરી દવા પીવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, તેમની સણિયા હેમાદ ગામે બ્લોક નં-૨૦૪ અને વેડછા ગામે બ્લોક નં-૩૧ વાળી જમીન આવેલી છે. જે જમીન પૈકી સણિયા હમાદની જમીનમાં તેની કાકી અનસુયાબેન તેમના ભાગ હિસ્સો બાબુ મોહન પટેલને વેચાણ કરવા માંગતા સણિયા હેમાદનાં વૃદ્ધા સુરેખા નામે બાબુ પટેલે દસ્તાવેંજ કર્યા હતા. જેના કારણે મૃતક સુરેખાબેનના પતિ વિનોદ પટેલ જમીન બ્લોક વિભાજન કરવાની વાત બાબુ પટેલને કરી હતી.

આ પણ વાંચો - રાજકોટમાં તબીબી જગતનો ચોંવનારો કિસ્સો : Doctor પતિના કારણે ડેન્ટિસ્ટ પત્નીએ કરી આત્મહત્યા

બાબુ પટેલ બ્લોક વિભાજન કરવા સાથે અન્ય કાગળો સાથે રાખીને કાગળો ઉપર પરિવારના સભ્યોની સહી કરાવી લીધી હતી, આ બાબતે ચાર વર્ષ પેહલા દિવાની કોર્ટમાં કેસ કર્યો હતો. છતાંયે બાબુ પટેલ જમીન બાબતે અવાર નવાર ઘરે આવી વિનોદ પટેલને જમીન બાબતે સમાધાન કરવાની વાત કરતા હતા અને જમીન તો તમને મળશે નહી નહીતર તમારા હાથમાં કશ આવશે નહી તેમ પટેલની જમીન વિભાજનના ઉપર સહી કરાવી લીધી હતી, કહી અવાર નવાર હેરાન પરેશાન કરતા હોવાથી તણાવમાં આવીને સુરેખા પટેલએ આત્મહત્યા કરી લીધી હતી.
Published by: kiran mehta
First published: April 10, 2021, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading